આ દાદાએ જુવાન છોકરી પટાવી લીધી, કિસ કરતા અને રોમેન્ટિક PHOTOS થયા વાયરલ- જુઓ
સોશિયલ મીડિયા ઉપર ઘણી તસવીરો વાયરલ થતી હોય છે, તો ઘણી જોડીઓ લોકોનું ધ્યાન પણ ખેંચે છે. એવી જ એક જોડી છે ટોમ ઇમામ અને મિષ્ટીની. જે દેખાવમાં તો બાપ દીકરી જેવા લાગી રહ્યા છે,
પરંતુ હકીકતમાં તે પતિ પત્ની છે અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ પણ કરે છે.તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે અને ઘણા લોકો એમ પણ કહે છે કે આ બધું પૈસાના કારણે છે, પરંતુ ટોમ ઇમામને લોકોના દ્વારા કહેવામાં આવતી આ બધી બાબતોનો કોઈ ફર્ક પડતો નથી.
તે પોતે જાણે છે કે તેમને તેમની પત્ની મિષ્ટી કેટલો પ્રેમ કરે છે. અને બંને જેટલું પણ જીવન મળ્યું છે તેટલું ખુશીથી માણી લેવા માંગે છે.ટોમ ઇમામ નિવૃત્તિ તરફ વળી ગયો છે,
ત્યારે તેની પત્ની મિષ્ટી હજુ પોતાની જુવાનીને માણી રહી છે. ટોમ ઇમામ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરોમાં બંને વચ્ચેનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.ટોમ ઇમામ મૂળ બાંગ્લાદેશી છે,
પરંતુ હાલ તે અમેરિકામાં વસવાટ કરે છે, તેમની સંપત્તિ પણ ઘણી વધારે છે. જેના કારણે લોકોનું કહેવું છે કે મિષ્ટિએ સંપત્તિ માટે ટોમ ઇમામ સાથે લગ્ન કર્યા હોઈ શકે છે.
ટોમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે 12 મિલિયન અમેરિકી સંપત્તિ ધરાવે છે. તેમને આ સંપત્તિની વહેંચણી પોતાના પરિવાર સાથે પણ કરી જ છે. પોતાના સંતાનો માટે પણ તેમને કોઈ કસર બાકી નથી મૂકી.
ટોમ ઇમામ અને મિષ્ટી એક બીજાને પસંદ કરી બેઠા ત્યારબાદ તેમને 26 સપ્ટેમ્બર 2019ના રોજ તેની સાથે લગ્ન કરી લીધા. હાલમાં જ તેમને પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી અને તે નિમિત્તે તેમને પોતાની પત્ની સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી જે ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.
ટોમ ઇમામ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તેમની પત્ની મિષ્ટીની જુવાની દેખાઈ આવે છે. શરૂઆતમાં તો કોઈને પણ વિશ્વાસ ના હતો કે આ ટોમ ઈમામની પત્ની છે. બંને બાપ દીકરી હશે તેમ માની રહ્યા હતા. પરંતુ ટોમ દ્વારા બીજી પણ કેટલીક તસવીરો શેર કરવાની સાથે માહિતી પણ આપવામાં આવી જેના દ્વારા હકીકત સામે આવી હતી.
ટોમ ઈમામનો જન્મ 22 જૂન 1958ના રોજ બાંગ્લાદેશની રાજધાનીમાં થયો હતો. હાલમાં તેમની ઉંમર 62 વર્ષની છે. ટોમ ઇમામ ખુબ જ રંગીન મિજાજનું વ્યક્તિત્વ ધરાવે છે. જેના કારણે તેમની ઘણી બધી ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. પરંતુ હાલમાં તેમની એક જ પત્ની છે અને તે છે મિષ્ટી. જે તેમની દીકરી જેવી દેખાઈ રહી છે.
થોડા કલાક પહેલા જ ટોમ ઇમામે પોતાના ફેસબુક ઉપર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમને પોતાની તસવીરો અને પત્નીને લઈને મઝાક બનાવી રહેલા લોકોને કેટલીક વાતો જણાવી હતી.ટોમ ઇમામે પોસ્ટની અંદર લખ્યું હતું કે,
“પહેલા તો હું તમને બધાને મારા છેલ્લા સ્ટેટ્સમાં સારા અને દયાળુ શબ્દો માટે આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારો સાથ આપ્યો છે તેમનો આભાર. મારા છેલ્લા સ્ટેટ્સ બાદ પણ હજુ પણ ઘણા લોકો મારા પરિવારનો મજાક ઉડાવી રહ્યા છે. મેં મારી પત્ની સાથે અલ્લાહના નામ ઉપર અને કાયદાકીય રીતે લગ્ન કર્યા છે. અલ્લાહ બધાને પ્રેમ કરે છે કોઈને નફરત નહિ. નફરત અને ખોટા નિવેદનો માટે કોઈ જગ્યા નથી.”
ટોમે આજ પોસ્ટની અંદર આગળ લખ્યું છે કે, “તમારામાંથી ઘણા લોકો મારા નામ ઉપર ફેક આઈડી બનાવીને અમારી તસવીરોનો ઉપયોગ કરે છે. મેં મારા છેલ્લા સ્ટેટ્સમાં ઉલ્લેખ કર્યો હતો કે મારી છેલ્લી પત્ની 2011 સુધી 10 વર્ષ બીમાર રહી. મારા બે બાળકો છે અને મે તેમને એકલા હાથે મારી રીતે ઉછેર્યા છે. હવે મેં લગ્ન કરી લીધા છે અને
હું મારા જીવનમાં આગળ વધવા માંગુ છું. મને એ સમજાઈ નથી રહ્યું કે લોકોને મારા વ્યક્તિગત જીવનથી શું સમસ્યા છે ? અલ્લાહના નામ ઉપર મેં બધાને કહ્યું કે મારા પરિવાનું સન્માન કરો કારણ કે હું તમારા પરિવારનું સન્માન કરું છું. આપણે બધાએ એક દિવસ શક્તિશાળી ઈશ્વરને જવાબ આપવાનો છે.”
તેમને આગળ જણાવ્યું કે, “તમારામાંથી હજુ પણ ઘણા લોકો મારા લગ્નને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. મહેરબાની કરીને અમને એકલા છોડી દો. અમારા લગ્ન સમયની કેટલીક તસવીરો છે. અમારી તસવીરોના સ્ક્રીન શોટ લેતા પહેલા જરા વિચારજો. તમને આમ કરવાની પરવાનગી નથી. અલ્લાહ બધું જ જુએ છે. અલ્લાહના આશીર્વાદ બધા ઉપર બન્યા રહે. આમીન”