નોરા ફતેહીના ડાન્સ વીડિયોએ મચાવી ધમાલ, અત્યાર સુધી ક્યારે પણ નહીં જોયા હોય બુટી ડાન્સ મુવ

નોરા ફતેહીના ડાન્સ વીડિયોએ મચાવી ધમાલ, અત્યાર સુધી ક્યારે પણ નહીં જોયા હોય બુટી ડાન્સ મુવ
મુંબઈની અંદર ચોમાસાનો પહેલો વરસાદ થયો, અને મુંબઈ પહેલા વરસાદમાં જ પાણી પાણી થઇ ગયું. પરંતુ આ દરમિયાન વરસાદની અંદર નીકળેલી નોરા ફતેહીને જોઈને ચાહકોના દિલમાં પણ આગ લાગી ગઈ હતી.
નોરાએ આ દરમિયાન ડેનિમ અને ક્રોપ ટોપ પહેર્યુ હતુુ તેમજ તેનો આ લુક ઘણો જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. નોરા હંમેશાની જેમ આ આઉટફિટમાં પણ ઘણી જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી હતી.
નોરાએ તેના આ ક્લાસી લુકને કમ્પલિટ કરવા માટે બ્લેક સેંડલલ કેરી રહ્યા હતા, મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. નોરાએ આ સાથે બ્લુ બેગ કેરી કરી હતી.
તમને જાણીને નવાઇ લાગશે કે નોરાના આ બેગની કિંમત 4 લાખ હતી. નોરાએ મીડિયાે ઘણા પોઝ પણ આપ્યા હતા અને નોરાની ઘણી તસવીરો ક્લિક પણ થઇ હતી. નોરાની આ તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે જે ઘણી વાયરલ પણ થઇ રહી છે.
એક્ટિંગથી વધારે કિલર ડાન્સ મુવ્સ અને લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી નોરા ફતેહી ફરી એક વાર ધમાલ મચાવવા માટે તૈયાર છે.
દિલબર,કમિયા, સાકી-સાકી અને હાલમાં જ ગુરુ રંધાવાનું ગીત ‘નાચ મેરી રાની’ માં ડાન્સથી લોકોના દિલ જીતનારી નોરા તેના આગળના વિડીયોની તૈયારીમાં લાગી ગઈ છે.
નોરા ફતેહીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ડાન્સની પ્રેક્ટિસના થોડા વિડીયો શેર કર્યો છે. આ ક્લિપ્સમાં ફરી એકવાર કિલર ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. બ્લેક સ્પોર્ટસ બ્રા અને શોર્ટ્સવાળી કેપ્સમાં નોરાએ લોકોનું દિલ જીતી લીધું છે. નોરાએ આ વીડિયો ઉપર પણ લખ્યું છે, ‘કમિંગ સુન’.
જણાવી દઈએ કે નોરા ફતેહીએ 2014માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 9’ થી ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. આ પછી ‘બાહુબલી’માં નોરાના ડાન્સથી લોકોમાં દબદબો રહ્યો હતો.
આ પછી નોરા ફતેહીએ ફિલ્મોમાં ઘણા મહાન ડાન્સ વીડિયોમાં પર્ફોર્મ કર્યું. અભિનયની વાત કરીએ તો, નોરાએ સલમાન ખાનની ‘ભારત’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
નોરા ફતેહીએ તેના જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું છે. પંજાબી ગાયક ગુરુ રંધાવા સાથેનો તેમનો છેલ્લો મ્યુઝિક વીડિયો નચ મેરી રાની ખૂબ જ પસંદ અને પ્રશંસા પામ્યો હતો. આ ગીતને યુટ્યુબ પર 261 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
આ પહેલા નોરાએ પ્રેક્ટિસના ઘણા વિડીયો શેર કર્યા હતા. જેમાં ગુરુ રંધાવા સાથે પણ નજરે આવી હતી. થોડા દિવસ પહેલા નોરાનો આકર્ષક કૈલિપ્સોનો ડાન્સ વિડીયો વાયરલ થયો હતો. જે લોકોને ઘણો પસંદ આવ્યો હતો.