બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીએ પતિ જોડે લીધી સ્પેશિયલ તસ્વીર, જોતા જ ચોંકી ઉઠશો
ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકેલી પૂર્વ અભિનેત્રી સના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે તેનાથી જોડાયેલી અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં જ સના ખાને તેના પતિ સાથે એક તસવીર શેર કરી છે.
સના ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પતિ અનસ સૈયદ સાથેની એક મિરર સેલ્ફી શેર કરી છે. આ તસવીરમાં સના તેના પતિ સાથે ઊભેલી જોવા મળી રહી છે.
આ તસવીરમાં સના ખાન હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. સના ખાનના પતિ અનસ સૈયદે કુર્તા, પજામા સાથે ઓવરકોટ કેરી કર્યો છે. આ તસવીરમાં બંને ખૂબ જ સરસ લગી રહ્યા છે.
View this post on Instagram
સના ખાન કેટલીક વાર તેના પતિ સાથે તસવીર અને વીડિયો શેર કરતી હોય છે. તમને જણાવી દઇએ કે, સનાએ ગયા વર્ષે 2020માં નવેમ્બરમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.
View this post on Instagram
સના ખાનને હાલમાં જ થોડા સમય પહેલા તેના નિકાહ બાદ પહેલીવાર જાહેરમાં સ્પોટ કરવામાં આવી હતી. તે મુંબઇના અંધેરીમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન સના ગાડીથી ઉતરી અને ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવ્યા હતા અને તે બાદ તે જતી રહી હતી.
View this post on Instagram
સના ખાને વર્ષ 2020માં ઓકટોબરમાં બોલિવુડ છોડવાનું એલાન કર્યુ હતું. તેણે જણાવ્યુ હતુ કે, તે અલ્લાહના બતાવેલા રસ્તા પર ચાલવા માંગે છે અને તે જ માટે તેેને આ ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડવી પડશે.
View this post on Instagram
સના ખાને તે બાદ અનસ સૈયદ સાથે લગ્ન કરી લીધા. તેઓ કાશ્મીરમાં હનીમૂન મનાવવા ગયા હતા અને તેણે સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો પણ શેર કર્યા હતા.
View this post on Instagram
સના ખાને “હલ્લા બોલ” “જય હો” “વજહ તુમ હો” “ટોયલેટ એક પ્રેમ કથા” જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે “બિગ બોસ 6” અને “ખતરો કે ખિલાડી 6” જેવા રિયાલીટી શોનો હિસ્સો પણ રહી ચૂકી છે.
વર્ષ 2020માં સના ખાન “સ્પેશલ ઓપ્સ” નામની વેબ સીરિઝમાં પણ જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, માર્ચ 2020માં કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે તેનું બ્રેકઅપ થયુ હતું.