બોલિવૂડની ધક ધક ગર્લને એક સમયે દુરદર્શને પણ રિજેક્ટ કરી હતી, આ રીતે મેળવી હતી સફળતા…

બોલિવૂડની ધક ધક ગર્લને એક સમયે દુરદર્શને પણ રિજેક્ટ કરી હતી, આ રીતે મેળવી હતી સફળતા…
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને જ્યારે પણ જ્યારે કારણ આવે છે ત્યારે તેમનું લગ્નજીવન સૌથી મોટું કારણ હોવાનું કહેવાય છે. હંમેશાં એવું કહેવામાં આવે છે કે લગ્ન કર્યા પછી તેણે પોતાની અંગત જિંદગીને કારણે ફિલ્મી દુનિયાને વિદાય આપી હતી. માધુરીએ પ્રખ્યાત અમેરિકન ડોક્ટર સાથે લગ્ન કર્યા છે. જેનું નામ શ્રી રામ નેને છે. આ અરેંજ લગ્ન કરીને માધુરીએ લાખો ચાહકોના દિલ તોડ્યા હતા.

ધક ધક ગર્લ માધુરીએ કામ મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી હતી. ઘણી વખત રિજેક્શન મળ્યા બાદ તેને સફળતા મળી હતી. આજે માધુરીનું નામ ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. એક સમયે તેને ખુબ મહેનત કરી હતી. એક સમયે તેને દુરદર્શન દ્વારા પણ રિજેક્ટ કરવામાં આવી હતી.
1984માં માધુરીને દૂરદર્શનમાં કામ મળ્યું હતું
મળતી માહિતી અનુસાર ડાયરેક્ટર અનિલ તેજાનીએ વર્ષ 1984માં દૂરદર્શન પર બોમ્બે મેરી હે નામનો શો કર્યો હતો. જેમાં માધુરી લીડ રોલમાં હતી. એ સમયે જાણીતા અભેનિતા બેજામિન ગિલાનીએ પણ કામ કર્યું હતું. અને સીરીયલમાં મજહર ખાન પણ હતાં.

આખો શો પૂર્ણ થયા બાદ જ્યારે દુરદર્શનને મોકલવામાં આવ્યો તો દુરદર્શન દ્વારા આ શોને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જવાબ એવો મળ્યો હતો કે સીરીયલની સ્ટોરી સારી છે. પરંતુ કાસ્ટમાં એટલો દમ નથી જેટલો હોવો જોઈએ. જેથઈ આ શો રિલીઝ થયો ન હતો.

બાદમા માધૂરીએ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અબોધ મળી. જેમા તેણે એક્ટિંગ કરી હતી. જોકે આ ફિલ્મમાં કામ કર્યા પછી પણ માધુરીને સફળતા મળી ન હતી. 1988માં માધુરીએ અનીલ કપુર સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં તે લીડ રોલમાં જોવા મળી હતી.
બંનેની એક્ટિંગ મુવીમાં ખુબજ સરસ હતી. અને બાદમાં ફિલ્મફેરમાં પણ બેસ્ટ એક્ટર તરીકે માધુરીનું નામ નોમિનેટ થયું હતું. આમ એક પછી એક એમ તેની ફિલ્મો હિટ થતી હતી. હાલમાં તે ફિલ્મી દુનિયાથી દુર છે. પણ તે કરોડો લોકોના દિલમાં વસે છે.