કબજિયાતનો દુશ્મન છે આ ઉપચાર, માત્ર આ એક ચમચી પાણીમાં નાખી પીવો આંતરડાની ગંદકી થઈ જશે દૂર, પાચનના દરેક રોગમાં 100% અસરકારક

Sharing post

કબજિયાતનો દુશ્મન છે આ ઉપચાર, માત્ર આ એક ચમચી પાણીમાં નાખી પીવો આંતરડાની ગંદકી થઈ જશે દૂર, પાચનના દરેક રોગમાં 100% અસરકારક

આજની સૌથી મોટી સમસ્યા છે પેટની તકલીફ અને તેનાતી થતા રોગો. લગભગ આશરે ૭૦ ટકા લોકો આ સમસ્યા થી પીડાતા હોય છે. આ બધાનુ મોટું કારણ છે આજનો ખોરાક. હળવી અને સરળતાથી પચી જાય તેવી વસ્તુ ખાવાથી કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી. પરિણામે પેટમાં અને આંતરડામાં ગંદકી જામી જાય છે જેથી આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.

આંતરડા એ આપણી પાચન શક્તિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે શરીરના તમામ ઝેરી તત્વોને દૂર કરે છે અને આપણા શરીરને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો હવે આપણે જાણીએ આ આંતરડાની ગંદકી સાફ કરવાના અલગ અલગ ઉપચાર વિશે.

આંતરડાની ગંદકીને દૂર કરવા માટે નિયમિત સવારે એક ગ્લાસ સફરજનના જ્યુસની સાથે ૨ ચમચી લીંબુનો રસ ભેળવીને પણ પી શકો છો. આનાથી તમારા શરીરના બધા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જશે સાથે જ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. દિવસની શરૂઆત જો સફરજનના જ્યુસની સાથે કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી આંતરડાની સફાઈ થાય છે અને શરીર એકદમ સ્વસ્થ રહે છે.

આંતરડામાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછુ ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. પાણી આંતરડાની સફાઈ માટે દવા જેવું કામ કરે છે અને શરીરના બધા અશુદ્ધ પદાર્થો ને બહાર કાઢીને શરીરને બધા રોગોથી મુક્ત રાખે છે.

જો કોઈ વ્યક્તિ હંમેશા પેટ અથવા આંતરડાની સમસ્યાઓથી પીડાય છે તો તેણે હંમેશા ખોરાક સાથે દહીંનો ઉપયોગ કરવો જોઇએ. દહીં એ પેટ અને આંતરડા માટે એક શ્રેષ્ઠ ખોરાક માનવામા આવે છે તેનુ સેવન એ વ્યક્તિની બધી આંતરિક સમસ્યાઓનું સમાધાન છે.

વરિયાળી, ૧૦૦ ગ્રામ બેલનો પલ્પ, ઇસબગોલની ભૂસ અને નાની ઈલાયચીને એકસાથે પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેમા ૩૦૦ ગ્રામ દેશી ખાંડ ઉમેરીને કાચની બોટલમા ભરી દો. આ ચુર્ણની ૨ ચમચી સવારના નાસ્તા પહેલા તાજા પાણી સાથે લો અને ૨ ચમચી સાંજે નવશેકુ પાણી અથવા તો ગરમ દૂધ સાથે લો. આ ચૂર્ણનુ સેવન કરવાથી તમારા આંતરડામાં રહેલી બધી જ ગંદકી સાફ થઇ જાય છે અને તમને કબજિયાત તથા આંતરડા સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે છે.

નિયમિત બે ચમચી એલોવેરાનો રસ એક ગ્લાસ પાણીમાં લેવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોથી મુક્તિ મળે છે. એલોવેરાનો રસ એ શરીરને હંમેશા હાઇડ્રેટ રાખે છે અને શરીરની ચરબી ઘટાડવામા પણ મદદરૂપ સાબિત થાય છે. નિયમિત સવારે આ રસને પાણી સાથે લેવાથી વ્યક્તિ ક્યારેય પેટ કે આંતરડાના રોગથી પીડાશે નહિ.

આંતરડાની ગંદકી દુર કરવા માટે મધ પણ રામબાણ નું કામ કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં રહેલ બધા ઝેરી પદાર્થ નીકળી જાય છે અને શરીરનું મેટાબોલીઝ્મ રેટ પણ વધી જાય છે. આ આંતરડાની ગંદકી દુર કરવામાં સૌથી વધારે અસરકારક સાબીત થયું છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!