હવે ઓપરેશન વગર મટી શકે છે સારણગાંઠ અને અંડવૃદ્ધિ, જાણી લ્યો આયુર્વેદનો આ બેસ્ટ ઈલાજ

Sharing post

હવે ઓપરેશન વગર મટી શકે છે સારણગાંઠ અને અંડવૃદ્ધિ, જાણી લ્યો આયુર્વેદનો આ બેસ્ટ ઈલાજ

આયુર્વેદમાં ‘વધરાવળ’ ના દર્દને ‘અંડવૃદ્ધિ’ કહે છે. આ દર્દ વાયુના પ્રકોપથી અને તેની અવળી ગતિને લીધે થાય છે. પ્રકૃત્તિપિત્ત વાયુ વિમાર્ગી બનીને વૃષણમાં પ્રવેશ કરીને તેની અંદરની શિરાઓ વાયુ રક્તવાહિનીઓ માં સોજો ઉત્પન્ન કરે છે અને અંડકોષની વૃદ્ધિ થાય છે. જ્યારે આ દર્દ ખૂબ આગળ વધે છે અને અતિ મોટી વધરાવળ થાય છે ત્યારે એનો છેલ્લો અને એક માત્ર ઉપાય શસ્ત્ર ચિકિત્સાનો જ રહે છે.

આને માટે કદાચ ઓપરેશન કરાવવું પડે તો પણ તેમાં કશો ભય રાખવાનું કારણ નથી. પરંતું જેને ઓપરેશન કરાવવાની ઇચ્છા ન હોય તેમને માટે આયુર્વેદમાં ઔષધિ તથા લેપ પણ બતાવેલા છે. દર્દી જો બરાબર ઓષધનું સેવન કરે, લેપ કરે તો ઓપરેશન વગર પણ વધરાવળ નાબૂદ થઈ જાય છે. પણ ધીરજ રાખવી પડે. નીચે ઉપચારો-પ્રયોગો દર્શાવ્યા છે તે વધરાવળ-સારણગાંઠ માટે અસરકારક છે.

શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, લોહભસ્મ, બંગભસ્મ, તામ્રભસ્મ, કાંસ્યભસ્મ, શુદ્ધ હરતાળ, મોરથૂથુની ભસ્મ, શંખભસ્મ, કોડીભસ્મ, સૂંઠ, કાળામરી, લીંડીપીપર, કચરા હરડેની છાલ, બહેડાંની છાલ, આંબળાં, ચવક, શઢકચુરો, વાવડીંગ, વરધારીના બી, ગંઠોડા, કાળીપાટ, શેરણી, ગંધીલો વજ, એલચી, દેવદાર, સિંધવ, સંચળ, વડાંગરુ મીઠું, બીડવલણ, કાચલવણ (બંગડીખાર) આ બધી વસ્તુઓ એક એક તોલો લેવી. પછી શુદ્ધ પારાથી કોડીભસ્મ સુધીની બધી વસ્તુઓ ખરલમાં અનુક્રમે એક પછી એક ઘૂંટી કાળું થતાં સુધી ગરમ કરવું.

ત્યાર પછી સૂંઠથી કાચલવણ સુધીની વસ્તુઓ ખાંડી, વસ્ત્રાગાળ ચૂર્ણ કરી, ખરલ માંહીની ઔષધિઓમાં મેળવીને બધું એકત્ર કરીને એક આખો દિવસ બરાબર વાટવું. ત્યાર પછી આશરે દોઢ-બે તોલાના વજનવાળી હરડેની છાલ અથવા તે ન મળે તો કચરા હરડેની છાલ ૧ શેર લઈ તેને આખી ભાંગી-અધકચરી ખાંડી, આઠ શેર પાણીમાં નાંખીને ઉકાળવી.

જ્યારે ચોથા ભાગનું એટલે બશેર જેટલું પાણી રહે એટલે કપડાં વડે ગાળીને એ પ્રવાહી, ઉપરની દવામાં-ખરલમાં નાંખતા જવું અને ઘૂંટતા જવું. લગભગ એકથી ત્રણ દિવસ આ રીતે ખરલમાં ઘૂંટીને એની બે-બે રતીની એટલે ચણા જેવડી ગોળીઓ વાળીને તેને છાંયે સૂકવવી, પછી શીશીમાં ભરી લેવી.

વધરાવળના દર્દીએ દિવસમાં ત્રણ વખત આમાંની ૧ થી ૨ ગોળી દરેક ટંકે પાણીની સાથે ગળી જવી. આ ગોળીના સેવનથી અંડવૃદ્ધિના તમામ દોષો થોડા સમયમાં નાશ પામે છે. અંડવૃદ્ધિ-સારણમાં પણ બહુ ફાયદાકારક છે. સારણગાંઠ ઉતરવાનું દર્દ હોય તેણે આ ગોળીઓ વાપરવા જેવી છે. વળી અંડકોષમાં વાયુ ભરાવાથી જે દર્દ થાય છે, રસ ઉતરે છે, લોહી-ભરાય છે એવી વૃષણવૃદ્ધિની ફરિયાદ પણ આ ગોળીના સેવનથી દૂર થાય છે.

ગુગળ, એળિયો, કુંદરૂ લોદર, ફટકડી, આ બધી વસ્તુઓ સરખે ભાગે લઈ તેને ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાણીમાં ખૂબ ઝીણું વાટી, અંડકોષ ઉપરના વાળ દૂર કરીને પછી લેપ, ચોપડવો. દિવસમાં એક અથવા બે વખત લેપ લગાવી શકાય. વૃષણ વૃદ્ધિ માટે આ મુજબનો લેપ બનાવી ઉપયોગમાં લેવો, આ લેપ, ઘણો ફાયદાકારક છે. આંબો, જાબું, કોઠી અને લીમડો આ ચાર વૃક્ષનાં પાન વાટી લેપ કરવાથી વધરાવળ મટે છે. સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં અને આમળાંના ચૂર્ણમાં અડધો તોલો જવખાર અને અડધો તોલો સિંધાલૂણ નાખી લસોટી તેનો લેપ કરવાથી પણ વધરાવળ મટે છે.

આ રોગમાં પેટ સાફ રાખવાની ખાસ જરૂર છે, એટલે હરડે, હિમેજ કે ત્રિફળાનું સેવન કરવું જોઈએ. દરરોજ રાત્રે પા થી અડધો તોલો ફાકી દૂધ કે પાણી સાથે લેવી. નિયમિત શિર્ષાસન કરવાથી આ વ્યાધિમાં ધીમે ધીમે ફાયદો થવા માંડે છે. સ્ત્રી સહવાસથી દૂર રહેવું જોઈએ અને પરહેજી પાળવી જોઈએ, આથી ઝડપથી ફાયદો થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!