સૂતા પહેલાં ½ કિલોમીટર ખૂબ ઝડપથી ચાલવું અને પાછા વળતાં ઘીમેથી ચાલવું. આવીને અડધો ગ્લાસ સોડા પીને સૂઇ જવાથી ઘસઘસાટ ઊંઘ આવે છે. ડુગળીનુ કચુંબર રાત્રે ખાવાથી સારી ઉંઘ આવે છે. ગંઠોડાનું ચૂર્ણ ગોળ સાથે મેળવી ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી સારી ઊંધ આવે છે.
રોજ રાત્રે એક સફરજન ખાવાથી અને અક ગ્લાસ દૂધ ઓછામાં ઓછા પંદર દિવસ સુધી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે. પોઇ નામની વનસ્પતિના વેલા થાય છે. આ પોઇનાં પાનનો 1 ચમચો રસ 1 પ્યાલા દૂધ સાથે રાતે સૂવાના કલાકેક પહેલાં લેવાથી સારી ઉંઘ આવે છે. કોળું વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નિદ્રા આવે છે. કુમળા વેગણ અંગારમા શેકી, મધમા મેળવી સાંજે ચાટી જવાથી સારી ઉંઘ આવે છે. પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખવાથી અનિદ્રા મટે છે.
ઊંઘ માટે ગંઠોડાનો 2 ગ્રામ ભૂકો 200 મિ.લિ. દૂધમાં ઉકાળી સૂતી વખતે પીવું. 1 ચમચો વરિયાળીનો શુદ્ધ અર્ક એકાદ વાટકી પાણીમાં ભેળવી સૂતી વખતે લેવાથી અનિદ્રાની ફરિયાદ મટે છે. વરિયાળીનો અર્ક જેટલો શુદ્ધ અને ચોખ્ખો હોય તેટલો વધુ ફાયદો કરે છે. રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધમાં એક ચમચી ધી અને અડધી ચમચી હળદર નાખી પાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.
મોટા ભૂરા કોળાની છાલ ઉતારી, બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી, બબ્બે રુપિયા ભારના પતીકાં પાડી પાણીમાં બાફવાં. જરા નરમ પડે ટલે કપડામાં નાખી પાણી નિતારી કાઢવું. બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં. કેસર અને એલચી ઇચ્છા પ્રમાણે નાખી શકાય. આ મુરબ્બો અનિદ્રા મટાડે છે. ઊંઘ માટે 2 થી 3 ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ધી સાથે સૂતી વખતે લેવું
કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનુ શરબત બનાવીને પીવાથી નિદ્રાનાશ મટે છે. ભેંસના ગરમ દૂધમા ગઠોડા કે દિવેલ નાખી પીવાથી સારી ઊંઘ આવે છે. ઊંઘ માટે જાયફળ, પીપરી મૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરીને પીવું. દરરોજ રાતે બનક્સાનું સ્વાદિષ્ટ શરબત પીવાથી સરસ ઊંઘ આવે છે. બનક્સા એક પ્રકારનુ ધેરું લીલું પહાડી ઘાસ છે.
એરંડાના કુમળા અંકુરને વાટી થોડું દૂધ ઉમેરી કપાળે (માથા પર) અને કાન પાસે ચોપડવાથી સુખપૂર્વક ઊંઘ આવે છે. કોળું વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નિદ્રા આવે છે. રાત્રે સૂવાના એકાદ કલાક પહેલાં હૂંફાળા દૂધમાં 8-10 ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઊંઘ આવે છે. રાત્રે સુતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની માલીશ કરવી જોઈએ. જેનાથી મગજ શાંત અને સ્થિર થાય છે અને સારી ઊંઘ આવે છે.
ગંઠોડાનું 2 ગ્રામ જેટલું ચૂર્ણ ઘી-ગોળ સાથે ખાવાથી ઊંઘ આવે છે. સાંજે બે ચાર માઇલ ચાલવાથી ઊંઘ આવે છે. અરડૂસાનો તાજો કડક ઉકાળો દૂધમાં ઉકાળીને સુવાના કલાક અગાઉ પીવાથી સારી ઊંઘ આવે છે.ચોથા ભાગના જાયફળનુ ચૂર્ણ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે. ભેંસના દૂધમાં અશ્ર્વગંધાનું ચૂર્ણ મેળવીને પીવાથી અનિદ્રાનો રોગ મટે છે. ઊંઘ માટે પગના તળિયે ઘીની માલિશ કરવી.
રાત્રે સુતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની માલીશ કરવી જોઈએ. જેનાથી મગજ શાંત અને સ્થિર થાય છે અને સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ માટે શવાસન, ભ્રામરી પ્રાણાયમ જેવા આસન નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સૂવું ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. જેનાથી તમે આરામથી સૂઈ શકો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.