ગુજરાત માં આવેલ એવું ધામ કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ દુઃખી પોતાના ઘરે પાછો નથી જતો . ત્યાં જવાથી તેના બધા જ દુઃખ દૂર થાય છે.

ભાવનગરના ભગુડા ધામમાં કે જ્યા આહીરોના કુળદેવી માં મોગલ બિરાજમાન છે. ભગુડા ધામે માં મોગલ હાજરો હજુર બિરાજમાન છે. ભગુડા ધામમાં મોગલના દર્શન કરનાર દરેક વ્યક્તિના બધાં જ દુઃખ દૂર થઇ જાય છે. લોકો પોતાની જુદી જુદી માનતા લઈને માં મોગલના દરવાજે આવે છે. માં મોગલ પોતાના દરવાજે આવતા કોઈ પણ ભક્તને કયારેય ખાલી હાથે પાછા નથી જવા દેતા.
લોકો અહીં સંતાનપ્રાપ્તિ, લગ્ન, નોકરી અને બીજી ઘણા પ્રકારની બાધા લઈને આવે છે. માં મોગલ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલના દરવાજે આવતો કોઈ પણ ભક્ત કયારેય ખાલી હાથ પાછો નથી ફરતો. દેશ વિદેશથી પણ લોકો માં મોગલના દર્શન કરવા માટે ભગુડા ગામે આવે છે.
જે વ્યક્તિની આસ્થા એકવાર માં મોગલમાં બેસી જાય તો તે વ્યક્તિને માં મોગલ પોતાનું બાળક માની લે છે અને જેમ એક માતા પોતાના બાળકોને તકલીફમાં નથી જોઈ શકતી તેમ માં મોગલ પણ પોતાના બાળકોને કયારેય તકલીફમાં નથી જોઈ શકતા.