ભારતના આ ગામના દરેક ઘરમાં જન્મે છે જોડિયા બાળકો, જાણો શું છે રહસ્ય…

ભારતના આ ગામના દરેક ઘરમાં જન્મે છે જોડિયા બાળકો, જાણો શું છે રહસ્ય…
આખી દુનિયા રહસ્યોથી ભરેલી છે. તે આપણે સૌ જાણીએ છીએ. જેમાં કેટલાક રહસ્યો એવા છે કે જેને વૈજ્ઞાનિક પણ ઉકેલી શક્યતા નથી. ત્યારે આજે અમે આપને ભારતના એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જ્યાં દરેક ઘરમાં જોડિયા બાળકોનો જ જન્મ થાય છે. તેની પાછળનું રહસ્ય શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
ભારતના જે ગામ વિશે આપણે વાત કરી રહ્યાં છીએ તે ગામ ખુબ જ સામાન્ય છે. આ ગામમ આવેલું છે કે કેરળના માલાપુરમ જિલ્લામાં છે. જે ગામનું નામ છે કોહિનહિ. આ ગામમાં લગભગ 2 હજાર જેટલા પરિવારના લોકો વસવાટ કરે છે. આ ગામમાં મોટા ભાગના બાળકો જોડિયા છે.
આ ગામમાં 220થી વધુ જોડિયા બાળકો છે. આ ગામમાં જોડિયાઓનો જન્મ દર ભારતમાં જન્મેલા જોડિયાઓના જન્મ દર કરતા ઘણો વધારે છે. આ ગામમાં સૌથી જૂની જોડિયા જોડીનો જન્મ આ ગામમાં 1949 માં થયો હતો. જે બાદ જોડિયા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. અહિંયા 10 વર્ષ સુધીના બાળકોની સંખ્યા અંદાજે 79 જેટલી છે.
આ ગામમાં 1000 બાળકોએ 80 જોડિયા બાળકો જોવા મળતા હોવાથી એક પણ ઘર જોડિયા બાળક વિનાનું નથી. ભારતમાં જોડકા બાળકો પેદા થવાની સમસ્યા ઓછી જોવા મળે છે પરંતુ આ ગામ વિશ્વમાં જોડિયા બાળક પેદા થવામાં અવ્વલ છે. બહારથી પરણીને લાવવામાં આવતી મહિલાઓ પણ જોડિયા બાળકોને જન્મ આપે છે. તેમજ અહીંથી પરણીને બીજા ગામમાં સાસરે જતી યુવતીઓને જોડકા બાળકો થાય છે.
કોઇ ગામના વાતાવરણને, કોઇ ગામના પાણીને તો કોઇ ગામ લોકોના જનીનિક બાંધાને જવાબદાર ગણે છે. ગર્ભાધાન સમયના સંજોગો અને જૈવિક બાબતોને લગતી ઘણી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગામ લોકોનું ખાન પાનની આદતો પણ નોર્મલ છે. તેમજ ગામની હવાના વાતાવરણમાં કોઇ કેમિકલ રીએકશન પણ જોવા મળતું નથી. જમીન અને પાણીના નમૂના લેવામાં આવ્યા પરંતુ કોઇ જ વાંધાજનક મળ્યું નથી. આથી જેનેટિક સાયન્સના અભ્યાસુઓ માટે કોયડા સમાન છે.
ગામની પ્રાથમિક શાળામાં જોડિયા બાળકોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે શિક્ષકોે બાળકોને ઓળખવામાં પણ તકલીફ પડે છે. જાણે કે આંખનો દ્રષ્ટીભ્રમ થયો હોય એમ બે બાળકો દેખાય છે. આ ઉપરાંત એક સાથે ત્રણ બાળકોને જન્મ થયા હોય એવી ઘટના પણ અનેક બની છે. ગામમાં ઘરડા, આધેડ, યુવાનો અને બાળકો પણ એક જ ચહેરા વાળા ફરતા દેખાય છે.