ચોમાસામાં કાશ્મીર જેવો માહોલ: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ગિરનાર પરથી વહેતા પાણીનો અદભૂત નજારો.. જુઓ આહલાદક વીડિયો LIVE

ચોમાસામાં કાશ્મીર જેવો માહોલ: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ગિરનાર પરથી વહેતા પાણીનો અદભૂત નજારો.. જુઓ આહલાદક વીડિયો LIVE
જૂનાગઢમાં વરસાદી ઋતુમાં ગિરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદને લઈને ગિરનાર પર્વત પરથી વહેતા પાણીનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. વરસાદ વરસાદમાં ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ સાથે જ વહેલી સવારે આકાશમાં રૂ ની પુણી જેવા સફેદ વાદળોએ ગિરનાર પર્વતને ઢાંકી દીધો હતો.
જુનાગઢના ગિરનાર પર ચોમાસામાં કાશ્મીર જેવો માહોલ હોય છે. ચોમાસા દરમિયાન ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે. ત્યારે અત્યારે ગિરનાર પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. જેની ઊંચાઈ 3663 ફૂટ છે. દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે. ગિરનારમાં સાત શિખર છે.
ગિરનારના પગથિયા પર ખડખડ કરતુ પાણી વહેલા લાગ્યું
ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગેલ પગથિયા પરથી ખડખડ કરતુ પાણી વહેલા લાગ્યું હતું. ગિરનાર પર વરસાદ પડતાં ગિરનાર પર આહલાદ્દક દ્રશ્યો જોવા મળ્યાં છે. જેમાં ગિરનાર પર્વત પરથી પાણીનો ધોધ વહી રહ્યો હોવાના નજરે પડી રહ્યું છે.
જૂનાગઢના ભવનાથ મંદિર વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ગિરનાર પર્વતમાળા પરથી ઝરણાં વહેતા થયા હતા. તો કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેમ સમગ્ર પંથકમાં લીલોતરી પથરાઈ ગઈ છે. તો ખળખળ વહેતા ઝરણાં. અને પહાડો પરથી વહેતા ઝરણાં જોવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.
સતત વરસી રહેલા વરસાદના કારણે ગીરનારના જંગલમાં પણ હરિયાળી ખીલી ઉઠી છે. તો જંગલમાંથી વહેતા પાણી અને બીજી તરફ વિલિંગડન ડેમમાં પણ પાણીની આવક વધવા લાગી છે. જેથી શનિ-રવિમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સાથે જ ભવનાથની તળેટીમાં પણ પાણી વહેતું થયું હતું. ગિરનાર પર્વત પર પડી રહેલા વરસાદને લઈને પગથિયા પરથી પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે વાતાવરણ આહલાદક થયું છે. તો સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અને પાકને પણ નવજીવન મળ્યું છે.
ગિરનાર પર્વત પર પડી રહેલો વરસાદ અને પગથિયા પરથી વહેતા પાણીનો વીડિયો નજરે જોનારા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ જુનાગઢના ગિરનાર પર જવાનું મન થઈ જશે.
જુનાગઢ અને ગીર પંથકમાં ધોધમાર
જુનાગઢ અને ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને તૂટી પડ્યાં છે. ગીર પંથકના વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં હેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોય સવારે 8થી 10માં વેરાવળ સોમનાથમાં વધુ એક ઈંચ મળી આજે કુલ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડામાં એક ઈંચ પડતા કુલ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.