અહી આવેલ છે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ, તેની એક ઝલક જોઈ તમે દિવાના થઈ જશો.

Sharing post

અહી આવેલ છે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ, તેની એક ઝલક જોઈ તમે દિવાના થઈ જશો.

દુનિયાના અલગ-અલગ દેશોમાં અનેક નોખા-અનોખા સ્વિમિંગ પૂલ જોયા હશે. આ સ્વિમિંગ પૂલ પોતાની સુંદરતા અને ભવ્યતાને કારણે ઈન્ટરનેશનલ લેવલે ચર્ચામાં છે. દુબઈમાં દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ આ સ્વિમિંગ પૂલની અંદર એપાર્ટમેન્ટ, હોટલ અને દુકાનો પણ છે.

દુબઈની નજીક આવેલા નાદ અલ શેબા વિસ્તારમાં ‘ડીપ ડાઈવ દુબઈ’ના નામથી આ સ્વિમિંગ પૂલ તૈયાર કરાયો છે. જેની ઊંડાઈ 60.02 મીટર છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે પણ ડીપ ડાઈવ દુબઈને વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ ગણાવ્યો છે.

એક સ્વિમિંગ પૂલની અંદર આટલું બધુ

આ સ્વિમિંગ પૂલની ક્ષમતા 1 કરોડ 40 લાખ લીટર પાણીની છે, જે ઓલમ્પિક સાઈઝના 6 સ્વિમિંગ પૂલની બરોબર છે. 1500 વર્ગ મીટરમાં ફેલાયેલા આ વિસ્તારનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ મેઈનટેઇન કરાયું છે.

સ્વિમિંગ પૂલમાં ડાઈવિંગ માટે એક દુકાન છે. સાથે જ એક ગિફ્ટ શોપ પણ છે. જેની અંદર એક રેસ્ટોરાં છે જે 2021ના અંત સુધીમાં ખુલી જશે. પૂલની અંદર બે રૂમ પણ છે. આ ઉપરાંત 6 અને 21 મીટરના અંતરે બે રૂમ છે જે સૂકાં છે. એટલે કે આ રૂમની પાણી બિલકુલ જ નથી.

દર 6 કલાકે ફિલ્ટર કરવામાં આવશે પાણી

પૂલના પાણીને દર છ કલાકે ફિલ્ટર કરવામાં આવશે. તેના માટે NASAની વિકસિત ફિલ્ટર ટેક્નોલોજી અને અલ્ટ્રા વાયલેટ રેડિએશનની મદદ લેવામાં આવશે. પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન થાય તેનું પણ ધ્યાન રખાશે.

દુબઈના ક્રાઉન પ્રિન્સે ઈનવાઇટ કર્યા

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશી અલ મખતૂમે બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. તેઓએ લખ્યું કે ડીપ ડાઈવ દુબઈમાં એક અલગ જ દુનિયાની તમારી રાહ જોઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ શેર થઈ રહ્યો છે. જેની તસવીર પણ વિશ્વભરમાં વાયરલ થઈ રહી છે.

જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ

ડીપ ડાઈવ દુબઈના ડાયરેક્ટર જેરોડ જેબલોન્સ્કી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ડાઈવર છે. સ્કૂબા ડાઈવિંગને દુનિયામાં વિકસિત કરવામાં જેબલોન્સ્કીની મોટી ભૂમિકા રહી છે. ‘ડીપ ડાઈવ દુબઈ’ માટે પબ્લિક બુકિંગ જુલાઈના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!