ઓજસ રાવલ અને જિનલ બેલાણીની નવી વેબસિરિઝ ‘હું તને મળીશ’ નું ટ્રેલર થયું રિલીઝ

Sharing post

ઓજસ રાવલ અને જિનલ બેલાણીની નવી વેબસિરિઝ ‘હું તને મળીશ’ નું ટ્રેલર થયું રિલીઝ

પ્રેમમાં પાગલ યુવાનની સફર શરૂ થઈ ચૂકી છે, જે તમે ” પ્રેમ ” માં જોઈ ચૂક્યા, સતત એક જ રટણ કરતો આ માણસ આસપાસ ના લોકોને બીમાર લાગે છે. પ્રેમમાં નિષ્ફળતા પછી માણસ બીમાર થઈ જાય? આ ગાંડપણ છે કે માનસિક બીમારી, આવા ૫૦૦૦ સવાલ છે આ પાત્ર પાસે.

ઓજસ રાવલ અને જિનલ બેલાણી સ્ટાર વેબસિરિઝ ‘હું તને મળીશ’ નું થોડા સમય પહેલા પોસ્ટર રિલીઝ થયા બાદ હાલમાં જય વ્યાસ પ્રોડક્શન યૂટ્યૂબ પ્લેટફોર્મ પર આ વેબસિરિઝનું ટ્રેલર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ વેબસિરિઝમાં ઓજસ રાવલ અને ‘બસ ચા સુધી’ જેવી હીટ વેબસિરિઝમાં સારી એવી ભૂમિકા ભજવનાર જિનલ બેલાણી સાથે સાથે સોનાલી લેલે દેસાઈ પણ પોતાનો અભિનય વ્યક્ત કરતા જોવા મળશે. જ્યારે આ વેબસિરિઝમાં ખાસ બાબત એ , મશહૂર મહેમાન કલાકાર તરીકે અભિનેતા ગૌરવ પાસવાલાની પણ ભૂમિકા જોવા મળશે. આ વેબસિરિઝના લેખક સંદીપ દવે છે કે જેને હેનીલ ગાંધી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ઉપરાંત વેબસિરીઝમાં મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ સ્કોર રાહુલ રમેશ એ આપ્યો છે.

આજ સુધી તમે હિન્દી વેબસિરિઝ કે ફિલ્મમાં ગુજરાતી ગીત જરૂર સાંભળ્યું હશે, પરંતુ ગુજરાતી વેબસિરીઝમાં હિન્દી ગીત સાંભળવું શક્ય નહીં બન્યું હોય, કે જે ‘હું તને મળીશ’ વેબસિરિઝમાં જોવા મળશે.
સૌ પ્રથમ વાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં શક્ય બની રહ્યું છે કે, ગુજરાતી વેબસિરિઝ ‘હું તને મળીશ’માં હિન્દી ગીત પણ સાંભળવા મળશે, કે જેને બૉલીવુડ સિંગર દિગ્વિજયસિંહ દ્વારા મધુર અને સુરીલા સુર આપવામાં આવ્યા છે, જ્યારે આ ગીતના શબ્દો ગીત મશહૂર ઉર્દુ લેખક રેહાન અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે.
આ વેબસિરિઝને સંદીપ દવે દ્વારા સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ આપવામા આવ્યા છે, જેમાં ફોટોગ્રાફી ડીરેક્ટર શુભમ ગજ્જર અને જય મેહતા દ્વારા એડિટ કરવામાં આવી છે. આ વેબસિરિઝના પ્રોડક્શન હેડ અકીબ ગરાના અને સિદ્ધાર્થ વ્યાસ છે. વેબસિરિઝને જય વ્યાસ પ્રોડક્શન અને ડ્રિમ સંવાદ મીડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ વેબસિરિઝનું શૂટિંગ અનલોકમાં કરવામાં આવ્યું હતું કે જે એક વર્ષ બાદ એટલે કે આ મહિનાના અંતમાં 19 તારીખે જય વ્યાસ પ્રોડક્શન યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત થશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *