આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ

Sharing post

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, યકૃત ઉત્તેજક, શામક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, તિકત, બલ્ય, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આજે આપણે જાણીએ પારિજાતના ફાયદાઓ વિશે.

પારિજાતના 6 થી 7 પાંદડા કાઢીને પીસી લો. ગ્રાઇન્ડીંગ પછી, આ પેસ્ટને પાણીમાં નાંખો અને જથ્થો અડધો થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેને ઠંડુ કરો અને સવારે ખાલી પીવો. તેનું નિયમિત સેવન કરવાથી સાંધાને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે. પારિજાતના બીજને વાટીને ખરી ટાલ પડે ત્યાં લગાડવામાં આવે છે.

તાવ આવ્યો હોય ત્યારે આદુના રસમાં એનાં પાનનો રસ મેળવીને આપવાથી તાવ ઊતરે છે. ગૃધસી રોગમાં પણ એનાં પાનનો બનાવેલો ઉકાળો અપાય છે. એનાથી પેટમાં થયેલા કૃમિ મરે છે. પાનના રસમાં સાકર ભેળવીને આપી શકાય. તાવ ઉતારવા માટે પારિજાતક ઉત્તમ ઔષધ છે.

તાવમાં ટાઢ વાતી હોય બરલ અને લિવર મોટું થયેલું હોય તે તાવ માટે પારિજાતના પાનના રસમાં મધ, ત્રિકુટ તથા લોહભસ્મ આપવાથી ફિકાશ મટે છે. એની દવા ચાલુ હોય ત્યારે દૂધ, સાકર, ઘી વગેરેનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. પારિજાતના પાનનો ઉકાળો બનાવીને આપવાથી તાવ ઊતરી જાય છે. દમના દર્દીને કફના વિકારમાં એની છાલનું ચૂર્ણ પાનમાં બે ચારવાર આપવાથી ઘણી રાહત થાય છે.

પારિજાતના તાજા પાનનો રસ દસથી પંદર ટીપાં બાળકને આપતા તેને જુલાબ લાગે છે. જીર્ણજ્વરમાં પણ મધ સાથે ભેળવીને આપી શકાય. એનાં પાનનો ધીમા તાપે બનાવેલો ઉકાળો પગ તથા સંધિવામાં ફાયદાકારક છે. પારિજાતનો ઉપયોગ હૃદયરોગ માટે ખૂબ ફાયદાકારક છે. 15 થી 20 ફૂલો અથવા તેનો રસ સેવન કરવાથી હ્રદયરોગને રોકવામાં અસરકારક છે.

પારિજાતનાં પાનનો રસ કાઢી તેને દાદર ઉપર ચોપડતાં દાદરમાં સારી રાહત થાય છે. ખરજવા, ગલકુંડ, ઉદકમેહ તથા માથાનાં ખોડા ઉપર એ લગાડવાથી ઘણી રાહત થાય છે. પારિજાતકનાં લગભગ 8 થી 10 પાંદડા ધીમા તાપે બે કપ પાણીમાં ઉકાળો અને અડધો બાકી રહે ત્યારે ગેસ પરથી ઉતારો. જ્યારે શરદી થાય છે ત્યારે તેને સાંજે ખાલી પેટ પર પીવો. એક અઠવાડિયામાં તમને ફરકનો અનુભવ થશે. પારિજાતકનાં પાનનો રસ ઝેરી જીવજંતુના કરડ ઉપર લગાડતાં રાહત થાય છે.

શ્વાસોચ્છવાસના રોગોમાં પારિજાતની છાલનો ચૂર્ણ મેળવીને તેને સોપારીના પાનમાં નાખવાથી ફાયદો થાય છે. તેનો ઉપયોગ સવારે અને સાંજે થઈ શકે છે.પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે.

પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દૂર થાય જાય છે.પારીજાતના એક બીજનુ રોજ વખત સેવન કરવાથી બવાસીર નામનો રોગ દૂર થઈ જાય છે. દાદર દુર કરવા પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.

ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતઉ કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરીને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય જાશે. ચિકનગુનીયા મા પણ પારિજાત ના વૃક્ષ નાં પાન નો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે.પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!