મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ

Sharing post

મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ

નસ ચડી જવી એક ખૂબ જ સાધારણ પ્રકિયા છે, પરંતુ જ્યારે પણ શરીરમાં ક્યાંય પણ નસ ચડી જાય, જીવ જ કાઢી નાખે છે. આપણા માનવ શરીર ની રચના એ અદ્વિતીય છે એ તો તમે જાણતા જ હશો. વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધી જાય તો પણ આપણા શરીરની અમુક વસ્તુ આપણા શરીરમાં બેજોડ છે એટલે કે વિજ્ઞાન પાસે પણ એનો કોઈ જોડ નથી. આજે આપણે વાત કરવાના છીએ નસ પર નસ ચડી જવા વિશે. અથવા બીજા શબ્દોમાં આપણી કહીએ તો અંદર શરીરની રહેલી માંસપેશીઓ ટ્વીચ થઈ જાય છે.

ખોટી રીતે ઉઠવા કે બેસવા પર હાથ-પગની નસો ચઢી જાય છે. જેના કારણથી વ્યક્તિને ખૂબ દુખાવાનો અનુભવ થવા લાગે છે. આવા વખતે અચાનક જ તમને ખૂબ દુખાવો થવા લાગે છે અને આ દુખાવો અસહ્ય હોય તેવુ મહેસુસ થાય છે. મોટાભાગે આપણે પગ અથવા સાથળ મા આ સમસ્યા થતી હોય છે.આ સમસ્યા એ ખરેખર એક સાધારણ પ્રક્રિયા છે. પણ જ્યારે પણ આ પ્રક્રિયા થાય ત્યારે ખૂબ જ દુખાવો થાય છે અને કદાચ જો રાતના ઊંઘમાં પણ નસ ચડે તો આપણે સફાળા જાગી જવાય છે.

નસ ચડે ત્યારે થોડીક મિનિટો પૂરતું આપણને અસહ્ય દુખાવો થાય છે.જે ખરેખર અસહ્ય છે.પગ માં નસ પર નસ ચડવાના ઘણાં કારણો હોય છે. ક્યારેક અમુક ગોળી ખાવાથી જેમકે બ્લડપ્રેશરની અથવા કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આ સિવાય વધારે પડતું આલ્કોહોલ નું સેવન, ડાયાબિટીસ,ડાયરિયા, ડિહાઇડ્રેશન વગેરે પણ એક સમસ્યા હોઈ શકે છે.જો તમે પણ હાથ-પગની નસ ચઢવા પર દુખાવાથી પરેશાન થઇ જાવ છો તો અપનાવો આ ઉપાય અને થોડા જ સમય માં મેળવો રાહત.

આ સમસ્યાનો સામનો કરવાના ઘરેલુ ઉપાય:

શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે. અગમચેતી માટે સૂતા સમયે જ પગ નીચે તકિયો રાખીને સૂવાથી પણ અટકાવી શકાય છે.

જ્યારે નસ ચડી જાય તો તરત ધીમેથી સંકોચન વાળી પેશીઓ, તંતુઓ ઉપર ખેચાણ આપો અને તેલથી માલિશ કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી પ્રભાવિત ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે જેનાથી રોગીને તરત આરામ મળે છે.

નસ પર નસ ચડે ત્યારે આરામ કરવો અને પગને બને એટલી ઊંચાઈ પર રાખી શકાય. જ્યાં નસ ચડી હોય એ ભાગમાં ઠંડો બરફનો શેક કરવાથી પણ ફેર પડે છે. આલ્કોહોલ, નશીલા પદાર્થો, સિગરેટ તમાકુ વગેરે નું સેવન કરવું નહીં,આવા પદાર્થો નું સેવન કરવાથી આ સમસ્યા વધુ થાય છે.

ભોજનમાં લીંબુ પાણી, નારીયેલ પાણી, ફળો ખાસ કરીને મોસંબી, દાડમ, સફરજન, પપેયું, કેળા વગેરેનો ઉપયોગ કરવો. શાકભાજી માં પાલક, ટમેટા, સલાડ, ફળિયા, બટેટા, ગાજર, બીટ વગેરે નો ખુબ ઉપયોગ કરવો. ૨-૩ અખરોટ , ૨-૫ પીસ્તા, ૫-૧૦ બદામ, ૫-૧૦ સુકી દ્રાક્ષનું રોજ સેવન કરવાથી આ સમસ્યા માંથી કાયમ માટે છુટકારો મળે છે.

જો વજન વધારે પડતું હોય તો તેને ઘટાડવું જોઇએ.અથવા જોગિંગ કરવાથી પણ પગની નસો મજબૂત થાય છે.વધારે ફાઇબર વાળો ખોરાક લેવાનું વધુ પસંદ કરવું. જેમકે શાકભાજી, ઘઉંની બ્રેડ ફળો વગેરે. અને રિફાઇન્ડ ખોરાક ખાવાનો ટાળવો.

નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટવું આવું કરવાથી પણ દુખાવો દૂર થાય છે.મીઠા સિવાય કેળાનું પણ સેવન કરી શકાય. કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે.

નસ પર નસ ચડી જાય તો જે પગની નસ ચડી ગઈ હોય તે જ તરફનાં હાથની વચ્ચેની આંગળીનાં નખની નીચેનાં ભાગને દબાવી અને છોડી દેવુ આવું 3-4 વખત કરવાથી તરત જ આ સમસ્યા માં આરામ મળે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *