આ જબરજસ્ત ઉપાયથી તીખા મરચાં કાપ્યા પછી ક્યારેય પણ નહીં બળે હાથ

Sharing post

આ જબરજસ્ત ઉપાયથી તીખા મરચાં કાપ્યા પછી ક્યારેય પણ નહીં બળે હાથ

ઘણી વખત લીલા કે લાલ તીખા મરચાને કાપ્યા પછી હાથમાં ખૂબ જ બળતરા થતી હોય છે. અને બે દિવસ સુધી હાથ બળ્યા કરે છે. અને જો હાથ ભૂલથી પણ ચહેરા પર લાગી જાય તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. અને જો હાથ ગેસની નજીક લઇ જઈએ તો ખુબ જ બળતરા થાય છે. ઘણીવખત તીખા હાથ આંખ,નાક કે ચહેરા પડી ભૂલથી પણ અડી જાય તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. અને જો ઘરમાં નાના બાળકો હોય તો તેને અડવાથી તેને પણ બળતરા થવા લાગે છે. હાથમાં બળતરા ઓછી થતી નથી. હાથ માં બળતરા ઓછી કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જે આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ઘણી વખત રસોડામાં આપણે લીલા મરચાં કે લાલ મરચાં કાપતા હોય અને જો તે તીખા હોય તો હાથ માં ઘણી વખત ખૂબ જ જલન થાય છે. અને મરચા વાળા હાથ જો શરીરના કોઈપણ જગ્યાએ અડી જાય તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. આ જલનથી મુક્તિ મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ટિપ્સ બતાવીશું તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.

એલોવેરા જેલ એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો હાથમાં ખૂબ જ બળતરા થતી હોય તો બળતરાને ઓછી કરવા માટે એલોવેરા જેલ લગાવો. એલોવેરા જેલનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ એક એલોવેરા નું પાંદડું લઇ તેની બાજુમાંથી કાંટા કાઢી લો. અને ઉપરની છાલ કાઢી લો ત્યારબાદ અંદર વચ્ચે આવેલો જેલ જેવો ભાગ હાથ પર થોડીવાર માટે મસાજ કરો. આમ કરવાથી જલ્દી જ બળતરા બંધ થઈ જશે અને કોઈ નુકસાન પણ નહીં થાય.

મરચા કાપવાના લીધે થતી બળતરાને દૂર કરવા માટે દહીં પણ ખૂબ જ કારગર ઉપાય છે. દહીં, દૂધ કે માખણ હાથ પર થોડીવાર સુધી મસાજ કરવાથી બળતરા ઓછી થઇ જાય છે. અને ધીમે ધીમે બળતરા બંધ થઈ જાય છે. આ ઉપરાંત આપણે ઘણી વખત બળતરાને ઓછી કરવા માટે મધથી પણ હાથમાં મસાજ કરતા હોઈએ છીએ. મધથી પણ બળતરા ઓછી થાય છે.

આ ઉપરાંત જો ખૂબ જ હાથ બળતા હોય તો બરફ નો ટુકડો બહુ જ કારગર ઉપાય છે. એટલે બરફ ને હાથ પર થોડીવાર સુધી મસાજ કરવાથી હાથમાં થતી જલન દૂર થઈ જશે. આ ઉપરાંત જૂનો અને જાણીતો નુસખો છે લીંબુ. લીંબુ નો ટુકડો હાથ પર ઘસવાથી હાથમાં રહેલી તીખાશ તરત જ દુર થઇ જાય છે. લીંબુથી તીખાશ દૂર થઈ જાય છે. અને ધીમે ધીમે હાથ બળતા બંધ થઈ જાય છે. આ ઉપરાંત ઘી કે તેલ પણ હાથ પર લગાવવાથી બળતરા ઓછી થાય છે.

ઘણી વખત જ્યારે આપણે લીલા મરચાં આપતા હોઈએ છીએ, ત્યારે મરચાં કાપતા પહેલા સરસવ તેલ કે કોઈપણ રસોઈનું તેલ ને હાથ પર લગાવી ત્યાર પછી જો મરચા કાપવામાં આવે તો કોઈપણ જાતની હાથ માં બળતરા થતી નથી. અને આ સૌથી આસાન ઉપાય છે. જ્યારે પણ મરચા કાપતા હોય ત્યારે હાથમાં મોજા પહેરવાથી પણ બળતરા થતી નથી. કારણ કે મરચું ડાયરેક્ટ હાથ સાથે સંપર્કમાં આવતું નથી. આ ઘરેલૂ ઉપાયથી કોઈપણ આડઅસર થતી નથી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *