ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સ દ્વારા આચરાયું કૌભાંડ, ડો.કનુ કલસરિયાનો આક્ષેપ

Sharing post

ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સ દ્વારા આચરાયું કૌભાંડ, ડો.કનુ કલસરિયાનો આક્ષેપ

 

બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની તથા કંપનીના ડાયરેકટરો અને પરિવારજનોએ ન્ૈંઝ્ર હાઉસીંગ ફાયનાન્સીયલ લી. કંપનીના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવાના ઇરાદે ગેરકાયદે ગાંધીનગરના અગોરા મોલના બાંધકામને ૪૫ યુનિટ તરીકે દર્શાવ્યા હતા. જેમાં મોલના હયાત બાંધકામ કરતા ત્રણથી ચાર ગણું વધારે એટલે કે ૭૨ હજાર ચોરસ મીટર બાંધકામ બતાવી ટાઇટલ મેળવીને મોર્ગેજ કરીને રૃ.૪૦૧.૭૦ કરોડની લોન મંજુર કરાવીને ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું મસમોટું કૌભાડ આચર્યું હોવાનો સણસણતો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને સામાજિક કાર્યકર ડો.કનુ કલસરિયાએ કર્યો છે.

આગામી સમયમાં તેઓ આ મામલે બિલ્ડર સામે ઝ્રમ્ૈં અને ઝ્રૈંડ્ઢ ક્રાઇમમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવા માગ કરશે. ડો.કનુ કલસરિયાએ કરેલા આક્ષેપમાં જણાવ્યું છે કે બાલાજી અગોરા ગ્રૃપના બિલ્ડર આશિષ શાહ ડાયરેકટર પત્ની બિનિતા શાહ અન્ય ડાયરેકટરો તથા પરિવારજનોએ વડોદરામાં એક સ્કીમ માટે ન્ૈંઝ્ર હાઉસીંગ ફાયનાન્સ લી. કંપની પાસેથી રૃ.૪૦૧.૭૦ કરોડની લોન મંજૂર કરાવી હતી.

આ લોન માટે તેમણે વડોદરાની સબરજીસ્ટ્રાર ઓફિસની કચેરીમાં મોર્ગેજ ડીડમાં સિક્યોરીટી પેટે મિલકત મોર્ગેજ કરી હતી. જેમાં વડોદરાના અગોરા સિટી સેન્ટરની મિલ્કતો મહેસાણાની બાલાજી સ્ટેટસની મિલકતો અને ગાંધીનગરના સુઘડમાં ૧૪ ૬૭૦ સ્કેવર મીટરની જમીન ઉપર બાંધેલા અગોરા મોલની કોર્મિશયલ બાંધકામવાળી મિલક્તને સિક્યુરિટી તરીકે મોર્ગેજ કરી હતી.

જોકે ગાંધીનગરના અગોરા મોલને બાંધકામ માટે ૧૬ ૯૯૬ સ્કવેર મીટર બાંધકામ મંજુર કરેલું હોવા છતાં તેને ૭૨ ૯૮૩ સ્કવેર મીટર બાંધકામ બતાવીને લોન મંજુર કરાવીને છેતરપિંડી આચરી છે. જો ખરેખર બાંધકામની જગ્યા બતાવે તો માંડ ૬૦ થી ૭૦ કરોડની જ લોન મળે તેમ હતી. ન્ૈંઝ્રના ભ્રષ્ટ અધિકારીઓ બિલ્ડરો તથા અન્યો સામે ઝ્રમ્ૈં અને રાજ્યના ઝ્રૈંડ્ઢ ક્રાઇમમાં ફરિયાદ કરીશું.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!