વગર દવાએ માત્ર 2 દિવસમાં શરદી, ઉધરસ, પેટનો ગેસ, સાંધાના દુખાવા જેવા ગંભીર રોગોનું 100% અસરકારક ઔષધ હવે બનાવો ઘરે જ

Sharing post

વગર દવાએ માત્ર 2 દિવસમાં શરદી, ઉધરસ, પેટનો ગેસ, સાંધાના દુખાવા જેવા ગંભીર રોગોનું 100% અસરકારક ઔષધ હવે બનાવો ઘરે જ

સુંઠ ઘર-ઘર માં વપરાતી ખૂબ ઉપયોગી વસ્તુ છે. દાળ-શાકના મસાલામાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આદું પાકીને સુકાય જાય પછી તેમથી સૂંઠ બનવામા આવે છે. તેથી જ આદું ના બધા ગુણધર્મો તેમ રહેલા છે. સૂંઠ કફમાં રાહત આપનાર, હ્રદય ને હેલ્થી રાખનાર તેમજ શરીરના વિવિધ રોગોનો નાશ કરનાર છે. તો આવો આપણે જાણીએ સૂંઠના કેટલાક મહત્વપૂર્ણ ફાયદાઓ.

સૂંઠ નું સેવન કરવાથી માથાના દુખાવા સિવાય માઈગ્રેશનના કારણે થતા દુખાવામા પણ રાહત મળે છે. સુકાયેલી આદુ અને પાણી નો લેપ બનાવીને લગાવવાથી આરામ મળે છે તેને સૂંઘવાથી છીક આવવા પર માથાના દુખાવામાંથી રાહત મળે છે. શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનો પાવડર ગરમ પાણીની સાથે પીવાથી લાભ થાય છે.

જો સૂંઠ, હિંગ અને મરી આ ત્રણેય મિક્સ કરવામાં આવે તો ગેસની સમસ્યામાં લાભ થાય છે. કમળો થયા પછી રહેતી અશક્તિ ને દૂર કરવામાં ગોળ અને સૂંઠ ને સરખા ભાગે ખાવાથી ફાયદો થાય છે. જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણેકોઠે ૧૫ ગ્રામ સૂંઠ, ૧૦ ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.

એક ચમચી સૂંઠનું ચૂર્ણની સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. સૂંઠ નાંખીને પાણીને ઉકાળી ઠંડુ થયા બાદ પીવાથી જુની શરદી ગાયબ થઇ જાય છે.

સૂંઠને જો દૂધમાં ઉકાળીને, ઠંડું કરીને પીવામાં આવે તો એનાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે. સાથે જ જો પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવામાં આવે તો પાંસળીઓમાં દુખાવો રહેતો નથી.જો રોજ સવારે અડધી ચમચી સૂંઠને ગરમ પાણીની સાથે લેવામાં આવે તો એનાથી પાચનક્રિયા દુરુસ્ત થાય છે. જેનાથી સરળતાથી આપણા શરીરનું વજન ઓછું થવા લાગે છે.

સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે, પૈશાબમાં જતી ધાતુ પણ બંધ થાય છે. અર્ધા તોલા સૂંઠનું ચૂર્ણ બકરી કે ગાયના અર્ધા શેર દૂધ સાથે પીવાથી વેદના સાથે પેશાબ માંથી લોહી પડતું હોય તો તે રક્તસ્રાવ અને વેદના મટે છે. જો તમે રોજ પેટ સંબંધિત બીમારીઓ એટલે કે ગેસ અપચાથી પરેશાન રહો છો તો એવામાં આદુ અથવા તો સુંઠ નું સેવન કરવું લાભદાયક રહેશે. સૂંઠ હિંગ અને સંચળ મેળવી ને લેવાથી ગેસ ની સમસ્યા થી લાભ થાય છે.

જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ સવારે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ, 10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળ સાથે લેવું જોઈએ. સૂંઠને ગૌમૂત્ર સાથે અથવા ગરમ પાણી સાથે રોજ પીવા થી હથિપગો માટે છે. સૂંઠ ને પાણી માં ઘસી તેનો નાશ લેવાથી વીંછી કરડયો હોય તો ઉતારી જાય છે. સૂંઠ અને જાયફળ પીસીને તલના તેલ માં નાખી સાંધા ઉપર માલિશ કરવાથી સાંધા ના દુખાવામાં રાહત મળે છે. સૂંઠ અને અડદ ને ઉકાળી ઠંડુ કરી પીવાથી લકવામા ઘણો સુધારો થાય છે.

સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે. રોજ ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી કે સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે. સૂંઠમા એન્ટિ ઓક્સિડન્ટ રહેલા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સૂંઠનો ઉપયોગ મોટાભાગમા ઘરો ના શરદીના ઉપચારમા કરવામાં આવે છે.

સૂંઠ સાંધાના દુખાવાના દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. જો સૂંઠ અને જાયફળને પીસીને તલને તેલમાં મિક્સ કરીને એમાં કપડું પલાળીને સાંધાના દુખાવા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. શરીર ના કોઈ પણ ભાગ માં ચેપ હોય અથવા તો વારંવાર તાવ ની તકલીફ રહેતી હોય તો લાંબા સમય સુધી સુંઠ ના પાણી નું સેવન કરવું જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!