100% ગેરેન્ટી યુરીક એસિડ વધવાથી થતાં સંધાના દુખાવા આ જોરદાર ઇલાજથી જીવનભર ગાયબ

Sharing post

100% ગેરેન્ટી યુરીક એસિડ વધવાથી થતાં સાંધાના દુખાવા આ જોરદાર ઇલાજથી જીવનભર ગાયબ

જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને કારણે સાંધાઓમાં સોજો અને દુખાવો રહ્યા કરે છે. જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો સાંધાઓને કાયમી નુકસાન થઈ શકે છે તથા યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે.

યુરિક એસિડ એટલે શું?

જ્યારે કોઇ પણ કોષના કેન્દ્રમાં આવેલ ન્યુક્લીઇક એસિડનું વિઘટન થાય ત્યારે એમાંથી યુરિન અને પીરામીડીન નામના ઘટક છૂટા પડે છે અને જ્યારે આ ઘટકો તૂટે ત્યારે લિવર અને આંતરડામાં યુરિક એસિડ ઉત્પન્ન થાય છે જે સામાન્ય રીતે કિડની વાટે ગળાઈને લોહીની બહાર ફેંકાઈ જાય છે. આમ, યુરિક એસિડ એક ઉત્સર્ગ દ્રવ્ય છે જેનું શરીરમાં કોઇ કામ હોતું નથી. માંસાહાર, કઠોળ, બીન્સ, વટાણા, મસૂર, મશરૂમ, પાલક, ફ્લાવર, યીસ્ટ, ચોકલેટ, કોકો, ચા-કોફી વગેરેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવાથી પણ યુરિક એસિડ વધી શકે છે.

લોહીમાં યુરિક એસિડ વધવાનાં કારણો:

એકદમ અચાનક જ શરીરના સાંધાઓમાં અને તેમાં પણ ખાસ કરીને પગના અંગૂઠાના સાંધાઓમાં સૌથી વધારે દુખાવો થાય છે.આ દુખાવો એટલો અસહનીય હોય છે કે દર્દી સામાન્ય કામ પણ કરી શકતો નથી. જેમ કે પગનાં મોજાં પણ પહેરી શકતો નથી. શરૂઆતમાં આ દુખાવામાં વધઘટ થયા કરે છે. જેને ફરતો વા કહે છે. જેમાં પાંચ-સાત દિવસ દુખાવો રહે છે અને ફરી પાછો ઠીક થઈ જાય છે. આવું વારંવાર થઈ શકે છે.

યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે દર્દીને પથરીની સમસ્યા પણ થઈ શકે છે. જે દર્દીઓને ડાયાબિટીસ કે હૃદય સંબંધી બીમારીઓ હોય તેમને ગાઉટ થવાની શક્યતા વધારે રહે છે. સ્ત્રીઓ કરતાં પુરુષો માં આ સમસ્યા વધુ જોવા મળે છે. કેમકે પૂરૂષોમાં માત્ર એક જ એક્સ જનિન હોય છે જ્યારે સ્ત્રીઓમાં બે એક્સ જનિન હોય છે. પરિણામે માત્ર એક એક્સ જનિનની ખામી પૂરૂષોમાં ઝડપથી યુરિક એસિડ વધારી દે છે જ્યારે સ્ત્રીઓમાં અન્ય એક્સ-જનિન તંદુરસ્ત હોય તો આવું થવાની શક્યતા ઓછી રહે છે.

યુરિક એસિડના વધુ ઉત્પાદનની સાથે સાથે જ્યારે એનું ઉત્સર્જન ઘટી જાય ત્યારે વધુ મુશ્કેલી પડે છે. જેમના લોહીમાં યુરિક એસિડ વધી ગયું હોય એવા દર્દીમાંથી ૯૦ ટકા દર્દીઓમાં કિડનીની યુરિક એસિડ શરીર બહાર ફેંકી દેવાની બિનકાર્યક્ષમતા જવાબદાર હોય છે. કોઈ પણ કારણસર કિડનીનું કામ ખોરવાય જેમકે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર તો યુરિક એસિડ વધી જવાની શક્યતા રહે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *