ભારત નું એક એવું ગામ કે જ્યાં એકપણ ચા ની દુકાન નથી કારણ કે ત્યાં દૂધ વેચવું પાપ છે..

ભારત નું એક એવું ગામ કે જ્યાં એકપણ ચા ની દુકાન નથી કારણ કે ત્યાં દૂધ વેચવું પાપ છે..
આમ જોઈએ તો આગ્રા ને વિશ્વ માં તાજમહેલ માટે પ્રસિદ્ધ છે,પણ આ શહેર માં આવેલું આ નાનું એવુ ગામ પણ કઈ ઓછું ફેમસ નથી જેનું કારણ છે ચા.જી હા, ચા કે જેનું આખું ભારત દિવાનું છે તે ચા ભારત ની દરેક ગલીઓ અને દરેક ચોક પર ઉપલબ્ધ છે.પણ આજે અમે જે ગામ ની વાત કરી રહ્યા છીએ એ ગામ માં એકપણ ચા ની દુકાન નથી.
આગ્રા થી 2 કિલોમીટર દૂર સ્થિત આ ગામ નું નામ કુઆખેડા છે.અહીં તમને એકપણ ચા ની દુકાન જોવા નહીં મળે.આનું કારણ જાણીને તમને પણ થશે કે 21 મી સદી માં આવું પણ થાય છે.
હકીકત માં આ ગામ માં દૂધ વેચવું પાપ છે.તેઓ નું માનવું છે કે જો કોઈ દૂધ વેચશે તો આખા ગામ લર મુશ્કેલીઓ નો પહાડ તૂટી પડશે.સાથે એ માણસ સાથે પણ કંઈક ખરાબ ઘટના ઘટશે. એવી માન્યતા ના ચાલતા પાછલા કેટલાય દાયકાઓથી અહીંયા દૂધ વેચવામાં આવતું નથી.
અને જ્યારે દૂધ જ નથી મળતું,તો ચા ની દુકાન કેવી રીતે ચાલે? કમાલ ની વાત એ છે કે અહીં ઘર માં તમને ગાય ભેંસ બાંધેલી મળશે.એટલે કે દુધ નું ઉત્પાદન થાય છે,પણ તેનો ધંધો કરવામાં આવતો નથી.
હવે તમે વિચારી રહ્યા હશો કે લોકો આ દૂધ નું કરે છે શુ? જવાબ એ છે કે લોકો તેનો ઘરમાં જ ઉપયોગ કરી લે છે અને પછી પણ જો દૂધ બચી જાય તો એને બીજા ગામ ના લોકો ને પૈસા લીધા વગર આપી દે છે.
આ વિશે વાત કરતા ગામ ના પ્રધાન કહે છે કે ,“અમારા ગામ માં આ વર્ષો થી થાય છે.જો કોઈપણ આ નિયમ ને તોડે છે તો એની સાથે કોઈ ને કોઈ ખરાબ ઘટના બને જ છે”
ભલે તમે આને અંધવિશ્વાસ નું નામ આપી શકો છો,સત્ય આજ છે કે તમને ત્યાં ચા ની એકપણ દુકાન નહિ મળે.આ ચા ના ચાહકો માટે ખુબ જ દુઃખ ની વાત છે.