હરસ-મસા, પગના સોજા અને વીર્ય વધારવામાં દવાથી વધુ ગુણકારી છે આ સામન્ય લાગતું ફળ હરસ-મસા, પગના સોજા અને વીર્ય વધારવામાં દવાથી વધુ ગુણકારી છે આ સામન્ય લાગતું ફળ

Sharing post

હરસ-મસા, પગના સોજા અને વીર્ય વધારવામાં દવાથી વધુ ગુણકારી છે આ સામન્ય લાગતું ફળ

શિંગોડા મોટા ભાગે તળાવમાં થાય છે. આ ફળ સુકાય ત્યારે ઘણું જ કઠણ થઈ જાય છે. ઘણા લોકો એને બાફીને ખાય છે. કઠણ સૂકાં ફળને પીસી તેના લોટમાંથી મીઠાઈ અથવા પાક બનાવી શકાય છે. બાફેલા શિંગોડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો ઉપવાસ માં એનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં શિંગોડાં સારા પ્રમાણમાં થાય છે.

કાશ્મીર પાણીનો પ્રદેશ ગણાતો હોઈ ત્યાંના તળાવમાં ઊંચા પ્રકારના શિંગોડાં થાય છે. પશ્ચિમ બંગાળમાં શિંગોડા નું વાવેતર ઓછું થાય છે, પણ ત્યાં તેનું ખાદ્ય મૂલ્ય ઘણું ઊંચું ગણાય છે. દૂધ કરતાં શિંગોડા માં બાવીસ ટકા ખનીજ ક્ષારો વધારે છે. શિગોડાં ફળાહારમાં ગણાતા હોવાથી તેને સૂકવીને લોટ કરી, તેના લોટની પૂરી, રોટલી, લાપસી, લાડુ, શીરો, કઢી અને બીજી કેટલીય વાનગીઓ બનાવવામાં આવે છે. શિંગોડાના લોટની ખીર ખૂબ સાઇટ બને છે. શિંગોડા માં ભરપૂર માત્રામા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ગુણો ઉપલબ્ધ છે. જે કેન્સર થી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.

મોટે ભાગે લોકો શિંગોડાનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. તે શરીરને પુષ્ટિ આપે છે. ધાતુ પાતળી પડી ગઈ હોય તો તેને જાડી કરે છે. શિગોડાં શરીરની નબળાઈ દૂર કરે છે. બળ વધારે છે. શરીરમાં ચેતના અને સ્ફૂર્તિનો સંચાર કરે છે. ગર્ભિણી રક્તસ્ત્રાવ વેળા શિંગોડાની લાપસી કરી દૂધ સાથે આપવાથી એ દોષ મટી જાય છે.

શિંગોડા ટાઢા, સ્વાદિષ્ટ યુક્ત તથા ભારે લાગે છે તે મળરોધક તથા દાહ તથા રક્તપિત્ત દૂર કરે છે. તે ત્રિદોષ મટાડે છે. રુચિ લાવે છે. લોહી વિકાર દૂર કરે છે. બીમાર માણસને શિંગોડાની રાબ પીવડાવાય છે. નબળા માણસો માટે એ ઉત્તમ ખોરાક છે. એની કાંજી લેવાથી મરડો, ઝાડા, પ્રદર, આમ વગેરે મટે છે. સગર્ભા સ્ત્રીને એની કાંજી આપી શકાય. પિત્ત અતિસારમાં એ લેવાથી ઘણો સારો લાભ થાય છે. બાફેલા શિંગોડા રોચક હોવાથી સહુ કોઈને એ માફક આવે છે. અસ્થિભંગ અને મહાવાત વ્યાધિમાં એનો ઉપયોગ થાય છે. એનાથી તરસ મટે છે.

શિંગોડાનો લોટ ૪૦ ગ્રામ, બદામ, પિસ્તા, ચારોલી, પાતાળ તુંબડી, ધોળી ચોપચીની, ધોળા મરી, પીપરી મૂળ, સૂંઠ, કચરો દરેક ચીજ અઢી ગ્રામ જેટલી લેવી. તેમાં ગુંદર જાવંત્રી, તજ, તમાલપત્ર, વાસ્ક્યુલર એ ચીજો પણ ઉમેરવી. એમાં ત્રણ ગણી સાકર નાખવી. ઘી પણ અનુકૂળ પડે એટલું લઈ પાક તૈયાર કરવો. આ પાક દસથી ત્રીસ ગ્રામ જેટલો ખાવાથી અતિસાર, પિત્ત ક્ષીણતા, વીર્થક્ષય, મૂત્રરોગ, સન્નિપાત, શૂળ તથા કંપવાયુ વગેરે રોગો મટે છે.

શિંગોડાનું ચૂર્ણ, ઘઉં નું સત્વ, વાળો, નાગરમોથ, કપૂર, પીળું ચંદન, રતાંજલી, જટામાંસી, આ બધી ચીજો પાંચ પાંચ ગ્રામ જેટલુંલઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ દૂધ સાથે ઉપયોગ કરતા મળાવરોધ, અમ્લપિત્ત, આંતરડાંની ખટાશ, કંઠ રોગ, નેત્ર રોગ મટે છે. શરીરે ચોળવાથી દાહ, ખુજલી, ખસ મટે છે. પરસેવાની દુર્ગંધ પણ મટે છે.

કઠણ સૂકા શિંગોડાનો લોટ થોડો લઈ તેમાં સાકર અને ઠંડુ પાણી મેળવી ખાવાથી તે ધાતુને ઘાટી કરે છે. એ કબજિયાત પણ દૂર કરે છે. આનો પાલો અતિસાર તથા રક્તાતિસાર માં વપરાય છે. તેનો ઉકાળો કૃમિ મટાડવા માટે ઉપયોગી નીવડે છે. શિંગોડા પાઈલ્સ જેવી મુશ્કેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અસરકારક સાબિત થાય છે.

શિગોડા ખરેખર ઘણા શિસ્ત અને પૌષ્ટિક છે, તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી શરીરને પૂરતું પોષણ મળી રહે છે, શરીરમાં ખૂટતાં નવો મળી રહે અને શરીર, ધનું એટક, દરેક શ્વનિએ શરીરને તંદુ૨૨ન તેમ જ તાજગીભર્યું રાખવા માટે શિગોડાનો ઇશ્ચિત ઉપયોગ કરવા જેવો છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કારણે હૃદયની બીમારીઓ થાય છે. જેને નિયંત્રિત કરવા માટે શિંગોડા મદદરૂપ થઇ શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!