પોર્ન રેકેટમાં રાજ કુંદ્રાની ધરપકડ:આ રીતે ચાલતો હતો સોફ્ટ પોર્નોગ્રાફીનો પૂરો ખેલ, ડર્ટી એપની INSIDE STORY

Sharing post

પોર્ન રેકેટમાં રાજ કુંદ્રાની ધરપકડ:આ રીતે ચાલતો હતો સોફ્ટ પોર્નોગ્રાફીનો પૂરો ખેલ, ડર્ટી એપની INSIDE STORY

 • પૂનમ પાંડે તથા શર્લિન ચોપરાએ રાજ કુંદ્રાનું નામ લીધું
 • રાજ કુંદ્રાનો ગંદો બિઝનેસ લંડનથી મુંબઈ સુધી ફેલાયેલો છે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસ રાજ કુંદ્રાને મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રા પર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા ઉપરાંત એપ પર અપલોડ કરવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રા વિરુદ્ધ પૂરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપોલડ કરનાર ઉમેશ કામતની પણ ધરપકડ કરી હતી.

રાજ કુંદ્રા કેસમાં મુખ્ય આરોપી
ફેબ્રુઆરી, 2021માં ક્રાઇમ બ્રાંચે મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના તથા કેટલીક એપ્સના માધ્યમથી તેને પબ્લિશ કરવાનો કેસ કરવાનો હતો. આ તપાસમાં રાજનું સામે આવ્યું હતું. કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો તથા કેટલીક એપ્સ પર બતાવવાનો આરોપ છે. ક્રાઇમ બ્રાંચની FIR પ્રમાણે, રાજ કુંદ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકર્તા છે. પોલીસે ફેબ્રુઆરીમાં આ અંગે કેસ કર્યો હતો અને હવે રાજની ધરપકડ કરવામાં આવી છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરાએ રાજનું નામ લીધું હતું
મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફી સાથે જોડાયેલા ફિલ્મ બનાવવાનો તથા તેને અપલોડ કરવાનો કેસ કરવામાં આવ્યો હતો. 26 માર્ચે મુંબઈ પોલીસે આ કેસમાં એકતા કપૂરનું સ્ટેટમેન્ટ લીધું હતું. મહારાષ્ટ્ર સાઇબર સેલે શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલાં જ લઈ લીધું છે. રાજ કુંદ્રા વિરૂદ્ધ IT એક્ટ તથા IPCની કલક હેઠળ કેસ કરવામાં આવ્યો છે. FIR પ્રમાણે, શર્લિન ચોપરાએ પોલીસની સામે રાજ કુંદ્રાનું નામ લીધું હતું.

એક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા મળતા હતા
પોલીસના મતે, શર્લિન ચોપરાએ કહ્યું હતું કે તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને 30 લાખ રૂપિયા મળતા હતા. શર્લિનના મતે, તેણે આ પ્રકારના 15-20 પ્રોજેક્ટ કર્યાં છે.

પૂનમ પાંડે

લંડનથી અપલોડ કરવામાં આવતી હતી ફિલ્મ
હવે ફિલ્મને અપલોડ ક્યાંથી કરવામાં આવતી અને કોણ અપલોડ કરતું હતું તે અંગે પોલીસને નવી માહિતી મળી છે. પોલીસના મતે, ફિલ્મ દેશમાંથી નહીં, પરંતુ વિદેશમાંથી અપલોડ કરવામાં આવતી હતી. આ કામ રાજની એકદમ નિકટ રહેલો વ્યક્તિ કરતો હતો. પોલીસને અત્યાર સુધીની તપાસમાં સોફ્ટ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી ફિલ્મ લંડનથી અપલોડ થતી હતી, તે માહિતી મળી છે. આ કામ ઉમેશ કામત નામની વ્યક્તિ કરતી હતી.

કેવી રીતે સોફ્ટ પોર્નોગ્રાફીનો ઘટસ્ફોટ થયો?
પોલીસના મતે, ઉમેશ કામત નવા એક્ટર્સ-એક્ટ્રેસિસ સાથે બનાવેલા વીડિયો પણ એપ્લિકેશન બેઝ વેબસાઇટ પર અપલોડ કરતો હતો. પોલીસે કહ્યું હતું કે અત્યાર સુધી 90થી વધુ પોર્ન વીડિયો શૂટ કરવામાં આવ્યા છે અને તેટલાં અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે. સોફ્ટ પોર્નગ્રાફીનો આ ખેલ ત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠની ધરપકડ કરી હતી. ગેહનાની ધરપકડ બાદ આ આખો ખેલ પોલીસની સામે આવ્યો હતો.

ગેહના વશિષ્ઠ

મલાડ વેસ્ટમાં પોર્ન ફિલ્મ શૂટ થતી
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ પોર્નોગ્રાફી રેકેટ ચાલવવા માટે મુંબઈમાં મલાડ વેસ્ટના મડગાંવમાં એક બંગલો ભાડે લેવામાં આવ્યો હતો અને અહીંયા પોર્ન ફિલ્મનું શૂટિંગ થતું હતું. પોલીસે દરોડા પાડ્યા ત્યાં સુધી અહીંયા પોર્ન ફિલ્મ શૂટ થતી હતી. પોર્ન ફિલ્મ તથા વીડિયો એક નહીં, અનેક સાઇટ્સ પર અપલોડ કરવામાં આવતા હતા અને કમાણી કરવામાં આવતી હતી.

પૂછપરછ બાદ રાજની ધરપકડ
સોમવાર, 19 જુલાઈની રાત્રે 9 વાગે રાજને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચ બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 11 વાગે રાજની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુંદ્રા પર શું આક્ષેપો છે?

 • અશ્લીલ વીડિયો બનાવવા
 • વેબસાઇટ પર અપલોડ કરવા
 • ફેબ્રુઆરી, 2021માં કેસ દાખલ
 • પૂનમ પાંડે તથા શર્લિન ચોપરાએ નામ લીધું
 • ક્રાઇમ બ્રાંચ પાસે શર્લિન તથા પૂનમ પાંડેના નિવેદનો

લંડનથી મુંબઈ સુધી રાજ કુંદ્રાનો પોર્ન કારોબાર

 • પોર્ન ફિલ્મ લંડનથી અપલોડ કરવામાં આવતી હતી
 • ઉમેશ કામત નામની વ્યક્તિ પોર્ન ફિલ્મ અપલોડ કરતી
 • નવા એક્ટર-એક્ટ્રેસના વીડિયો બનાવવામાં આવતા
 • એપ્લિકેશન બેઝ વેબસાઇટ પર વીડિયો અપલોડ થતાં
 • 90થી વધુ પોર્ન વીડિયો શૂટ, અપલોડ કરવાનો દાવો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!