નોકરી કરવા વાળી મહિલાઓએ હંમેશા આ 6 સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે, પુરુષો જરૂર વાંચે

Sharing post

નોકરી કરવા વાળી મહિલાઓએ હંમેશા આ 6 સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે, પુરુષો જરૂર વાંચે

 

આજના જમાનામાં લગભગ દરેક મહિલાનું સપનું હોય છે કે તે પણ નોકરી કરે. પોતાના પગભર થઇ જાય અને પોતાની કમાણીથી પોતાના શોખ પુરા કરે. જયારે એક મહિલા કમાય છે તો તેણે ઘર કે સાસરિયામાં પૈસા માટે હાથ નથી ફેલાવવો પડતો. આમ તો નોકરી કરવાવાળી મહિલાઓનું જીવન પણ એટલું પણ સરળ નથી હોતું.

તેમણે તે દરમિયાન ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમની આ મુશ્કેલીઓનો સંબંધ પુરુષ વર્ગ સાથે પણ હોય છે. તેવામાં અમે ઇચ્છીએ છીએ કે, દરેક પુરુષ નીચે જણાવેલા મુદ્દાઓ વાંચે, અને મહિલાઓની સમસ્યાઓને સારી રીતે સમજે અને તેનો ઉકેલ કાઢવામાં મદદ પણ કરે.

 

૧. મહિલાઓ ઉપર એ લેબલ લાગી ગયું છે કે, ઘરના બધા કામકાજ જેવા કે સફાઈ, ખાવાનું બનાવવું વગેરે તે જ કરશે. પુરુષ આ કામોમાં મદદ કરવાનું પસંદ નથી કરતા. તે વિચારસરણી જોબ કરવાવાળી મહિલાઓની સૌથી મોટી મુશ્કેલી રહે છે. તેને ઘરના કામ અને ઓફીસના કામ બંને જ એક દિવસમાં પુરા કરવાનાં હોય છે. તેવામાં તે ઘણી થાકી જાય છે. જો ઘરના પુરુષ પણ ઘરકામમાં મદદ કરવા લાગે તો મહિલાઓની આ મુશ્કેલીનો ઉકેલ થઇ શકે છે.

૨. જે મહિલાઓના બાળકો હોય છે તેને નોકરી સાથે થોડી મુશ્કેલી જરૂર પડતી હોય છે. એક બાળકને માતાની જરૂર હોય છે. જયારે નાના હોય તો ઘણું ધ્યાન રાખવું પડે છે. આમ તો ઘરના પુરુષોએ પણ બાળકની દેખરેખમાં ધ્યાન આપવું જોઈએ. તેમની પણ એટલી જ જવાબદારી હોય છે.

 

૩. મહિલા જ્યારે ઓફીસમાં હોય છે, તો તેને ઘણા પ્રકારની વાતો ટીકાનો ભોગ બનવું પડે છે. છોકરીઓ ઉપર ઘર અને કામનું આમપણ ઘણું પ્રેશર હોય છે ઉપરથી લોકો તેનો આનંદ ઉઠાવે છે. મહિલા ઓફીસમાં સારી રીતે કામ નથી કરી શકતી તેવામાં લોકો મેણા મારે છે. ઓફીસમાં ઘણા પુરુષ વર્ગ મહિલાઓ સાથે સારું વર્તન પણ નથી કરતા. તેમની સાથે કોઈને કોઈ વાતોમાં ભેદભાવ પણ થતો હોય છે. આપણે ઓફિસમાં આ પ્રકારની વિચારસરણી બદલવી પડશે.

 

૪. એક મહિલા જયારે જોબ કરે છે અને જો પતિથી વધુ કમાણી કરવા લાગે છે, તો તેમના આત્મ સન્માન ઉપર હુમલો થાય છે. પછી તેને પત્નીનું નોકરી કરવું ખટકવા લાગે છે. તેવામાં પતિએ પોતાની વિચારસરણી ઠીક કરી પત્ની માટે ખુશ થવાનું શીખવું જોઈએ.

૫. પહેલા તો તેમને મનાવવા પડે છે, જો તે રાજી થઇ પણ જાય તો અવાર નવાર સાસરીયાવાળાના મેણા તેણે સાંભળવા પડે છે. જેમ કે, નોકરીવાળી થઇ ગઈ હવે ઘરના કામ સારી રીતે નથી કરતી, જોબ ઉપરથી આટલી મોડી આવે છે, નોકરી કરીશ તો શું મળશે? વગેરે વગેરે. તે વિચારસરણી પણ બદલવાની જરૂર છે.

 

૬. મહિલાઓએ પોતાની પસંદની નોકરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ઘણી વખત ઘરવાળા કોઈ વિશેષ નોકરી કરવા માટે અટકાવી દે છે, શહેરમાંથી બહાર જોબ માટે નથી જવા દેતા. એ રીતે મહિલાઓની પ્રગતી નથી થઇ શકતી.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *