બિગબોસ ફેમ ઉર્ફી જાવેદે શેર કરી દીધી એવી તસવીરો કે લોકો થયા બેકાબૂ, યુઝર્સ બોલ્યા- ઉર્ફી તારો વોટ્સએપ નંબર આપ

Sharing post

માંડ માંડ પેન્ટને સંભાળતી જોવા મળી ઉર્ફી જાવેદ, તસવીરો જોઇ એક યુઝર બોલ્યો- રોજ આના કપડા ટૂંકા ટૂંકા થઇ રહ્યા છે, આ ઠીક વાત નથી

 

“બિગબોસ ઓટીટી”થી ફેમસ બનેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. જ્યારથી ઉર્ફી બિગબોસ હાઉસમાંથી બહાર આવી છે ત્યારથી તે તેના વિચિત્ર આઉટફિટના કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. ઉર્ફીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે રેડ કલરના ક્રોપ ટોપ અને જીન્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ગોગલ્સ પણ કેરી કરેલા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્ફીની તસવીરો પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તસવીરોમાં ઉર્ફી જાવેદ એક હાથથી તેના સરકતા પેન્ટને ખેંચતી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફીની તસવીરો પર કમેન્ટ કરતાં એક વ્યક્તિએ કહ્યું- પહેલીવાર તેણે કંઈક સારુ પહેર્યું છે. બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફે જાવેદ હવે સોશિયલ મીડિયા પર દરરોજ તેના લેટેસ્ટ ફોટોશૂટ શેર કરે છે, જે વાયરલ થતા રહે છે. આજે પણ ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે.

કેટલાક લોકો તેના ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેને હંમેશાની જેમ તેને ટ્રોલ કરી રહ્યા છે, ઉર્ફીએ ક્રોપ ટોપ સાથે બ્લુ ડેનિમ કેરી કર્યું છે. સામે આવેલી આ તસવીરોમાં ઉર્ફી એકદમ ફ્રેશ લાગી રહી છે. તસવીરોમાં ઉર્ફી જાવેદ સનબાથ લેતી જોવા મળી રહી છે અને આ તસવીરનું કેપ્શન બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા ઉર્ફી જાવેદે લખ્યું છે કે, ‘અત્યારે વાત નથી કરી શકતી, માત્ર WhatsApp.’ બસ પછી શું…

ઉર્ફી જાવેદની આ તસવીરો પર લોકોએ કોમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અરે તો રાહ શું જુઓ છો… તમારો વોટ્સએપ નંબર શેર કરો…’ બીજી તરફ, ચાહકો પણ ઉર્ફીની આ તસવીરોના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું- પેટ ખેંચીને ફોટોગ્રાફ લેવાની જરૂર નથી. તમે જેમ છો તેમ સારા છો. એક વ્યક્તિએ કહ્યું- દિવસે ને દિવસે તમારા કપડા ઘટી રહ્યા છે, આ યોગ્ય નથી.

ઉર્ફીનો ડ્રેસ જોઈને એક યૂઝરે કહ્યું- તે દિવસેને દિવસે કપડા ઓછા કરી રહી છે. એકે કહ્યું- તેમના કપડાં કોણ સીવે છે ? એકે પૂછ્યું- માત્ર એક પટ્ટીમાં આટલો વિશ્વાસ રાખવો યોગ્ય નથી. એકે કહ્યું- તેમને એરપોર્ટ પર એન્ટ્રી પણ ન મળવી જોઈએ. ઉર્ફીની તસવીરો જોઈને કેટલાક તેને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેના લુકના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકોએ ઉર્ફીના કપડા જોઈને ફાયર અને હાર્ટ ઈમોજી શેર કર્યા છે.

ઉર્ફી જાવેદ આજકાલ ઈન્ટરનેટ સેન્સેશન છે. તે ગ્લેમરસ તસવીરો સાથે વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે. જ્યારથી ઉર્ફી બિગ બોસના ઘરમાંથી બહાર આવી છે ત્યારથી તે તેના આઉટફિટને લઈને ચર્ચામાં છે. ક્યારેક તે એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી તો ક્યારેક તે હાફ ઓપન પેન્ટમાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા ઉર્ફી બેકલે ડ્રેસમાં તેની પીઠ બતાવતી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદે 2016માં સોની ટીવીના શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉર્ફીએ ‘મેરી દુર્ગા’, ‘સાત ફેરો કી હેરા ફેરી’, ‘બેપનાહ’, ‘જીજી મા’, ‘દયાન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં તેના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!