જ્યારે પણ આપણે ભારતનો નક્શો (Indian Map) જોઇએ છે ત્યારે આપણને નક્શામાં શ્રીલંકા (Sri Lanka) પણ દેખાય છે. ફક્ત શ્રીલંકા જ નહી પરંતુ નેપાલ, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાંનમાર અને પાકિસ્તાન પણ જોવા મળે છે. જો તમે ભારતના નક્શાને ધ્યાનથી જોયો હશે તો તમે જોયુ હશે કે ભારતના નક્શામાં આ તમામ દેશોને અલગ રંગથી દર્શાવવામાં આવ્યા છે. લોકો દ્વારા શ્રીલંકાને ભારતમાં દર્શાવવા પર અલગ અલગ થિયરી માનવામાં આવે છે પરંતુ શ્રીલંકાને ભારતમાં દર્શાવવાનું સાચું કારણ શુ છે આવો જાણીએ
1957 માં જીનીવા ખાતે બનેલા આંતરરાષ્ટ્રીય નિયમ, લૉ ઓફ ઓશન (law of the sea) પ્રમાણે કોઇ પણ દેશના કોસ્ટલ એરિયા એટલે કે બેઝ લાઇનથી સમુદ્ર તરફ 200 નોટીકલ માઇલ સુધીના વિસ્તારમાં તે દેશનો અધિકાર હોય છે. તેના આધિકારીક ક્ષેત્રમાં આવતા દરેક ખનીજ કે સંપત્તિ પર તેનો હક હોય છે. 1 નોટીકલ માઇલ એટલે 1.824 કિમીનો વિસ્તાર અને 200 નોટીકલ માઇલ એટલે 370 કિલોમીટર. એટલે કે ભારતના તટીય ક્ષેત્રથી લઇને 370 કિલોમીટરની અંદરના વિસ્તાર પર ભારતનો અધિકાર છે.
પરંતુ વિવાદ ત્યાં ઉભો થાય છે જ્યાંરે દક્ષિણ ભારતથી શ્રીલંકા 370 કિલોમીટરની અંદર આવી જાય છે તો આવા સમયે આંતરરાષ્ટ્રીય લૉ પ્રમાણે આર્ટીકલ 76 ની અંદર જણાવવામાં આવ્યુ છે કે આવી સ્થિતીમાં બંને દેશો જેટલુ પણ વોટર બોડી હોય છે તેને અડધુ અડધુ વેચી લે છે માટે જ્યારે પણ ભારતના અધિકાર ક્ષેત્રને દેખાડવાની વાત આવે છે તો શ્રીલંકાને પણ તેમાં આવરી લેવામાં આવે છે.
હવે રહી વાત અન્ય દેશોની તો બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનતો ભારતની સીમાને અડીને આવેલા દેશ છે માટે સ્વાભાવિક રીતે તે ભારતના નક્શા સાથે જોડાઇ જાય છે અને આ દેશને ભારત કરતા અગલ દેખાડવા માટે નક્શામાં તેમને અલગ રંગથી દર્શાવવામાં આવે છે.