તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

Sharing post

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

આપણાં દેશમાં પુખ્તવયે થતો ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા હશે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે.

મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે. તો ચાલો આપણે આજે જાણીએ ડાયાબિટીસને દૂર કરવાના વિવિધ ઘરેલુ ઉપચાર.

દરરોજ 70-80 ગ્રામ સારા પાકા જાંબુ લઇ ચાર ગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી રાખીને ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને ડાયાબિટીસમાં ઉત્તમ ફાયદો થાય છે. જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20- 20 ગ્રામ 15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસ મટે છે.

જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશીમાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે થોડા સમય સુધી લેવાથી ડાયાબિટીસમાં ચોક્કસ ફાયદો થાય છે.

કુમળાં કારેલાનાં કટડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબમાં જતી સાકર બંધ થાય છે અને ડાયાબિટીસ મટે છે. કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે. રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.

હરડે, બહેડા, આમળા, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. આહારમાં કાચુ સિંગતેલ વાપરવું. મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છ્વાસ મધુપ્રમેહની ઔષધિ છે. શ્વાસોચ્છવાસ થી લોહીની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે.

વડની છાલ નું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. આમલીના કટકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક પલાળી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇસ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબિટીસને કાબૂમાં રાખે છે. આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી ડાયાબિટીસમાં સારો લાભ થાય છે.

આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે મિક્સ કરી પીવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે છે. સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબિટીસ ફક્ત બે માસમાં કાબુમાં લાવી શકાય છે.

ટાઇપ-2 ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘી માં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે છે. ડાયાબીટીસમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી બહુમત્રતાની ફરિયાદ હમેશા માટે ગાયબ થાય છે.

લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગલાસ પાણીમાં રાત્રે પલાળી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.

હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબીટીસમાં ખૂબ ફાયદો થાય છે. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસ વાળા લોકોએ ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, ભાત, કઠોળ, જેવા કે મગ, મઠ, તુવેર, વાલ, અડદ, મગફળી, દૂધ, દહીં, છાસ, બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવા મીઠા ફળ, તેલ તથા ચરબીવાળા ખોરાક ન લેવા જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!