કોલેસ્ટ્રોલ, તાવ, અશક્તિ અને શરીરની ગંદકી દૂર કરી 50થી વધુ રોગોમાં દવા કરતાં વધુ અસરકારક છે આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ

Sharing post

કોલેસ્ટ્રોલ, તાવ, અશક્તિ અને શરીરની ગંદકી દૂર કરી 50થી વધુ રોગોમાં દવા કરતાં વધુ અસરકારક છે આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ

રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે. આજે અમે તમને એક એવી ઔષધી એટલે કે ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. આ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા ઘણાં પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. તો ચાલો જાણી લઈએ એ ઘરેલું ઉપચાર વિશે.

કાળીજીરી એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોવાને કારણે પેટની ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તે પાચક અવ્યવસ્થા, ગેસ્ટ્રિક, પેટનું દુખાવો, ઝાડા, પેટના કીડા વગેરેની સમસ્યાઓમાં મોટી રાહત આપે છે. મોડું-પચતું ભોજન લીધા પછી થોડું કાળીજીરી ખાવાથી તાત્કાલિક ફાયદો મળે છે. તે કબજિયાતને દૂર કરીને પાચનમાં સરળતા આપે છે.

માથા અને કપાળ પર કાળીજીરી તેલ લગાવવાથી આધાશીશી જેવા દર્દમાં ફાયદો થાય છે. કાળીજીરી તેલના થોડા ટીપાંને ગરમ પાણીમાં નાંખો અને કોગળાવાથી દાંતના દુખાવામાં ઘણી રાહત મળે છે. શરદી, કફ, અનુનાસિક ભીડ અથવા શ્વસન માર્ગની અગવડતા જેવી શરદી-કફની સમસ્યામાં કાળીજીરીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરમાંથી લાળ દૂર કરવામાં મદદ કરે છે. કાળીજીરી પણ કફ અવરોધિત નાક માટે ઇન્હેલર તરીકે કામ કરે છે.

જે લોકોને ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે તે પોતાના ડાયટમાં કાળીજીરીનો ઉપયોગ કરે તો ડાયાબીટીસની સાથે ઘણા રોગોમાં તેને રાહત મળે છે. કાળીજીરીને ડાયાબીટીસ માટે એન્ટીડાયાબીટીક પણ કહેવાય છે. તેનો ઉપયોગ કરવા માટે પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળીને તેને ચાની જેમ પી શકાય છે.

શરીર ગરમ રહેતું હોય, અથવા જીણો તાવ રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખંજવાળ અને ચામડીના રોગોમાં કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે. દાંતોમાં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડરને પાણીમાં નાંખી આ પાણીથી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને આ દુખાવામાંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરીના પાવડરને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે.

50 ગ્રામ કાળીજીરી વાટી નાના બાળકને મધ સાથે આપવાથી કફ નીકળીને રાહત થાય છે. 50 ગ્રામ કાળી જીરી અને 10 ગ્રામ સાકરનો ઉકાળો કરવો. આ ઉકાળો નાનાં બાળકોના કફ તથા તાવ માટે, તેમ જ કૃમિ માટે પણ ફાયદાકારક છે. મોટા માણસને પણ આ ઉકાળો આપી શકાય છે. કૃમિને લીધે થયેલા ઝાડા પણ આ ઉકાળાથી મટે છે.

કાળીજીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા થોડો તાવ રહેતો હોય, પાચન સરખું થતું ન હોય તો એવા રોગોમાં કાળીજીરીના પાવડરનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ ઉકાળો પીવાથી થોડા જ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે.

કાળીજીરી પેશાબ સંબંધિત રોગો માટે ખૂબ ફાયદાકારક છે, તે મૂત્રમાર્ગની સમસ્યાઓ દૂર કરે છે અને પેશાબ દ્વારા શરીરની ગંદકી પણ સાફ કરે છે. કાળીજીરી ગર્ભાશયના આરોગ્ય માટે ફાયદાકારક છે, જ્યારે મેથી અને સેલરી સાથે લેવામાં આવે છે ત્યારે વજન ઘટાડવામાં ઉપયોગી છે, અને ઝેરી જીવોના ડંખમાં તેનો ઉપયોગ થાય છે. કાળા જીરુંનો ઉપયોગ સંધિવા, હાડકાં, આંખની સમસ્યાઓ અને વાળની ​​વૃદ્ધિના નિદાન માટે પણ થઈ શકે છે.

સંધિવા જેવી સમસ્યાઓમાં કાળીજીરી ખૂબ ફાયદાકારક છે. 250 ગ્રામ મેથીનાદાણા, 100 ગ્રામ અજમો, 50 ગ્રામ કાળી જીરી. આ ત્રણેને સાફ કરીને થોડું શેકી લો. આ ત્રણે વસ્તુ બળી ન જાય અને માત્ર રંગ બદલાય તેટલું જ શેકવાનું છે. આ પછી આ મિશ્રણને ઠંડું થવા મૂકી દો. ઠંડું થયા બાદ તેને વાટી લો.પેટના રોગો, આંખોની નબળાઈ, હાડકાની નબળાઈ, હ્રદય સંબંધિત રોગોથી પણ આ ચૂરણ છૂટકારો અપાવે છે.

કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર મટે છે. પા ચમચી જેટલું કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવાથી પેટના કૃમી નાશ પામે છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!