પતિએ છુટાછેડા આપ્યા પછી મહિલાએ જન્મ આપ્યો 14 બાળકોને, પેટ ફૂલીને ફુગ્ગા જેવું થઈ ગયું,જેણે પણ જોયું તેની આંખો

પતિએ છુટાછેડા આપ્યા પછી મહિલાએ જન્મ આપ્યો 14 બાળકોને, પેટ ફૂલીને ફુગ્ગા જેવું થઈ ગયું,જેણે પણ જોયું તેની આંખો
મા બનવાનો અનુભવ કોઈ પણ મહિલા માટે સૌથી સુંદર હોય છે. 9 મહિના પોતાના બાળકને ગર્ભમાં રાખવા દરમિયાન મહિલા બાળકના જન્મ પહેલા જ તેની સાથે જોડાય જાય છે. પરંતુ કેટલીક ગર્ભવસ્થા અજીબગરીબ કારણ ચર્ચામાં આવે છે. વર્ષ 2009માં અમેરિકની રહેવાસી નાદ્યા સુલેમના ત્યારે ચર્ચા આવી જ્યારે ગર્ભવસ્થા દરમિયાન પેટ હદથી વધારે ફૂલી ગયું હતું. તપાસમાં જાણકારી મળી કે તેના પેટમાં એક, બે નહી પણ આઠ બાળક હતા. જે બાદ નાદ્યા મીડિયાની સામે આવી. હવે બાર વર્ષ બાદ આ મા ફરીથી લોકોને સામે આવી છે. તેણે પોતાના બારમાં બાળકના જન્મદિવસ પર લોકો સાથે શેર કર્યુ કે એક સાથે આટલા બાળકોને ઉછેરવામાં તેને કેટલી તકલીફ પડી.
45 વર્ષની નાદ્યા સુલેમાને પોતાના આઠ બાળકના જન્મદિવ, નિમિત્તે તેની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. તેણે જણાવ્યું કે તમામ બાળકો દુનિયાના સૌથી કાળજીપૂર્વક અને સમજદાર છે. બધાં બાળકો તેની મદદ કરે છે.
નાદ્યા 20009માં ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તે એક સાથે આઠ બાળકોની માતા બનવાની હતી. પહેલાથી 6 બાળકોની માતા નાદ્યાએ આઈવીએફ હેઠળ એક વધું ગર્ભધારણની કોશિશ કરી હતી, પરંતુ ડોક્ટરે તેના ગર્ભમાં એક સાથે 12 ભ્રૂણ ટ્રાન્સફર કરી દીધા. જેમાંથી આઠએ બાળકના રૂપમાં જન્મ લીધો.
આ ભૂલના કારણ નાદ્યાનો ડોક્ટર માઈકલ કમરવાનું લાઈસન્સ રદ થઈ ગયું. 2010માં લાઈસન્સ રદ કરવામાં આવ્યું. સુનાવણી દમિયાન ડોક્ટરે ઘણી પ્રકારની દલીલ કરી હતી. કાયદા અનુસાર, કોઈ મહિલાના ગર્ભમાં ત્રણથી વધું ભ્રૂણ નથી નાંખી શકાતા. તેણે 12 ભ્રૂમ નાંખી દીધા હતાં. ડોક્ટરે કહ્યું હતું કે આવું કરવાનું તેને નાદ્યાએ જ કહ્યું હતું.
ત્યારે એકવાર ફરી નાદ્યા ચર્ચામાં છે. તેણે તેમના આઠ બાળકોના જન્મદિવસની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તમામ બાળકો એકદમ તંદુરસ્ત છે. બધાં નિશાળે જાય છે અને ઘરે તેમના મમ્મીની પણ મદદ કરે છે. નાદ્યાએ શેર કરીને કહ્યું કે આ રીતે તેના આ બાળકો તેને સાથ આપે છે.
નાદ્યાએ છુટાછેડા લીધા બાદ જ આઈવીએફ હેઠળ બાળક રાખવાની કોશિશ શરૂ કરી હતી. તેણે 1997માં આઈવીએફ પ્રયત્ન કર્યું હતું. આ માટે, તેણે એક અકસ્માત પછી મળેલા વળતરની રકમનો ઉપયોગ કર્યો હતો. આઈવીએફથી તેણે પહેલા 6 બાળકોનો જન્મ આપ્યો. પરંતુ 2009માં આઠ બાળકોને એકસાથે જન્મ આપી તે પ્રખ્યા થઈ ગઈ. આ પ્રેગ્નેસી પર નાદ્યાએ કહ્યું હતું કે તેણે ફક્ટ બે બાળક જોઈતા હતા, પરંતુ ડોક્ટરે તેને ગેરમાર્ગે દોરી. તેણે તેના ગર્ભમાં એક સાથે 12 ભ્રૂણ નાંખી દીધા, જેમાંથી આઠ બચી ગયાં. આ રીતે તેણે એકસાથે આઠ બાળકોના જન્મની પીડા સહન કરી. જોકે, આજે તેને પોતાના બાળકો પર ગર્વ છે.
નાદ્યાની સુવાવડમાં એકસાથે 46 ડોક્ટરો અને નર્સ જોડાયી હતી.. 31માં અઠવાડિયમાં જ તેની સુવાવડ કરાવી હતી. આજે આ આઠ બાળકો તંદુરસ્ત છે અને અમેરિકાના સૌથી વધું જીવનારા ઓક્ટોપ્લેટ્સમાંથી એક છે. નાદ્યા તેમના બાળકોની તસવીર શેર કરતી રહે છે, પરંતુ તેમાં મોટાભાગના મોટા બાળકો હોય છે.
નાના બાળકોને અત્યારે તે લોકોની નજરથી દૂર રાખે છે. નાદ્યાએ જણાવ્યું કે એકસાથે 14 બાળકોનો ઉછેર તે પણ એકલા હાથે કરવો ખૂબ મુશ્કેલ છે. તેનો અડધો સમય બાળકોનું ખાવાનું તૈયાર કરવામાં વિતી જાય છે. બધાં બળકો સારૂ ભોજન ખાય છે. તેના 14માંથી 13 બાળકો શાકાહારી છે.