24 કલાકમાં 1 લાખ લોકોએ કર્યું બુક, માત્ર 499માં આજે જ કરાવો બુકિંગ..
#JoinTheRevolution at http://olaelectric.com @olaelectric

ભારતીય બજારમાં લેન્ચ થવા જઈ રહેલા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર હાલ ઘણું ચર્ચામાં છે. લોન્ચ થાય તે પહેલા જ સ્કૂટરને ગ્રાહકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળી રહયો છે. આ રિસ્પોન્સનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે માત્ર 24 કલાકમાં જ આ સ્કૂટરને 1 લાખથી પણ વધુ લોકોએ બુક કરાવી લીધું છે. આ વાત કંપનીના CEO પોતાની પોસ્ટ દ્વારા લોકોને જણાવી.

કંપનીએ બુકિંગ પ્રાઈઝ 499 રૂપિયા નક્કી કર્યો છે જે રિફંડેબલ છે. સ્કૂટર લોન્ચ થતાં પહેલા એટલું લોકપ્રિય થઈ ગયું છે કે પહેલા દિવસે જ વધુ ડિમાંડના કારણે કંપનીની વેબસાઇટમાં પણ સમસ્યા આવી ગઈ છે. સ્કૂટર બુક કરનાર ઘણા ગ્રાહકોને સ્ક્રીન પર એક Error Message દેખાયો હતો. ગુરુવારે ઓલા ઇલેક્ટ્રીકના C.E.O ભાવિશ અગ્રવાલે ગ્રાહકોની માફી માંગતા જણાવ્યું કે વેબસાઇટમાં સમસ્યા સ્કૂટરની વધારે પડતી ડિમાંડના કારણે થઈ છે જેનું હવે સમાધાન આવી ગયું છે.
આ મહિને જ થઈ શકે છે લોન્ચ
ભાવિશ અગ્રવાલે ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, “જે લોકોને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર બૂક કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અમે તેમની માફી માંગી રહ્યા છીએ. અમે સ્કૂટરની આટલી ભારે ડિમાંડની ધારણા પણ નહતી કરી અને વેબસાઇટને તેના માટે તૈયાર પણ નહતી કરી. જોકે હવે તે સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું, કંપની તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને આ મહિને જ લોન્ચ કરી શકે છે. તેની હરીફાઈ હીરો, ઑકિનાવા, એમપેરે એથર, રિવોલ્ટ જેવી કંપનીઓના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સાથે રહેશે.

અત્યાર સુધીના ટૂ-વ્હીલર્સમાં સૌથી બેસ્ટ ફિચર્સ
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને તમિલનાડુમાં મેન્યુફેક્ચર કરવામાં આવશે. તેને વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની ફેસિલિટી ગણાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ સ્કૂટરનું વાર્ષિક પ્રોડક્શન 2 મિલિયન યુનિટ રહી શકે છે. ત્યારબાદ વધીને 10 મિલિયન યુનિટ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક સ્કૂટરની આ ફેસીલીટી શરૂઆતમાં લોકલ ડિમાંડને પૂરી કરશે. ત્યારબાદ લેટિન, અમેરિકા, UK, ન્યુઝીલેન્ડના માર્કેટમાં એક્સપોર્ટ કરવામાં આવશે.
#olaelectric
ફૂલ ચાર્જ થયા બાદ આપશે 150કિ.મી. સુધીની રેન્જ
એક રિપોર્ટ અનુસાર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ફૂલ ચાર્જ થયા બાદ 150કિ.મી. સુધીની રેન્જ આપશે. તેને માત્ર 18 મિનિટમાં જ 0થી 50 ટકા ચાર્જ કરી શકાય છે. 50 ટકા ચાર્જ થાય બાદ તે 75કિ.મી સુધી ચાલી શકે છે. સ્કૂટરમાં ફૂલ-LED લાઇટિંગ, ફાસ્ટ ચાર્જિંગ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ જોવા મળશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 90kmph સુધી હોય શકે છે. તે ઉપરાંત સ્કૂટરમાં એક મોટું બુટ સ્પેસ પણ મળી શકે છે.