અમરત્વની આ જોરદાર ઔષધિથી ડાયાબિટીસ અને આંખના રોગથી જીવનભર છુટકારો

Sharing post

અમરત્વની આ જોરદાર ઔષધિથી ડાયાબિટીસ અને આંખના રોગથી જીવનભર છુટકારો

આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે અમૃતા, ગડુચી, છિન્નરુહા, ચક્રાંગી. ગિલોય એટલી ગુણકારી છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આયુર્વેદ જગતમાં તે તાવની મહાન ઔષધિ તરીકે ગણાય છે.આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો.

આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

ગળો ના આયુર્વેદિક ઉપયોગ

મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં

ગિલોય એક સાર્વત્રિક ઔષધિ છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તે એન્ટીઓકિસડન્ટોનો પાવરહાઉસ છે જે ફ્રી-રેડિકલ સામે લડે છે, તે કોષોને સ્વસ્થ રાખે છે અને રોગોથી મુક્તિ આપે છે. ગિલોય ઝેર દૂર કરવામાં મદદ કરે છે, લોહી શુદ્ધ કરે છે, બેક્ટેરિયા સામે લડે છે જે રોગોનું કારણ બને છે, અને પિત્તાશયના રોગો અને પેશાબની નળીઓના ચેપનો પણ સામનો કરે છે.

તાવની સારવાર કરી, પાચન સુધરે છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *