રાત્રે સૂતા પહેલા 3 નંગ આનું સેવન પેટની બધી જ ગંદકી મળ વાટે કાઢી નાંખશે બહાર, કફ-કબજિયાત,વાત્ત-પિત્ત માંથી મળી જશે છુટકારો..

Sharing post

રાત્રે સૂતા પહેલા 3 નંગ આનું સેવન પેટની બધી જ ગંદકી મળ વાટે કાઢી નાંખશે બહાર, કફ-કબજિયાત,વાત્ત-પિત્ત માંથી મળી જશે છુટકારો..

આ સૂકા મેવા માંનું સૌથી બેસ્ટ છે “અંજીર” જેનું ઘણું મહત્વ છે. અરબિયનમાં અંજીરને જન્નતનું ફળ કહેવાય છે. આવા જન્નતના ફળ એવા અંજીરના ઘણા ફાયદા જોવા મળે છે. અંજીર રક્તની શુદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે 3 અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ 15-20 નંગ લઈ, 1 ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.

તેલવાળું અને મસાલાયુક્ત ખોરાકના કારણે મોટાભાગના લોકો કબજિયાત અને એસિડિટીથી પીડાય છે. રાત્રે 2-3 અંજીરને પાણીની અંદર પલાળી સવારે એ જ પલાળેલા અંજીર ખાઈને પાણી પી જવથી એસીડીટીથી છુટકારો મળે છે. કારણ કે અંજીરમાં ફાયબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને ફાયબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અંજીર ખાવાથી પેટ સંબંધી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

આજકાલના સમયમાં જ્યારે કોમ્પ્યુટર, ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેતી યુવા પેઢીની આંખો દિવસેને દિવસે નબળી પડતી જાય છે. આ માટે અંજીરમાં રહેલા વિટામીન એ આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે તેથી ખાસ કરીને યુવાનોએ અંજીરનું સેવન કરવું જોઈએ.

જે લોકો કબજિયાતથી કંટાળી ગયા છે, તેમને સવારે ઉઠીને ખાલી પેટે અંજીર ખાવું, અથવા રાતે 1 ગ્લાસ જેટલા દુધમાં એકાદ અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

સતત 7 દિવસ સુધી અંજીર ખાવાથી કફની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં અંજીર ખાવાં. તેને દૂધમાં ઉકાળીને પણ સેવન કરી શકાય છે. અંજીરના સેવનથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.

અંજીરને દૂધમાં ઉકાળી સવાર-સાંજ સેવન કરવાથી શારીરિક સુખની તાકાત પણ વધે છે. અંજીર શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારે છે. અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. 2 અંજીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.

જે લોકોને બ્લડ પ્રેસર ની સમસ્યા છે તેના માટે પણ અંજીર બહુ લાભદાયી હોય છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થાય છે.

શ્વાસ-દમની તકલીફમાં અંજીર ખૂબ લાભદાયી છે કેમ કે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે 5 – 5 ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.

ઘણી મહિલાઓને માસિક નો પ્રોબ્લેમ હોય છે જેમાં માસિક અનિયમિત આવતું હોય છે, બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી ગણાય છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચ થી દસ બદામ દૂધમાં નાખી, બરાબર ઉકાળી, તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શક્તિનો શ્રેષ્ઠ લાભ મળે છે. બી.પી ના દર્દીઓ માટે અંજીર બહુ લાભદાયી છે. અંજીર રક્તસ્રાવી હરસ-મસાનું એક ઔષધ છે.

જેમને મળમાર્ગમાં મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બે થી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે-ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસ થી બાર દિવસ આ ઉપચાર કરવો. રક્તસ્રાવી મસામાથી છુટકારો મળે છે.

પીપલ્સ દૂર કરવામાં પણ અંજીર ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. આ માટે અંજીરના બે ટુકડા રાત્રે પલાળી રાખો અને સવારે ખાલી પેટ એને ખાઈ જવા. અંજીરનું પાણી પણ પી જવું. આ કરવાથી થોડા દિવસોમાં પિમ્પલ્સ દૂર થઈ જાય છે.

અંજીર શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વો ફેટને ઘટાડવામાં મદદરૂપ બને છે. રોજીંદી લાઈફમાં અંજીરનો ઉપયોગ કરવામાં આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે ઉઠ્યા બાદ 2 અંજીર ખાવાથી અચૂક તેનું પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!