આયુર્વેદનું આ દમદાર ઔષધ સ્નાયુના દુખાવા અને ડાયાબિટીસ જેવા 300થી વધુ રોગોને કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

Sharing post

આયુર્વેદનું આ દમદાર ઔષધ સ્નાયુના દુખાવા અને ડાયાબિટીસ જેવા 300થી વધુ રોગોને કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઔષધીય વનસ્પતિ તરીકે સરગવાના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં હર્બલ દવા તરીકે થાય છે. સરગવાનો સૂપ તેના પાંદડા, ફૂલો, અને તેના બીજમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. આજે અમે તમને જણાવીશું સરગવાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

બ્લડ સુગરની સમસ્યાને અટકાવવામાં પણ સરગવો ખૂબ ફાયદાકારક છે. તેને ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીઝ થતી નથી અને સુગર લેવલ હંમેશાં કંટ્રોલમાં રહે છે. સરગવો ખાવાથી ઇન્સ્યુલિન યોગ્ય રીતે ઉત્પન્ન થાય છે અને બ્લડ સુગર વધતું નથી. સવાર-સાંજ સરગવાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. તેના પાંદડાઓના રસના સેવનથી ધીમે ધીમે સ્થૂળતા ઘટે છે. તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંતના કીડા નાશ પામે છે અને પીડાથી રાહત મળે છે. તેના કુમળા પાનનું શાક ખાવાથી કબજિયાત મટે છે.

સરગવાની શિંગનું સૂપ પીવાથી પીમ્પલ્સની સમસ્યા દૂર થાય છે. આ સુપનું સેવન કરવાથી લોહી પણ સાફ થઇ જાય છે અને ચહેરા પર ચમક આવે છે અને પિમ્પલ દુર થઇ જાય છે. સરગવામાં રહેલું વિટામીન એ ચહેરાની સુંદરતા બરકરાર રાખવામાં ઉપયોગી છે. સરગવામાં રહેલું લોહતત્વ લોહીને શુદ્ધ રાખે છે અને ચહેરા પર થતા ખીલને દૂર કરે છે.

સોજો દૂર કરવા માટેની હર્બલ ક્રીમ અને સ્નાયુઓનો દુઃખાવો દૂર કરવા માટેની ક્રીમ બનાવવામાં સરગવાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સરગવાના ફૂલોથી બનેલી ચા પીવાથી તેમાં હાજર પોષણને કારણે મહિલાઓમાં યુટીઆઈની સમસ્યા સમાપ્ત થાય છે. આ સિવાય જે મહિલાઓ બાળકને ધવડાવે છે તેમને સરગવાના ફૂલોનું સેવન કરવાથી દૂધ વધે છે.

સરગવાના પાનમાં અમુક એવા તત્વો હોય છે જે આપણાં શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટરોલના સંતુલનને સરગવાના પાંદડા જાળવી રાખે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નીચું લાવે છે, જે હૃદય માટે ગુણકારી છે. જમ્યા બાદ પેટમાં એસિડનું સ્તર વધી જાય તો અલ્સર થવાની સંભાવના વધી જાય છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોને કારણે શરીરમાં રહેલાં એસિડનું પ્રમાણ સરગવાનાં પાંદડાં આલ્કેલિન અસરો ઉપજાવી ઓછું કરે છે.

કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનાવા દેતું નથી કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે. થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે. આનો નિયમિત સેવન તમારી આંખો ની રોશની ને વધારશે, તમે તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકો છો.

સરગવાના સુપથી બાળકોના હાડકા અને દાંત મજબુત બને છે. પ્રેગ્નેટ સ્ત્રીઓને, મેનોપોઝ દરમ્યાન કે એ પછી હાડકા નબળા પડવાની ઓસ્ટીયોપોરોસિસની બીમારીમાં સરગવાની સિંગનો સૂપ કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકે છે અને વાયુહર ગુણના કારણે દુખાવાને પણ નાબુદ કરી શકે છે. સરગવો વિટામીન સી નો સારો સ્ત્રોત છે. તે એક એવું શાક છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી. પ્રાચીન સમયથી જ ભારતમાં સરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!