દાંતનાં દર્દ ને દૂર કરવું ખૂબ આવશ્યક છે, માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર અને મેળવો દાંત ના દર્દ માંથી કાયમી રાહત

Sharing post

દાંતનાં દર્દ ને દૂર કરવું ખૂબ આવશ્યક છે, માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર અને મેળવો દાંત ના દર્દ માંથી કાયમી રાહત

દાંત કેલ્શિયમ ના બનેલા હોય છે માટે કેલ્શિયમ દાંતો માટે ખુબજ જરૂરી છે, કેલ્શિયમના અભાવના કારણે લોકોમાં દાંતની તકલીફ વધી ગઈ છે. આ કારણે દાંતમાં દુખાવો થવો, દાંત પડીજવા, પેઢામાં લોહી નીકળવું વગેરે, આ સમસ્યામાં ઘરેલુ ઉપચાર અમે આજે આ લેખ દ્વારા જણાવીએ છીએ, જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

વજ ચાવવી અથવા લસણ ઉકાળી તે પાણી થી કોગળા કરવાથી દાંતના દર્દો મટે છે, આ ઉપરાંત લીમડાનાં પાનના ઉકાળાના કોગળા કરવા અથવા દાંતે ઘસવાથી પણ લાભ મળે છે. ગુલાબજળ અને કપૂર બંને પીસીને દાંત પર ઘસવાથી દાંતનો દુખાવો મટે છે. ઘાણા વાટી ઉકાળવા તે ઉકળાના કોગળા કરવાથી પણ લાભ થાય છે.

ઘાણાના ભૂકાનું મંજન કરવું અથવા ચીનીકબાબ ચાવવાથી દાંતના દર્દો માં લાભ મળે છે. કરચાને બાળી તેમાં મીઠું નાંખી દાંતે ધસવા અથવા હળદરના ઉકાળાના કોગળા કરવાથી દાંતના દર્દો માં આરામ મળે છે. હરડેનો મુરબ્બો ખાવો અથવા અંજીરના ઝાડનું દૂધ દાંતે ઘસવું એનાથી લાભ મળે છે.

ગુલાબજળ, મરી અને અક્કલકારો ઉકાળી તેના કોગળા કરવાથી દાંતના દર્દો માં આરામ મળે છે. રાઈ વાટી મધ સાથે ગરમ કરીને દાંતે ઘસવાથી આરામ મળે છે. સૂરજમુખીનાં મૂળ ઉકાળીને કોગળા કરવા. તેમજ હીમજ મોંઢામાં રાખી ચૂસવાથી જે રસ નીકળે છે તેનાથી દાંતના દર્દો મટે છે.

ભાંગ ઉકાળીને કોગળા કરવા અથવા કાયફળનું મંજન દાંતે ઘસવું, એનાથી દાંતના દર્દમાં આરામ મળે છે. લીમડાનાં પાનનું દંતમંજન કરવું અથવા એની ડાળીનું દાતણ કરવાથી લાભ મળે છે. નાગરવેલના પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંતના દર્દો માં આરામ મળે છે.

તમાકુને કડાઈમાં બાળવો. પછી એની રાખ અને મીઠું દાંતે ઘસવું. પેઢા ઉપર પણ ઘસવાથી દુખાવો નરમ પડે છે. આકડાનાં મૂળનું ચૂર્ણ દાંતે ઘસવું. આથી કળતર મટે છે. અને દાઢનો દુઃખાવો બંધ થાય છે. ટંકણખાર ૪ વાલ ૧૦ તોલા પાણીમાં નાખી તે પાણીથી કોગળા કરવાથી દાઢના દુઃખાવામાં લાભ મળે છે.

તમાકુ, અફીણ, લીમડાનાં પાન સમભાગે વાટી તેની નાની ગોળી વાળી દાંતના પોલાણમાં રાખવાથી કળતર મટે છે. લોધર, રસવંતી, નાગરમોથ સમભાગે લઈ તે ચૂર્ણ દાંતે ઘસવાથી લોહી પડતું બંધ થાય છે અને દર્દ પણ મટે છે. મધ-પાણીના કોગળા કરવા અથવા અક્કલકારો ઉકાળી કોગળા કરવાથી દાઢના દુઃખાવામાં રાહત મળે છે.

ફૂલાવેલી ફટકડી ૨ તોલા, ચાક ૮ તોલા, ફૂલાવેલું મોરથૂથુ પા તોલો, સમુદ્રફીણ ૪ તોલા, સોનાગેરુ ૩ તોલા, કપૂર પા તોલા એકત્ર કરી ઘસવાથી દાંતમાંથી પડતું લોહી બંધ થાય છે. રતનજોતના દૂધમાં કાથો પલાળી રાખી દાંતે ઘસવાથી હલતા દાંત બંધ થાય છે. ભોંયરીંગણીનાં ‘બી’ ની બીડી પીવાથી હાલતાં દાંત, અવાળું, સોજો વગેરે દાંતના દર્દ મટે છે.

સરગવાનો ગુંદર અને ચમાર દૂધલીનાં પાન દાંતમાં રાખવાથી કળતર અને દુઃખતી દાઢ પણ મટે છે. નવસાર, કળી ચૂનો અને પાણી સાથે હાથમાં ઘસી નાકે સૂંધવાથી દાઢ દુઃખતી બંધ થાય છે. રસવંતીના કોગળા કરવાથી દુખતા દાંતનું દર્દ મટે છે.

કડક તમાકુ ૧ તોલો, અક્કલકારો ૧ તોલો, ઘોડાવજ પા તોલો, પીપર પા તોલો, સિંધવ પા તોલો, શેકેલું જીરું પા તોલો મેળવી ચૂર્ણ કરવું અને તે દાંતે ઘસવું. દાંતના રોગ ઉપર આ ઉપાય અકસીર ઈલાજ સાબિત થાય છે. તપખીર માખણ સાથે ભેળવીને રોજ દાતણ કરવાથી દુઃખતા દાંતનું દર્દ મટે છે.

મરચાંનાં બી કાઢીને તેને ખૂબ વાટવાં. તેમાં પાણી રેડી જે તરફ્ની દાઢ દુઃખતી હોય તેની વિરુદ્ધના કાનમાં ચાર-પાંચ ટીપાં નાંખવાં. બળતરા થાય તો તેમા થોડી ખાંડ ભભરાવવી. આ ઉપચર લાભદાયી સાબિત થાય છે. તપખીર ઘસવાથી દુઃખતા દાંતની પીડા મટી જાય છે. આ ઉપચારની રોજની ટેવ પાડવી જોઈએ એનાથી વધારે લાભ થાય છે.

કચુરો અથવા છીપની રાખ મીણ સાથે દાંત પર ઘસવી. પગના તળિયે દિવેલ ખૂબ જ ઘસવું. નગોડ, પીલવન, લીમડો ખૂબ ઉકાળીને માથા પર તે પાણીનો બાફ આપવો અને આ પાણી પીવાથી દાંતના દર્દોમાં લાભ મળે છે. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!