યોગ તસ્વીર શેર કરીને ખરાબ રીતે ટ્રોલ થઈ કરીના કપૂર ખાન, લોકોએ કહ્યું ઘરડી ઘોડીને લાલ લગામ

Sharing post

યોગ તસ્વીર શેર કરીને ખરાબ રીતે ટ્રોલ થઈ કરીના કપૂર ખાન, લોકોએ કહ્યું ઘરડી ઘોડીને લાલ લગામ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન દેશભરમાં પોતાની ફિટનેસ અને ખુબસૂરતીને લઈને જાણીતી છે. કરીના એક સમયે દેશભરના લાખો યુવાનો દિવાના હતા. લોકો તેની એક ઝલક જોવા માટે મરતા હતા. કરીનાનું ઝીરો વેસ્ટ ફિગર ખુબ મશહૂર હતું. તેની સામે તેને કોઈ એક્ટ્રેસ ટક્કર આપી શકે નહીં. પણ લગ્ન બાદ આખો સિન બદલાઈ ગયો. સૈફ અલી ખાન સાથે કરીનાએ લગ્ન કર્યા બાદ પહેલી વખત માતા બની હતી. તેને તૈમુર અલીને જન્મ આપ્યો હતો. તૈમુરને જન્મ આપ્યા બાદ તે ઘણી મોટી થઈ ગઈ હતી.

કરીનાએ થોડા જ સમયમાં વધુ મહેનત કરીને પોતાના જુના ફિગરને મેળવી લીધું હતું. હવે થોડા મહિના પહેલા તે ફરી માતા બની હતી. જે બાદ તે ફરી મોટી થઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. હાલમાં જ એક તસવીર સામે આવી છે. જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. આ એક યોગા તસવીર છે. જે કરીના કપૂર ખાન યોગ કરતા સમયે શેર કરી છે. આ તસવીર પર લોકોની ઘણી કમેન્ટ પણ આવી રહી છે. આ તસવીરને પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું કે યોગા સફરની શરૂઆત વર્ષ 2006થી થઈ હતી.

2006માં એક્ટ્રેસે જબ વી મેટ અને ટશન જેવી ફિલ્મો સાઈન કરી હતી. જેની એક તસવીર પર એક યુઝરે લખ્યું કે તુ તો 75 વર્ષની વૃદ્ધ દાદીમાં લાગી રહી છો. જ્યારે એક યુઝરે લખ્યું કે હવે તુ ઘરડી થઈ ગઈ છો. આ સાથે જ આ તસવીર પર સતત કમેન્ટ આવી રહી છે. તેમનું કહેવું છે કે તહેરા પરથી જાણી શકાઈ છે કે કરીના હવે વૃદ્ધ થઈ ગઈ છે. તમને જણાવી દયે કે કરીના કપૂર ખાન તરફથી આ ટ્રોલિંગ બાદ કરીના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

ઉલ્લેખનિય છે કે કરીના કપૂર આ સમયે 40 વર્ષની થઈ ચૂકી છે. તે ખુદને ફિટ અને એક્ટિવ રાખવા માટે યોગનો સહારો લે છે. તે ખુદને ફરીથી સ્લિમ રાખવા માટે મહેનત કરી રહી છે. અભિનેત્રીના વર્કફ્રંન્ટની વાત કરવામાં આવે તો કરીના કપૂર ખાન આ સમયે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઈને ઘણી ચર્ચામાં રહે છે.

પોતાની પ્રેગનેન્સીના કારણએ તે તેને આ ફિલ્મ વચ્ચેથી જ છોડી દીધઈ હતી આ શૂટિંગ હવે ફરીથી શરૂ થયું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાન આ વર્ષના અંતમાં ફિલ્મ રિલિઝ કરવા માટે તૈયાર છે. ઘણા સમયથી તેની શાનદાર ફિલ્મ રિલિઝ થઈ નથી. જેથી લોકોને પણ આ ફિલ્મથી ઘણી આશા છે.

તમને જણાવી દયે કે કરીના કપૂર ખાનની પહેલી ફિલ્મ રિફ્યુઝી રિલિઝી થઈ તેને 21 વર્ષ થઈ ચૂક્યા છે. તેના આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી. જેપી દત્તાના નિર્દેશનમાં ફિલ્મમાં અભિષેક બચ્ચન અને કરીના કપૂર ખાન મહત્વના અભિનયમાં હતા. આ ફિલ્મ બંનેની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ કરીનાને બોલિવૂડમાં ઓળખ મળી હતી અને ઘણી ઓફર આવવાની શરૂ થઈ ગઈ હતી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *