શાકભાજીમાં એમ કહેવામાં આવે છે કે પ્રોટીન અને ખનિજ ના ખજાના વિશે વાત કરવામાં આવે તો તેમાં સરગવો ઉતમ ગણાય છે. મુખ્યત્વે સરગવાને બે રીતે ખાતા હોઈએ છીએ, સરગવાની સિંગ પણ મળે છે તેમજ તેનાં પાંદડાં પણ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.
સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે. સરગવાના ફૂલ પેટ અને કફના રોગોમાં, એની શીંગો ઉદરશૂળ, પટ્ટી નેત્રરોગ, મચકોડ, સાઇટિકા, ગઠિયામાં ઉપયોગી છે. તેની છાલનું સેવન સિયાટિકા, ગઠિયા, યકૃત માટે ફાયદાકારક હોય છે.
તેની છાલ સાથે મધ મેળવીને પીવાથી વાત અને કફના રોગો દૂર થાય છે. તેના પાનનો ઉકાળો પીવાથી સંધિવા, સિયાટિકા, લકવો, વાયુ વિકારોમાં ઝડપી રાહત મળે છે. સિયાટિકાના ઝડપી વેગમાં, સરગવાના મૂળનો ઉકાળો ઝડપી દરે એક ચમત્કારિક અસર બતાવે છે. મચકોડ આવવા પર સરગવાના પાનને પીસીને પેસ્ટ બનાવીને સરસવનું તેલ નાખીને ધીમા તાપે ગરમ કરીને મચકોડની જગ્યાએ લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
સવાર-સાંજ સરગવાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. તેના પાંદડાઓના રસના સેવનથી ધીમે ધીમે સ્થૂળતામાં ઘટાડો જોવા મળે છે. તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંતના કીડા નાશ પામે છે અને પીડાથી પણ રાહત મળે છે. તેના કુમળા પાનનું શાક ખાવાથી કબજિયાત મટે છે.
સરગવાની સીંગના પાનને ઘીમાં ગેસે ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનતી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબળાઇ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં પ્રચૂર માત્રામાં કેલશિયમ સમાયેલું છે.
સરગવાના બીજથી પાણીને શુદ્ધ કરીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેના બીજનો પાવડર કરીને પાણીમાં ભેળવવામાં આવે છે. પાણીમાં મિક્સ થઈને એ એક અસરકારક કુદરતી ક્લેરિફિકેશન એજન્ટ બની જાય છે. આ પાણીને બેક્ટેરિયાથી મુક્ત બનાવે છે, સાથે જ તે પાણીની સાંદ્રતામાં પણ વધારો કરે છે. કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનાવા દેતું નથી કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.
કેન્સર દરમ્યાન, શરીરમાં બનેલી ગાંઠ કે ફોડામાં સરગવાના મૂળનો અજમો હિંગ અને સૂંઠ સાથે ઉકાળો બનાવીને પીવાથી રાહત મળે છે. આ ઉકાળો સાયટિકા (પગમાં દુઃખાવો), સાંધાનો દુઃખાવો, લકવો, દમ, સોજો, પથરી વગેરેમાં ફાયદાકારક નીવડે છે. અસ્થમા અને સાંધાનો દુઃખાવો જેવા રોગોમાં સરગવાનો ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે.
થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે. આનું નિયમિત સેવન તમારી આંખો ની રોશની ને વધવામાં મદદ કરે છે, તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકાય છે.
સરગવામાં ઉચ્ચ માત્રામાં ઓલિક એસિડ હોય છે, જે એક પ્રકારનું મોનોસેચ્યુરેટેડ ચરબી છે અને તે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરગવામાં વિટામિન-સી ઘણી માત્રામાં હોય છે. તે શરીરના ઘણા રોગો સામે લડે છે, ખાસ કરીને શરદી અને ખાંસીથી. જો શરદીને કારણે નાક અને કાન બંધ થઈ ગયા છે, તો સરગવાને પાણીમાં ઉકાળો અને તેની વરાળ લો. તેનાથી જડતા ઓછી થાય છે.
સરગવામાં કેલ્શિયમ વધુ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. ગર્ભવતીને તેનો રસ આપવાની સલાહ આપવામાં આવે છે. આ ડિલિવરીમાં થતી સમસ્યાથી રાહત આપે છે અને ડિલિવરી પછી પણ માતાની તકલીફો ઓછી કરે છે.
સરગવામાં વિટામિન એ હોય છે, જે પ્રાચીન સમયથી સુંદરતા માટે વપરાય છે. આ લીલી શાકભાજી ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. તે આંખોની દ્રષ્ટિ પણ સારી કરે છે. સરગવાનું સૂપ પણ પી શકાય છે, તે શરીરના લોહીને સાફ કરે છે.
સરગવાના મૂળનો સ્વાદ મૂળા જેવો જ હોય છે. તેના મૂળને કયારેક મસાલાના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. એનો ઉપયોગ પરફ્યુમ, દવા, ખાતર અને પાણીને પ્યુરીફાઈ કરવામાં થાય છે, એટલે જે સરગવાના મૂળિયાને પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર હોવાના કારણે સરગવાના મૂળનો ઉપયોગ અસ્થમા, પાચનને લગતી બીમારીઓ, ત્વચાની સમસ્યાઓ, થાયરોઇડ અને સોજો દૂર કરવા માટે થાય છે. સરગવાના બીજથી તેલ કાઢી શકાય છે, જે કોઈ પણ ગંધ વિનાનું હોય છે અને સાફ હોય છે, જેને ચહેરા પર લગાવવાથી દાઘ દૂર થાય છે અને ચહેરો સાફ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.