અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડના પોપ્યુલર મેરિડ કપલમાંથી એક છે. બંનેએ જાન્યુઆરી 2001માં લગ્ન કર્યા હતા. જેની લવ સ્ટોરીથી લગ્ન સુધીની સફર ઘણી રસપ્રદ છે. અક્ષય અને ટ્વિંકલની મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અક્ષયને તો પહેલી નજરમાં જ ટ્વિંકલને દિલ દઈ બેઠો હતો. જો કે બંનેનો પ્રેમ ઈન્ટરનેશનલ ખેલાડી ફિલ્મના શૂટિંગ દરમિયાન પાંગર્યો હતો.
ટ્વિંકલ ત્યારે એક લાંબી રિલેશનશિપમાંથી બહાર નીકળી હતી. એવામાં માઈન્ડ ફ્રેશ કરવા અને એન્જોય કરવા માટે બીજા સંબંધ ઈચ્છતી હતી. ત્યારે ટ્વિંકલે અક્ષયને 15 દિવસ માટે પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. જો કે તેને 15 દિવસમાં જ અક્ષય પસંદ આવી ગયો હતો. એ સમયે ટ્વિંકલની ફિલ્મ મેલા રિલીઝ થવાની હતી. ટ્વિંકલે અક્ષયને કહ્યું હતું કે જો આ ફિલ્મ ફ્લોપ થશે તો તે તેની સાથે લગ્ન કરી લેશે. જે બાદ આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી અને તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
લગ્ન કરતા પહેલાના એક વર્ષ સુધી બંને લીવ ઈન રિલેશનશિપમાં રહ્યાં હતા. આ આઈડિયા ટ્વિંકલની મમ્મી ડિમ્પલ કાપડિયાનો હતો. ડિમ્પલે અક્ષયને કહ્યું હતું કે લગ્ન પહેલા 1 વર્ષ સુધી લીવમાં રહ્યાં બાદ જ તે લગ્ન માટે અનુમતી આપશે. બધુ બરાબર ચાલ્યું તો તે લગ્ન માટે હા પાડી દેશે.
લગ્ન બાદ 2002માં દિકરા આરવનો જન્મ થયો હતો. જ્યારે 2012માં દિકરી નિતારાનો જન્મ થયો હતો. નિતારાના જન્મ પહેલા ટ્વિંકલે એક શરત રાખી હતી કે જો તુ ઢંગની ફિલ્મ કરવાનું શરૂ કરી દેશે તે બાદ જ બીજા બાળકનું પ્લાનિંગ કરશે. અક્ષયએ પત્નીની શરત માનીને સમજી વિચારીને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું નક્કી કર્યું હતું.
અક્ષય અને ટ્વિંકલનો એક કિસ્સો ઘણો ફેમસ છે. જેમાં તેને બચાવ્યું હતું કે લગ્નની પહેલી રાતે તેને પત્નીની એક વાત વિશે જાણકારી મળી હતી. આ કિસ્સો તેને કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં સંભળાવ્યો હતો. શોમાં અર્ચના પૂરન સિંહે અક્ષયને કેટલાક સવાલો કર્યા હતા. જેનો અક્ષયએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
અર્ચનાએ પહેલો સવાલ કર્યો હતો કે શું તમે કિંગ સાઈઝ લાઈફ જીવો છો? જેના પર અક્ષયે કહ્યું કે ના…. બીજુ સવાલ પૂછ્યો કે જ્યારે તમારો અને ટ્વિંકલનો ઝઘડો થાય તો કોણ જીતે છે. તો અક્ષયે કહ્યું કે ટ્વિંકલ જીતી જાય છે. તેને પોતાની પત્ની વિશેને ખુલાસો કરતા કહ્યું કે લગ્નની પહેલી રાતે જ તે સમજી ગયા હતા કે ઝઘડામાં તે પત્ની સામે ક્યારેય નહીં જીતી શકે…