આ છે દુનિયાનું સૌથી તાકાતવર શાકભાજી, આનું સેવન માત્ર રાખે છે જીવલેણ બિમારીઓથી કાયમી દૂર..

આ છે દુનિયાનું સૌથી તાકાતવર શાકભાજી, આનું સેવન માત્ર રાખે છે જીવલેણ બિમારીઓથી કાયમી દૂર..
કંટોલા એક એવું શાક છે. જેને બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તેના ફાયદા જાણીને તમે હેરાન થઇ જશો. ઘણી જગ્યા પર તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કરટોલી જેવા નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કેટલીક એવી શાકભાજી હોય છે કે તેનુ થોડા દિવસ સેવન કરવાથી શરીરમાં બહુ મોટા ફાયદા તાત્કાલિક દેખાય છે.
અથવા એમ પણ કહી શકો ફૌલાદી બની જશો! તો ચાલો જાણીએ કાંટોલાથી શરીર ને કયા કયા ફાયદા થાય છે. આ શાકમાં રહેલા ફાઇટોકેમિકલ્સ શરીરને આરોગ્યપ્રદ અને એન્ટી-ઓક્સીડેન્ટ થવાના કારણથી તે શરીરનું લોહી પણ સાફ રાખે છે. કેટલાક રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે તેમા પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. પરંતુ તેમા કેલરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
કંટોલા સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. આને ખાવાથી શરીર શકિતશાળી બને છે. કંટોલા માટે કહેવામાં આવ્યું છે કે, તેમાં મીટથી પણ ૫૦ ઘણું વધુ પ્રોટીન હોય છે. તેને ખાવાથી શરીરમાં ફાઈટોકેમિકલ્સ ભરપૂર પ્રમાણમાં વધે છે. કંટોલા માં ભરપૂર માત્રામાં એન્ટીઓકિસડેન્ટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.
કંટોલાના નિયમિત સેવનથી શરીરનું પાચનતંત્ર તંદુરસ્ત બની રહે છે. જો કંટોલાનું શાક પસંદ ના આવે તો તમે તેનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છે. કંટોલા ખાવાથી કબજિયાત અને અપચા જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે. કંટોલામાં કેરોટેનૉઇડ્સનું પ્રમાણ ભરપૂર હોય છે. વધુ સારી દ્રષ્ટિ માટે કંટોલા માં વિટામિન એ મુખ્ય પોષક તત્વ જોવા મળે છે.
આ શાકભાજી વિટામિન એથી સમૃદ્ધ હોવાથી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ કંટોલા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત કંટોલા નેત્ર રોગ, શરદી-ખાંસી મટાડવા અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. કંટોલાનું સેવન શરીરને તંદુરસ્ત રાખે છે.
જે લોકો નિયમિતપણે કંટોલાની શાકભાજી ખાતા હોય તેને ઘણા લાભ મળે છે. બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ જેવી બીમારીમાં આ શાકભાજી ખાવી જોઈએ. કંટોલાની અંદર એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો જોવા મળે છે, જે શરદી ખાંસીથી રાહત આપે છે.
કંટોલાના શાકનું સેવન કરવાથી બ્લડસુગરનું જોખમ ઓછું થાય છે. તેથી કંટોલા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ કંટોલાનું જ્યુસ પણ પીવું જોઈએ. આ શાકની ખાસિયત એ છે કે, તે કારેલા જેવું કડવું નથી હોતુ, તેથી તેને આસાનીથી ખાઈ શકાય છે.
ઘણા ડોકટર્સ-ડાયેટિશિયન કંટોલા ખાવાની સલાહ આપતા હોય છે. હાઈ-બ્લડ પ્રેશર, અશકિત, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડાતા લોકોએ શકય તેટલા વધુ પ્રમાણમાં કંટોલા ખાવાથી તેઓને લાભ મળે છે. કંટોલામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર શરીર માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
કંટોલામાં મોમોરડીસન નામનું તત્વ હોય છે. મોમોરડીસન એક એન્ટીઓક્સીડેન્ટ છે. જે હાઈ બીપીને કન્ટ્રોલમાં રાખે છે. આ એન્ટીઓક્સીડેન્ટ કારેલામાં પણ જોવા મળે છે. પરંતુ કારેલાનો સ્વાદ કડવો હોય છે. તેથી તેનું જ્યુસ બધા ના પી શકે. જયારે કંટોલા કડવા નથી હોતા તેથી તેનુ સેવન કરવામાં આસાની થાય છે.
કાંટોલા શરીરને સારી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરની લોહીની અંદર રહેલી બધીજ ગંદકી બહાર નીકળી જાય છે. તેથી કાંટોલાનું શાક ખાવાથી મોંઢા પરના બધાજ ખીલ અને મોંઢા પરના ડાંગ-ધબ્બા નીકળી ત્વચાનો રંગ નિખરવામાં મદદ મળે છે. જો ગલોઇન્ગ ત્વચા અને ખીલ વગરની ત્વચાની ઈચ્છા હોય તો દરરોજ કાંટોલા નું જ્યુસ પીવું જોઈએ.
કાંટોલા પાચન ક્રિયાને સારી કરવાનું કામ કરે છે. તે પેટ ને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, જીણો દુખાવો, અપચો, ગેસ અને એસેડીટી વગેરે જેવી બીમારી દૂર થાય છે. શરીર માટે કંટોલા નું સેવન કરવું એ હિતાવહ માનવામાં આવે છે.