જો આ વખતે સ્વતંત્રતા દિવસ પર વક્તૃત્વ સ્પર્ધામાં લીધો છે ભાગ ? તો આ રહી તમારી સ્પીચ-Independence Day 2021

Sharing post

Independence Day 2021 Speech in Gujarati language : જો આ વખતે સ્વતંત્રતા દિવસ પર વક્તૃત્વ સ્પર્ધામાં લીધો છે ભાગ ? તો આ રહી તમારી સ્પીચ

Independence Day 2021 Speech in Gujarati: સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે

પ્રતિકાત્મક તસવીર

કોરોનાકાળમાં શાળાઓમાં થતી ઉજવણીઓ પર રોક લાગી ગઈ છે. પરંતુ આ ડિજિટલ યુગમાં દરેક વસ્તુનો એક બીજો વિકલ્પ જરૂર હાજર હોય છે. કોરોના મહામારી વચ્ચે ભલેને શાળાઓમાં ઉજવણીના કાર્યક્રમો ન થતાં હોય પરંતુ, ઇન્ટરનેટના મધ્યમથી ઉજવણીઓએ ડિજિટલ રૂપ લઈ લીધુ છે. સ્વતંત્રતા દિવસ (Independence Day 2021) પરના વિષય પર અલગ અલગ પ્રકારની કૃતિઓ, નિબંધો અને વિડીયો સ્વરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું પણ શાળાઓ દ્વારા આયોજન થઈ રહ્યું છે.

જો તમે પણ આવી રીતે શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ભાગ બન્યા છો, તો અમે અહી આપના માટે એક સ્પીચ (Independence Day 2021 Speech in Gujarati) તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. જેની મદદથી તમે તમારી શાળામાં થતાં સ્વતંત્રતા દિવસના રૂબરૂ કે ડિજિટલ ઉજવણીના કાર્યક્રમોમાં સારો દેખાવ કરી શકશો.

15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ

મારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી, શિક્ષક ગણ તેમજ મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. હું આજે આપની સમક્ષ 15 મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ વિશે બે શબ્દો રજૂ કરીશ. આશા છે આપ શાંતિથી મારી વાતને સાંભળશો.

15 મી ઓગષ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મુખ્ય ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે : 15 મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે અને બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી.

200 વર્ષ સુધી ભારતમાં અંગેજોનું શાસન હતું આપણાં ભારત દેશને પંદરમી ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મળી હતી. જેની ઉજવણી રૂપે આઝાદીનું પર્વ સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાય છે.

સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે તેમજ દેશની જનતાને પ્રજાજોગ સંદેશ પાઠવે છે. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે.

સુરક્ષા દળો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે. ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળ સાથે મળીને તેમની શક્તિનું પ્રદર્શન કરે છે. દરેક રાજ્યના મુખ્યપ્રધાનો દ્વારા આવી જ રીતે રાજ્યના રાજધાની સ્થળે ધ્વજવંદન કરવામાં આવે છે.

આ૫ણા ગુજરાતમાં દર વખત અલગ-અલગ જિલ્લાઓમાં ક્રમાનુસાર રાજય કક્ષાનો 15મી ઓગષ્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાજયના મુખ્યપ્રધાનના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યાંના લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા પરેડ પણ કરવામાં આવે છે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે.

દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા અને આઝાદી પ્રદાન કરવા અનેક શહિદોને બલિદાનો આપ્યા છે. અનેક વીર જવાનોએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર આઝાદી માટે જીવન ન્યોછાવર કર્યા છે ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે.

આઝાદ ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. દેશની રક્ષા માટે પોતાના જીવના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું દેશમાં રહેલા દરેક નાગરિકોએ સમ્માન કરવું જોઈએ. દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ના ભૂલી શકીએ.

બસ, આટલું કહી હું મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!