વૈજ્ઞાનિકનો મત:કપરાડા સહિતના વિસ્તારમાં ગત રાત્રીએ આકાશમાં જોવા મળેલી ઘટના સામાન્ય, કોઈ ઉલ્કા કે ધૂમકેતુ નથી પરંતુ સેટેલાઈટનો ટુકડો હતો

વૈજ્ઞાનિકનો મત:કપરાડા સહિતના વિસ્તારમાં ગત રાત્રીએ આકાશમાં જોવા મળેલી ઘટના સામાન્ય, કોઈ ઉલ્કા કે ધૂમકેતુ નથી પરંતુ સેટેલાઈટનો ટુકડો હતો
- ધરમપુર વિજ્ઞાન સેન્ટરના વૈજ્ઞાનીકે આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી
- આવી ઘટના વારંવાર થતી જોવા મળે છે લોકોએ ગભરાવવાની જરૂર નથીઃ વૈજ્ઞાનિક પ્રેગ્નેશ પટેલ
- સમગ્ર ગુજરાતમાં તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. ત્યારે આ ઘટનાને લઈ ધરમપુર વિજ્ઞાન સેન્ટરના વૈજ્ઞાનિક પ્રેગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, ગતરાત્રીએ આકાશમાં જોવા મળેલી ઘટના સામાન્ય છે.
-
વૈજ્ઞાનિક પ્રેગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે, ગત રાત્રીએ કચ્છથી કપરાડા સુધીના વિસ્તારમાં આકાશમાં એક આગનો ગોળો જતા જોવા મળ્યો હતો. જે કોઈ ઉલ્કા કે ધૂમકેતુ નથી. અંતરિક્ષમાં છોડવામાં આવેલી સેટેલાઈટનો ભંગારનો ટુકડો હતો જે અંતરિક્ષમાંથી પૃથ્વીના ગરમ વાર્તાવરણમાં પ્રવેશતા જ તે આંતરીક્ષનો ભાગ સળગી ઉઠે છે. આવી ઘટના વારંવાર થતી જોવા મળે છે. પ્રથમ વખત રાત્રીના સમયે આ ઘટના બનતા લોકોના ધ્યાને આવ્યું હતું. જેને લઈને અફવાએ જોર પકડી લીધું છે. આ ઘટનાથી કોઈએ ભયભીત કે ગભરાવવાની જરૂર નથી આ માત્ર સામાન્ય ઘટના છે.
-
આકાશ મા ઉલ્કા જેવુ જોવા મળ્યુ pic.twitter.com/7ydzgw7cIR
— Today GUJARAT (@TodayGUJARAT1) April 2, 2022
-
સેટેલાઇટ 16 RBનો આંતરીક્ષનો છૂટો પડેલો કાટ માળ આંતરીક્ષથી છૂટું પડીને પૃથ્વીના વર્તવારણમાં આવતાની સાથે તે ભાગ સળગી જતો હોય છે. આ સામાન્ય ઘટના છે. આ આકાશમાંથી આગના ગોળા કે અન્ય કોઈ લોકોને નુકસાન પહોચાડતું નથી તેથી લોકોએ ભયભીત થવું પડે તેવી કોઈ ઘટના નથી તેમ ધરમપુર સાયન્સ સેન્ટરના વૈજ્ઞાનિક પ્રેગ્નેશ પટેલે જણાવ્યું હતું. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ગઈ કાલથી ઉઠેલી અનેક અફવાઓને લઈને પ્રગેશભાઈએ લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે.
મિત્રો, આવીજ નવી જ પોસ્ટ વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.