આ શક્તિશાળી ફળના સેવન માત્રથી માનસિક અને પિતના રોગ વગર દવાએ 100% જીવનભર ગાયબ

Sharing post

આ શક્તિશાળી ફળના સેવન માત્રથી માનસિક અને પિતના રોગ વગર દવાએ 100% જીવનભર ગાયબ

ચીકુ સવાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ચીકુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, વી સી, વગેરે પોષક તત્વો જોવા મળે છે. જો દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. ચીકુ ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારીઓ જલ્દી આવતી નથી. કાચાં ચીકુ બે સ્વાદ તેમજ પાકા ચીકુ ખૂબ મીઠાં અને સ્વાદિષ્ટ લાગે છે.

પાકાં ચીકુ નાસ્તા રૂપે અને ફળાહારમાં વપરાય છે.ચીકુ આહાર તરીકે ખૂબ ફાયદાકારક છે. ચીકુ ખાવાથી શરીરમાં એક જાતની તાજગી અને સ્ફૂર્તિ આવે છે. તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ છે, જે લોહીમાં ભળી જઈ તાજગી આપે છે. ચીકુ ખાવાથી આંતરડાની શક્તિ વધી તેને મજબૂત બનાવે છે.

ચીકુના ઝાડ માંથી ‘ચિકન’ નામનો પદાર્થ નીકળે છે. ચીકુના ઝાડની છાલ માંથી ચીકણો દૂધિયો રસચિકલ નામ નો ગુંદર કાઢવામાં આવે છે. અને તે ચાવવાથી ગુંદર “યુઇંગ ગમ” બને છે. એ નાની નાની વસ્તુઓ સાંધવા માટે વપરાય છે. ઉપરાંત દંતવિજ્ઞાન-સંબંધી વાઢકાપ (ડેન્ટલ સર્જરી)માં ‘ટ્રાન્સમિશન બેટ્સ’ બનાવવામાં તે વપરાય છે. ચીકુ નું લાકડું રાતું ભૂરું, કઠણ તેમજ બહુ ટકાઉ હોય છે.

ચીકુની છાલ બાધક, શક્તિવર્ધક અને તાવનાશક છે. તેની છાલમાં ટેનિન હોય છે. બી નું ધરુ કરીને તથા કલમ કરીને એમ બંને રીતે તેનું વાવેતર કરવામાં આવે છે.ચીકુના ફળ ઠંડાં, પિત્તશામક, પૌષ્ટિક, મીઠું અને રૂચિકારક છે. તેમાં સાકરનો અંશ વધારે છે. પચવામાં એ ભારે છે. ચીકુ સ્વાદ રૂચિકર હોઈ તાવના દર્દીઓ માટે પથ્યકારક છે. જમ્યા પછી જો ચીકુ લેવામાં આવે તો ચોક્કસ ફાયદો કરે છે. તાજાં અને પાકાં ચીકુ શરીરને ખૂબ જ ફાયદાકારક છે.

ચીકુ ખાવાના ફાયદા:

ચીકુ ને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ સાકર સાથે ખાવાથી ધાતુ પુષ્ટિ થાય છે તેમ જ પેશાબની બળતરા મટે છે. ચીકુની છાલનો ઉકાળો ઝાડામાં અને તાવમાં અપાય છે. ચીકુ બરાબર પાકેલા જ ખાવાં જોઈએ. કાચાં ચીકુ ખાવા નહિ. કાચાં ચીકુ કબજિયાત કરે છે અને પેટમાં ભારે પડી દુખાવો પણ કરે છે. બરાબર ચાવ્યા સિવાય કે વધારે પડતાં ચીકુ ખાવાથી પણ ભારે પડે છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે ચીકુના ફળમાં જૂજ પ્રમાણમાં “ઍપોટિન’ નામનું તત્ત્વ હોય છે. ચીકુના બી મૃદુ રેચક અને મૂત્ર કારક ગણાય છે. તેના બીમાં ‘ઑપોનિન’ તેમજ ‘ઑપોટિનિન’ નામનું કડવું તત્વ હોય છે. ચીકુના ફળમાં ઇકોતેર ટકા પાણી, દોઢ ટકા પ્રોટીન, દોઢ ટકા ચરબી અને સાડા પચીસ ટકા કાર્બોહાઇડ્રેટ છે. ઉપરાંત તેમાં વિટામિન ‘ એ ‘ સારા પ્રમાણમાં અને વિટામિન ‘સી’ થોડા પ્રમાણમાં છે. વળી ચીકુના ફળમાં ચૌદ ટકા શર્કરા હોય છે. તેમાં ફૉસ્ફરસ અને લોહ પણ સારા પ્રમાણમાં હોય છે તેમ જ ક્ષારનું પણ થોડોક ભાગ હોય છે.

ચીકુમાં રહેલું કેલ્શિયમ હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. ચીકુથી ગ્લુકોજ મળે છે જે શરીરને તરત જ ઉર્જા આપવાનું કામ કરે છે. જે લોકો રોજ એક્સરસાઈજ કરે છે તેમને ઉર્જાની ખુબજ જરૂર હોય છે તેથી આ લોકોએ ચીકુ રોજ ખાવા જોઈએ. ચીકુમાં વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. અને આ આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

આ હૃદયને લગતા રોગોથી પણ બચાવે છે. જે મહિલા ગર્ભવતી હોય તેણે ખાસ ચીકુ ખાવા જોઈએ કારણ કે તેમાથી નબળાઈ, ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફ ઉત્પન થતી નથી. તેનું કારણ એ છે કે તેમાં વધુપ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે.ચીકુ ત્વચા માટે ફાયદાકારી હોય છે. અને તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ ચમક કાયમ રહે છે. તેમજ કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.ચીકુ વજન ઓછુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં સ્ફુર્તિ કાયમ રાખવામાં મદદ કરે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *