દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત

Sharing post

દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત

મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિ ના રૂપ મા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે. આ સિવાય બીજા સફેદ રંગ મા પણ ચણોઠી જોવા મળે છે.

સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી, લાલ અને કાળી એવી ત્રણ જાતની હોય છે. ત્રણે ના વેલા જોવામાં સરખા જ હોય છે. માથે ટાલ હોય તો તેના ઉપર ચણોઠી ના મૂળ અથવા ફળ ભિલામાના રસ માં ઘસીને તેનો લેપ કરવો. અથવા મધ અને અગર ઘી માં ભેળવી ને ચોપડવી.

મોઢામા ગરમી થી ફોલ્લા પડે ત્યારે ધોળી ચણોઠી ના પાન, ચણોકબોબા, અને સાકર માંઢામા રાખી રસ ચુસવો જોઈએ . ખરજવા ઉપર ધોળી ચણોઠી ના પાંદડા ના રસમાં જીરા નો ભૂકો કરીને રસ માં નાખી પીવો. ઊધરસ આવે ત્યારે ધોળી ચણોઠી ના મૂળ ઘસીને પીવાથી રાહત મળે છે. (૧) સફેદચણોઠીનું ચુર્ણ ચોપડવાથી માથાની ઉંદરી અને ટાલમાં ફાયદો થાય છે. (૨) સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરા નો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી ચોક્કસ પણે માથાનો ખોડો મટાડી શકાય છે.

(૩) ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવા થી માથા ના બધી જાતના દુ:ખાવા મટી શકે છે. (૪) ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટી જાય છે. (૫) ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી આધાશીશી મટે છે. (૬) સફેદ ચણોઠીનાં પાન ખુબ ચાવીને ખાવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. (૭) સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છેઅને રાહત મળે છે.

ચણોઠી ના મુળિયા ને પાણી મા ઘસી ને લગાવવા થી માથા નો દુખાવો, આધા શીશી, આંખે અંધારા કે ચક્કર આવવા તેમજ રતાંધળાપણા જેવી તકલીફ માંથી મુક્તિ મેળવી શકાય છે. જો ગળું બેસી ગયું હોય અથવા તો ગળા માંથી જો અવાજ ના નીકળતો હોય તો આ સફેદ ચણોઠી ના પાન ને ચાવી તેનો રસ ગળવો , તે ઘણો લાભદાયી છે.

આ લાલ ચણોઠી ના પાંદડા નો રસ,જીરુ તેમજ સાકર ને સાથે ભેળવી નિયમિત સવાર સાંજ આરોગવા થી શરીર ને ઠંડક મળે છે. આ ચણોઠી સાથે ભાંગરા ના પાંદડા નો રસ મા પાણી નાખી છુંદી તેમા તલ નુ તેલ નાખી એક મિશ્રણ તૈયાર કરવું , ત્યારબાદ આ મિશ્રણ ધાધર, ખરજવું જેવા જટિલ ચામડી ના રોગો મા લગાવવા થી જલ્દી અસર કરે છે.

આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેને પાણી મા ઉકાળીને શુદ્ધ કરી લેવી અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ . જો અશુધ્ધ ચણોઠી નો ઉપયોગ કરવામા આવે તો ઝાડા થઇ જાય છે તેમજ જો તેનુ વધુ પ્રમાણ મા સેવન થઇ જાય તો તે પોતાની આ ખરાબ અસર ચાલુ જ રાખે છે જેની કાળજી લેવી.

ઘણી વાર ચણોઠીને આંખમાં નાખવાથી આંખોમાં જલન અને પાંપણોમાં સૂજન થઇ જતી હોય છે. એટલે કોઈક ની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવો. સફેદદાગ સહિતના કોઈ પણ ચર્મ રોગમાં ચણોઠીના છાલ ઉતારી બારીક ચૂર્ણ કરવું તેને ઘી માં મેળવી તાંબાના પહોળા વાસણ પર ચોપડી દેવું બીજા દિવસે ચર્મરોગ પર લગાવવાથી તે ચોકક્સ પણે ફાયદાકારક અસર આપે છે.

ચણોઠીના મૂળના રસને કમળાથી ગ્રસ્ત રોગીઓને આપવામાં આવે તો તેને આરામ મળે છે. આ રસ શરીર પર પીડા થતી હોય તે જગ્યા પર લગાવવામાં આવે તો દુખાવામાં ઘણી રાહત મેળવઉઈ શકાય છે. ચણોઠીના પાનની ચા બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે, સાથે જ સરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે. ચણોઠીના પાનને પાણીમા ઉકાળી લો અને રોગીને બરાબર ગાળીને પીવડાવવું જેથી તેને તકલીફ માં રાત મળે છે.

ચણોઠીના પાનને પીસીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. હર્બલ જાણકારો અનુસાર ચણોઠીના પાનને ચપટી ભરીને હળદરની સાથે પેસ્ટ કરીને ખીલ પર રાતે લગાવી દેવાથી ખીલ મટાડી શકાય છે.

ચણોઠી મધુ, કડવી, તૂરી, બળપ્રદ ગરમ, ત્વચા માટે હિતકર, વાળ ખરતા અટકાવી – નવા ઉગાડનાર, તથા વૃષ્ય? છે. તે નેત્રરોગ, ઝેર, પિત્ત, ઊંદરી, વ્રણ, કૃમિ, કફ, તાવ, મુખરોગ, વાયુ, દમ, તરસ મટાડે છે. ચણોઠી વધુ માત્રામાં ઊલટી કરનાર, કોઢ મટાડનાર, વ્રણરોપક, પીડા શામક, કેશ્ય, ગર્ભ નિરોધક, ઝેરી (શુદ્ધ કરેલ) વીર્યવર્ધક, કટુ – પૌષ્ટિક, નાડીને ઉત્તેજક, તાવ, ભ્રમ, શ્વાસ, ચળ, કૃમિ તથા ઊંદરી ને ચોક્કસ પણે મટાડે છે. તેનાં પાન – મૂત્રલ, સોજો પીડા અને શૂળ મટાડનાર તથા કફ બહાર કાઢનાર છે.

ચણોઠીના સેવનથી માસિક દરમિયાન થતા દર્દમાં પણ ઘણી બધી રાહત મળે છે, આ સમયગાળા દરમિયાન લોહીનો પ્રવાહ વધારે હોય છે, જ્યારે પાણીમાં ૨ ટેબલસ્પૂન ચણોઠીનો પાવડર ચાર ગ્રામ સાકર સાથે મિક્સ કરી અને પાણી સાથે ધીરે ધીરે લેવો જોઈએ આમ કરવાથી તમારા દર્દમાં રાહત મળશે તેમજ લોહીનો પ્રવાહ પણ વધારે થશે નહીં. ચણોઠીના મૂળમાંથી પ્રાપ્ત થતો રસ અને આદુના રસ બન્નેને સમાન માત્રામાં થોડાં ઘી સાથે મિશ્રણ લેવું જોઈએ. જેનાથી ઊધરસ, શ્વાસના રોગોની ફરીયાદ દૂર થાય છે અને ઘણો આરામ મળી શકે છે.

ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવાથી માથાના બધી જાતના દુ:ખાવા મટે છે. ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટાડી શકાય છે. સફેદ ચણોઠીનાં પાન ખુબ ચાવીને ખાવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છે.

ચણોઠીનો ઉપયોગ કર્યો પહેલા ત્રણ કલાક તેને ઉકાળવાનું ભૂલતા નહીં. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીને ઔષધિ તરીકે વાપરવા અને તેનું ઝેર દૂર કરવા તેને પાણીમાં નાખી અને ત્રણ કલાક ઉકાળવામાં આવે છે જેથી તેનું ઝેર નીકળી જાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે. તેનું ઝેર નીકળી ગયા બાદ તેને ઔષધિ તરીકે તમે ઉપયોગમાં લેવાય છે .

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!