પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે આ યુવતી? પ્રેમ માટે બધા જ બંધનો તોડ્યા, દેશ છોડ્યો છતાં પણ કરવામાં આવી રહી છે ટ્રોલ

Sharing post

પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે આ યુવતી? પ્રેમ માટે બધા જ બંધનો તોડ્યા, દેશ છોડ્યો છતાં પણ કરવામાં આવી રહી છે ટ્રોલ

એવું કહેવાય છે કે પ્રેમ રૂપ, રંગ, નાત-જાત, અને શરીર જોઈને નથી કરવામાં આવતો, પરંતુ આપણા સમાજની અંદર આજે પણ ઘણા લોકો એવા છે જે આવા બંધનોમાં માનતા હોય છે, લગ્ન કરવાના સમયે રૂપ, રંગ, દેખાવ, વજન, ઊંચાઈ અને એવી તો ઘણી બાબતો જોવામાં આવતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટના ચર્ચાઈ રહી છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

એવું કહેવામાં આવે છે કે જે લોકો પ્રેમ કરે છે તેમને દેખાવ, સ્થૂળતા, ઉંમર અથવા જાતિસાથે કોઈ લેવાદેવા નથી. આ વાત ઓસ્ટ્રેલિયાની 26 વર્ષની સિએના કીરા પર એકદમ ફિટ બેસે છે. સીનાએ તેના 27 વર્ષના બોયફ્રેન્ડ જ્યોર્જ કીવુડ માટે દેશ છોડી દીધો હતો. પરંતુ તેમ છતાં લોકોને તેમનો પ્રેમ બનાવટી લાગી રહ્યો છે.

સીના હવે ઓસ્ટ્રેલિયા છોડીને જ્યોર્જ સાથે બ્રિટનમાં રહેવા લાગી છે. પરંતુ સ્લિમ ટ્રીમ અને ખૂબ જ સુંદર સીનાની સરખામણીમાં જ્યોર્જના જાડા શરીરને કારણે લોકો સોશિયલ મીડિયા પર આ કપલને ખૂબ ટ્રોલ કરે છે. યુઝર્સ તેને બનાવટી, સ્ટન્ટ અને મેલ વગરનું કપલ કહેતા રહે છે.

પરંતુ લોકોની ચિંતા કર્યા વગર જોર્જ અને સીનાએ લગ્ન કરી લીધા અને હવે તેમનું એક બાળક પણ છે. તે આજે પણ પેહલાની જેમાં જ એકબીજાને પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. જેને હાજારો લોકો લાઈક પણ કરે છે.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે આ બંનેની મુલાકાત ઇન્સ્ટાગ્રામ ઉપર થઇ હતી. થોડા દિવસની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમનો પર્વનો ચઢ્યો અને તેમને મળવાનો પ્લાન બનાવ્યો. તેમની મુલાકાત બાદ જયારે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર તેમની તસવીરો શેર કરી ત્યારે લોકોએ તેમને ખુબ જ ટ્રોલ કર્યા હતા.

લોકોએ જોર્જના મોટાપાના કારણે આ જોડીને મેળ વગરની જોડી જણાવી. લોકોનું કહેવું હતું કે જોર્જ જ્યાં 140 કિલોનો છે ત્યાં સીના બહુ જ સ્લિમ અને સુંદર છે. એવામાં આ બંનેનું અફેર માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ છે. જો કે ટ્રોલર્સની ચિંતા કર્યા વગર આ કપલે લગ્ન કરી લીધા અને આજે તેમનો એક પ્રેમાળ દીકરો પણ છે.

બીબીસીના એક પ્રોગ્રામની અંદર વાત કરતા કિરાએ કહ્યું હતું કે જોર્જ જ તેનો ડ્રિમ મેન છે અને તે તેની સાથે ખુબ જ ખુશ છે.આ કપલે પોતાના પ્રેમને સાચો ગણાવ્યો છે અને જણાવ્યું કે તેમના બેમાંથી કોઈ કોઈને કંટ્રોલ નથી કરતું. સીના કહે છે કે તેને હંમેશા જાડા છોકરાઓમાં દિલચસ્પી રહી છે. તેમનું આંતરિક સંબંધોનું જીવન પણ સારું છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!