માત્ર 5 મિનિટમાં હાથ પગમાં મચકોડ અને સોજો ગાયબ, નહીં જરૂર પડે એકપણ રૂપિયા ખર્ચવાની..

Sharing post

માત્ર 5 મિનિટમાં હાથ પગમાં મચકોડ અને સોજો ગાયબ, નહીં જરૂર પડે એકપણ રૂપિયા ખર્ચવાની..

જયારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે અચાનક આપણી માંસપેશીઓ ખેંચવા લાગે છે. તેને આપની ભાષામાં મચકોડ કહેવાય છે. આ આપણા લીગામેન્ટ માં થતી ઈજાના કારણે થાય છે. આ તકલીફ આપણને વધારે ખેંચ અથવા લીગામેન્ટ ફાટી જાય ત્યારે થતી હોય છે. સામાન્ય રીતે આપણને મચકોડ કોણી અથવા પગની પાની પર વધારે થાય છે. ઘણી વાર તેની સાથે હાડકામાં તિરાડ પણ પડી જાય છે. આવું થવાથી સોજો વધી જાય છે. તેની સાથે દુખાવો પણ અસહ્ય બનતો જાય છે.

આપણને મચકોડ શરીરના કોઈ પણ ભાગમાં થાય છે પરંતુ પગની ઘૂટીમાં થાય એ સામાન્ય મચકોડ હોય છે. તે દોડતી વખતે, ફરતી વખતે, કોઈ જ્ગ્યા એ પડવાથી અથવા ક્યાય થી કૂદકો માર્યો હોય ત્યારે પગની પાની વળી જવાથી મચકોડ થાય તેને વિપરીત ઈજા કહી શકાય છે. આ જગ્યા પર લગાવવા માટે તમે હળદરમાં એક ચપટી જેટલું નિમક નાખીને તેનો એક લેપ બનાવી લો. તેને ઈજા વાળી જગ્યા પર લગાવવું અને ૧૫ થી ૨૦ મિનીટ માટે રાખી મુકવું. ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લેવું. હળદરમાં કપરકુમીન નામની તત્વ રહેલું હોય છે. તે દુખાવો અને સોજામાથી રાહત આપે છે. તેની સાથે તે એન્ટી ઇન્ફ્ર્લમેત્રી ગુણ હોવાથી દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

આપણને સામાન્ય મચકોડ થઇ હોય તો એક સપ્તાહનો આરામ અને વધારે મચકોડ થયો હોય તો ત્રણ સપ્તાહનો આરામ કરવો જોઈએ. એક થેરાબેંડનો રબ્બરનો પટ્ટો બંધવામાં આવે છે તેનાથી સ્નાયુ અને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. સ્નાયુની મજબૂતાઈ વધારવા માટે ફિઝિયોથેરાપી કહે તેવી કસરતો કરવી જરૂરી બને છે અને તેનાથી દુખવામાં રાહત થાય છે

જો મચકોડ પછી તરત જ તે જગ્યાએ બરફનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે જગ્યાએ કોઈ સોજો થતો નથી. આ સિવાય વધારે દુખાવો હોય તો તેને દૂર કરવા માટે, દર 1-2 કલાકે 20 મિનિટ બરફથી ઘસવું જોઈએ. જોકે ધ્યાનમાં રાખો કે બરફ હંમેશાં કપડામાં લપેટીને ઘસવો જોઈએ.ઈજાના કારણે લોહી જામી જવું અને ગાંઠા પડી જવા સામાન્ય છે તો આ માટે વડના કુમળા પાંદડા ઉપર મધ લગાવીને બાંધવાથી અસરકારક ફાયદો થાય છે. સોજો અને દુ:ખાવો દુર કરવા માટે, મોચ વાળા ભાગ ઉપર લવિંગ અને તેજપત્તાને વાટીને તેનો લેપ લગાવો.

મચકોડની જગ્યાએ ચણા બાંધીને તેને પાણીમાં રાખવામાં આવે છે, જેમ જેમ ચણા ફૂલશે તેમ તેમ મચકોડ દૂર થશે. આ બહુ જ કારગર ઈલાજ માનવામાં આવે છે. તુલસીના કેટલાક પાન પીસીને પેસ્ટ બનાવો. પછી તેને મચકોડ પર પટ્ટી અથવા કપડાથી બાંધો. આ તમને આરામ આપશે.

આંબાના પાંદડા તથા પાનના પાંદડા ને સારી રીતે સાફ અને ચીકણા કરીને તેની ઉપર મીઠું લગાવીને મોચ વાળા ભાગ ઉપર બાંધો જે ખુબજ અસરકારક સાબિત થશે. મોચ અને સોજા પર કુવારપાઠુંનો રસ કાઢીને લગાવવાથી પણ તુરંત જ ઘણો આરામ મળી શકે છે. અજમો અને લસણ બાળીને કડવા તેલમાં નાખી તે તેલનું માલીશ કરવાથી દરેક પ્રકારની મોચ અને શરીરનો દુ:ખાવો દુર કરી શકાઈ છે.

સરસવના તેલનો ઉપયોગ પીડાને દૂર કરવા માટે કરવામાં આવે છે, જે અસરકારક પણ છે. આ માટે સોપારીના પાન પર સરસવનું તેલ લગાવો અને તેને ગરમ કરો, પછી તેને મચકોડમાં લગાવો, જેથી તમને આ સમસ્યામાં રાહત મળશે. મચકોડ આવવા પર માંસપેશી તૂટી જાય તો 5-6 ટી સ્પૂન સરસિયાના તેલમાં હળદર પાઉડર અને 5-6 લસણ ગરમ કરો. ઠંડુ થાય એટલે તેને મચકોડની જગ્યા ઉપર મસાજ કરો. તેનાંથી પણ સોજો ઘટશે અને ઘાવ બંને ઠીક થઈ જશે.

મીઠું થોડી હૂંફ આપવાના ગુણધર્મો ધરાવે છે, જે પીડાને સમાપ્ત કરે છે. આ માટે સરસવના તેલમાં મીઠું મિક્સ કરો અને તેનેઘૂંટણની મચકોડ વિસ્તારમાં લગાવો, જેનાથી દુખાવામાં રાહત મળશે.અરણીના પાંદડાને ઉકાળેલી કોઈપણ પ્રકારના સોજા ઉપર બાંધવાથી અને હાથથી વાટેલી 1-2 ગ્રામ હળદરને સવારે પાણી સાથે લેવાથી સોજા દુર થઇ શકે છે.

મચકોડ આવી હોય ત્યારે મધ અને ચૂનાને સરખી માત્રામાં ભેળવી તે જગ્યા પર હલકા હાથ વળે મસાજ કરવો. તેના માટે તમે તુલસીના પાનાને પેસીને તેનો લેપ બનાવીને તેને મચકોડ વાળી જગ્યા પર લગાવીને તેને કપડાથી બાંધી દેવું. આવું કરવાથી તમને થોડો આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!