બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન કરતી વખતે આવી હતી અભિનેત્રીની હાલત, આશ્રમની અભિનેત્રીએ કર્યો ખુલાસો

Sharing post

બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન કરતી વખતે આવી હતી અભિનેત્રીની હાલત, આશ્રમની અભિનેત્રીએ કર્યો ખુલાસો

બાબા જોડે રંગરેલિયા મનાવીને આવી હાલત થઇ ગઈ, જુઓ તસવીરો

અત્યારના સમયમાં ફિલ્મો કરતા પણ દર્શકો વેબ સિરીઝ માણવાનું પસંદ કરતા હોય છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણી વેબસીરીઝ પ્રસારિત પણ કરવામાં આવે છે અને તેમાંથી ઘણી સિરીઝ ખુબ જ ચર્ચામાં પણ રહેતી હોય છે. એવી જ એક સિરીઝ આવી હતી “આશ્રમ”

આશ્રમ વેબ સિરીઝના બે સીઝન પ્રસારિત થઇ ચુક્યા છે અને હજુ દર્શકો ત્રીજા સીઝનની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝમાં મુખ્ય પાત્ર તરીકે અભિનેતા બોબી દેઓલ બાબા નીરાલાના રૂપમાં જોવા મળે છે. સાથે જ આ સિરીઝમાં કેટલાક ઇન્ટીમેન્ટ સીન પણ ફિલ્માવવામાં આવ્યા છે.

 

આ વેબ સિરીઝમાં અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ ખુબ જ સુંદર અભિનય કર્યો છે અને તેને પણ બાબા સાથે ઘણા જ ઇન્ટીમેન્ટ સીન આપ્યા છે. પરંતુ ત્રિધા માટે આ ઇન્ટીમેન્ટ સીન આપવા એટલું સહેલું નહોતું. કારણ કે બોબી દેઓલ બોલીવુડમાં ખુબ જ મોટું નામ ધરાવતો અભિનેતા હતો

અને તેની સામે ત્રિધાને આવા સીન આપવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વાત ખુદ ત્રિધાએ જ જણાવી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ત્રિધાએ જણાવ્યું હતું કે “ઇન્ટીમેન્ટ સીન શૂટ કરવા સમયે બોબી દેઓલે તેની ખુબ જ મદદ કરી હતી. તેને શૂટિંગ પહેલા સારું વાતાવરણ ઉભું કર્યું. જેના કારણે મારી બધી જ નર્વસનેસ દૂર થઇ ગઈ હતી.”

 

ત્રિધાએ આગળ જણાવ્યું હતું કે આશ્રમના ડાયરેક્ટર પ્રકાશ ઝાએ પોતે જ તેને આ વેબ સિરીઝની ઓફર આપી હતી. પ્રકાશ ઝાએ તેની પ્રોફાઈલ જોઈ હતી. ત્યારબાદ તેમને ત્રિધા સાથે વાત કરી હતી.

ત્રિધા ચૌધરીએ આશ્રમ વેબ સિરીઝ માટે ઓડિશન નહોતું આપ્યું. પ્રકાશ ઝાને તેની પ્રોફાઈલ પસંદ આવવાના કારણે તમેને આ વેબ સિરીઝમાં કામ આપ્યું હતું. ત્રિધા માધુરી દીક્ષિતને પોતાની આઇડિયલ માને છે અને તેની જેમ જ ફિલ્મો દુનિયામાં નામ મેળવવા માંગે છે.

ઇન્ટરવ્યૂની અંદર ત્રિધાએ કહ્યું હતું કે, “બોલ્ડ સીન કરવા માટે તેને કોઈ આપત્તિ નહોતી, પરંતુ તે બ્રાન્ડ અને બેનર જોઈને જ કોઈની સાથે કામ કરે છે. ત્રિધાએ જણાવ્યું હતું કે તે પહેલા જુએ છે કે શો અથવા ફિલ્મના ડાયરેક્ટર કોણ છે. તેના કો-સ્ટારનો સ્વભાવ કેવો છે. ત્રિધાએ જણાવ્યું કે બધું જ વાર્તાનો એક ભાગ છે. હું તો ફક્ત મારી નોકરી કરી રહી છું. મેકર્સ મને તેના માટે પૈસા આપી રહ્યા છે.”

ત્રિધાના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ તેના આશ્રમના બોલ્ડ સીનને પસંદ કર્યા તો કેટલાકે વિરોધ પણ કર્યો. ત્રિધનું કહેવું છે કે હું તો એમ જ કહીશ કે એકવાર પોતે કેમેરાની સામે આવો. સમજો કે કામ કેવી રીતે થાય છે. ત્યારબાદ જ કોઈની આલોચના કરો.

ત્રિધા અને બોબી દેઓલની કેમેસ્ટ્રીને પણ આશ્રમ વેબ સિરીઝમાં દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. પશ્ચિમ બંગાળની રહેવા વાળી ત્રિધાએ પોતાના કેરિયરની શરૂઆત 2013માં બંગાળી ફિલ્મ “મિશૌર રોહોસ્યો” દ્વારા કરી હતી. તો ટીવીની દુનિયામાં ત્રિધા 2016માં આવેલી સ્ટારપ્લસની ધારાવાહિક “દાહલીજ” દ્વારા ડેબ્યુ કર્યું હતું.

2017માં ત્રિધાએ “સ્પોટલાઇટ” નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું, જેમાં તેનો બેડરૂમ સીન ખુબ જ વાયરલ થયો હતો. ખુબ જ સુંદર અદાઓ અને અભિનયના કારણે ત્રિધને કોલકાતા ટાઈમ્સ ફ્રેશ ફ્રેશ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ગયા વર્ષે ત્રિધાએ આશ્રમ વેબ સિરીઝ ઉપરાંત બન્દિશ બેન્ડિટ પણ કામ કર્યું હતું. ત્રિધાના વરકફ્રન્ટની જો વાત કરવામાં આવે તો વેબ સિરીઝ આશ્રમના ત્રીજા સીઝન ઉપરાંત તે સંજય દત્ત અને રણબીર કપૂરની ફિલ્મ “શમશેરા”માં પણ નજર આવશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!