માત્ર આ એક ગ્લાસ જ્યુસનું સેવન એસિડિટી, બ્લૉકેજ નળી અને શરીરની બળતરા માંથી આપવી દેશે કાયમી છુટકારો, જાણી લ્યો બનાવવાની રીત..

Sharing post

માત્ર આ એક ગ્લાસ જ્યુસનું સેવન એસિડિટી, બ્લૉકેજ નળી અને શરીરની બળતરા માંથી આપવી દેશે કાયમી છુટકારો, જાણી લ્યો બનાવવાની રીત..

દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકાર ની આવે છે. મીઠી દૂધી અને કડવી દૂધી. માટે જયારે પણ દૂધી ની ખરીદી કરવા જાઓ ત્યારે મીઠી દૂધી ની ખરીદી કરવાની.

દુધી ની અંદર વિટામીન – એ, વિટામીન – સી, કેલ્સિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા આપણા ફાયદાકારક વિટામિન્સ હોય છે. દુધીમા ૯૬% પાણી અને ૧૨% કેલેરી હોય છે તેથીજ તેનું સેવન કરવાથી શરીરમા કેલરી ઓછી જાય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

દૂધી નું જ્યુસ શરીર માં એનર્જી બનાવી રાખે છે. જો તમે સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કરતા હોવ તો કસરત કાર્ય ના અડધા કલાક પછી દૂધીનો રસ પીવો ફાયદા કારક સાબિત થાય છે, દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીર માં ગ્લાય્કોઝીન ના સ્તર ને લેવલ માં રાખે છે. અને શરીર માં કારબોહાઈડ્રેટ ની ઉણપ ને પણ પૂરી કરે છે.

જો તમને પેશાબ માં બળતરા ની સમસ્યા છે. તો દૂધી નો જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. પેશાબ માં એસીડનું પ્રમાણ વધી જવાથી બળતરા થતી હોય છે, દૂધીનો રસ આ એસીડ ની માત્રા ને ઘટાડવામાં મદદ કરે છે અને બળતરા માં રાહત અપાવે છે.

દૂધીમાં કેલરી અને ફેટનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. તેથી જો તમે વજન ઘટાડવા માંગતા હો તો દૂધીનો જ્યુસ પીવાનું ચાલુ કરી દો, દૂધીમાં રહેલું ફાઈબર ભૂખને કન્ટ્રોલ માં રાખે છે. જો કબજીયાત ની સમસ્યા છે તો દરરોજ સવારે ભૂખ્યાપેટે દૂધીનો જ્યુસ પીવાથી અચૂક ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્ર ને મજબૂત બનાવે છે, અને પેટ ને લગતી સમસ્યા માં રાહત મળે છે.

હૃદય ની બીમારી માં દૂધી નો જ્યુસ પીવો ખુબજ લાભકારી છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનો જ્યુસ પીવાથી હૃદય ના રોગીઓને ફાયદો થાય છે. જો કોઈપણ કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દૂધી નું સેવન કરવાથી ફાયદો થાય છે.

દૂધી નો જ્યુસ પીવાથી ડાયાબીટીશ કન્ટ્રોલ માં રહે છે. મીઠી દૂધી અને આંબળા ને પીસીને તેનો જ્યુસ પીવાથી ઝડપ થી રાહત મળે છે. ૧ નાની દૂધી ને છોલીને નાના નાના કટકા કરીને મીક્ષરમાં થોડું પાણી નાખીને પીસી લો. ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો. તેમાં મરીનો ભુક્કો, સિંધા નમક નાખીને પીવો. તૈયાર છે તમારો દૂધી નો જ્યુસ.

દૂધીનો જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે પરંતુ જો તમે વધારે માત્રા માં પીવા લાગશો તો તે શરીર માં પોટેશિયમ ના લેવલ ને વધારી દે છે અને બ્લડ પ્રેશર અચાનક જ ઘટી જાય છે અને હાઈપોર્ટેશન નામની બીમારીનો ભોગ બનવો પડે છે.

જો તમને હમેશા માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો કડવી દૂધીના બીજના તેલ ને માથામાં લગાવવાથી રાહત મળશે. વાળ ખરવાની સમસ્યામાં દૂધી અને તેનું તેલ ખુબજ ઉપયોગ સાબિત થાય છે. દૂધી ને મીક્ષર માં પીસીને વાળ માં લગાવવાથી ફાયદો થાય છે. શરદી અને ઉધરસ ના સાઈડ ઈફેક્ટ ને કારણે કાન માં દુખાવો થતો હોય તો દૂધી ના નવસેકા તેલ ના એક થી બે ટીપા કાન માં નાખવાથી રાહત થાય છે.

જંકફૂડ, અસંતુલિત ખાદ્યપદાર્થોનું સેવન, અસંતુલિત જીવનશૈલી ને કારણે પથરી થવાની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. દૂધીનું સેવન કરવાથી પથરી ને ઝડપ થી નીકાળી શકાય છે. મીઠી દૂધીના બીજ નાં ચૂર્ણ ને મધ અથવા બકરીના દૂધ સાથે લેવાથી સાત દિવસમાં જ કીડની સ્ટોન તૂટીને નીકળી જાય છે.

જો તમને પગ ના તળિયા માં બળતરા થવાની સમસ્યા છે તો દૂધી ને પીસીને પગ ના તળીયે લગાવવાથી બળતરા માં ફાયદો થાય છે. દૂધીના રસ ને શરીર પર લગાવવાથી શરીર ની બળતરા અને ખંજવાળ માં ફાયદો થાય છે. ખીલ ની સમસ્યામાં દૂધીના રસ માં લીંબૂ નો રસ મિક્ષ કરીને લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!