જીવનમાં સૌથી જરૂરી વસ્તુઓમાની એક છે ‘પ્રેમ’. પ્રેમ વગર કદાચ આ દુનિયા અધૂરી છે, પછી તે માં-બાપનો પ્રેમ હોય, ભાઈ-બહેનનો પ્રેમ હોય કે મિત્રો વચ્ચેનો પ્રેમ હોય.
પણ એક સાચા પ્રેમી તરીકેનો પ્રેમ જે દરેક કોઈ ઈચ્છતું હોય છે, પણ એ કદાચ બધાના નસીબમાં લખેલું નથી હોતું. જીવનમાં બધાને પોતાનો પ્રેમ મળી જાય એ શક્ય પણ નથી. એવી જ પ્રેમની પરિભાષા સમજાવતું ગીત લઈને આવી રહી છે ગુજરાતની પ્રખ્યાત ગાઈકા Kairavi Buch.
જેની યાદ મા, આંખોમાંથી વરસાદ વહી જાય એવા પ્રેમનું વર્ણન કરતી ગાઈકા Kairavi Buch ને લોકો પ્રેમથી ગુજરાતની કોયલ પણ કહે છે.
ગીતના શબ્દો છે “તારો મારો સાથ” અને એના શબ્દો લખ્યા છે kairavi buch એ જાતે જ.
આજે જ્યારે નવી પેઢી આપણી ગુજરાતી ભાષા ભૂલતી જાય છે ત્યારે આ યુવા ગાઈકા Kairavi ગુજરાતી સંગીતને એક નવી દિશામાં લઇ જઇ આજની પેઢીને ગુજરાતી સંગીત સાંભળતી કરવા ઈચ્છે છે..
Kairavi Buch United way of baroda ના જગ મશહુર ગરબામા વર્ષો થી પોતાનો કંઠ આપે છે અને ગરબા પ્રોગ્રામ માટે વર્ષોથી દેશ વિદેશ ફરે છે..
તો ગુજરાતી સંગીતની આ સફર ને યથાવત રાખવા સાંભળો આ સુંદર રચના “તારો મારો સાથ..”
આ ગીત ગમે તો શેર જરૂર કરજો! અને નીચે આપેલ ચેનલ Subscribe કરજો!
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ Gujjumarket લાઈક કરી જોડાઓ.