ખેડૂતો માટે સારા સમાચાર, જૂન મહિનામાં આ વિસ્તારોમાં થશે 4થી 5 ઈંચ વાવણીલાયક વરસાદ, સૌરાષ્ટ્રમાં પડશે 30 ઈંચથી વધુ વરસાદ

ખેડૂતો માટે સારા સમાચાર, જૂન મહિનામાં આ વિસ્તારોમાં થશે 4થી 5 ઈંચ વાવણીલાયક વરસાદ, સૌરાષ્ટ્રમાં પડશે 30 ઈંચથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહેલું ચોમાસું હવે સૌરાષ્ટ્ર નજીક પહોંચી જશે. જૂન મહિનામાં ગુજરાતમાં 4થી 5 ઈંચ વાવણીલાયક વરસાદ પડવાની સંભાવના છે. વર્ષો જુની પરંપરા મુજબ લોકો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે. વાવણી માટે લોકો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે. ત્યારે જૂન મહિનામાં ગુજરાતના આ વિસ્તારોમાં સાંબેલાધાર 4થી 5 ઈંચ વરસાદ પડશે.
જો ભીમ અગિયારસે વરસાદ ન આવે અને અષાઢી બીજે વરસાદ આવે તો એવું માનવામાં આવતું હતું કે વરસાદ એક મહિનો મોડ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ગુજરાતમાં ચોમાસું બેસી જશે. જ્યારે જૂનના અંત સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબકશે.
આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 30 ઈંચથી વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં આ ચોમાસાના પ્રથમ લો પ્રેશર થાય તેવી શક્યતા છે. જેની અસર ઓડિશા, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વ યુપી, સાંસદ અને ગુજરાતના ભાગોમાં પહોંચશે. જેથી હવે ગુજરાતમાં પણ ટુંક સમયમાં વરસાદ પહોંચશે.
તમને જણાવી દયે કે 20 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું જમાવટ કરશે. અત્યારે ચોમાસું દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશરની સંભાવના છે. આમ 20 જૂન પછી સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.
13થી 15 જુન વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 15 જૂન બાદ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં 36 ઇંચ જેટલો કુલ વરસાદ પડશે. ચોમાસા પૂર્વે જે વરસાદ વરસશે તેનાથી બફારાનું પ્રમાણ સતત વધશે.