આ 8 દિગ્ગજ બીઝનેસમેનની સ્માર્ટ દીકરી, ધંધામાં કમાઈ રહી છે પિતાની જેમ નામ

Sharing post

આ 8 દિગ્ગજ બીઝનેસમેનની સ્માર્ટ દીકરી, ધંધામાં કમાઈ રહી છે પિતાની જેમ નામ

મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, આદિ ગોદરેજ અને લક્ષ્મી મિત્તલ. આ એવા નામો છે કે જેઓ માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં ધંધામાં ડંકો વગાડે છે. આ વાત વાત બીઝનેસમેનની નથી થતી પરંતુ તેની લડ્લીઓની થાય છે . જેમાંથી ઘણાએ તેમના પિતાના વ્યવસાયને ખૂબ જ કુશળતાથી સંભાળ્યો છે. તો કેટલીક દીકરીઓએ તેની અલગ ઓળખ બનાવી છે.

1.નંદની પિરામલ

 

અજય પીરામલની પુત્રી નંદની પિરામલ ‘પિરામલ એન્ટરપ્રાઇઝ’ માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ ધરાવે છે અને ઓવર કાઉન્ટર (ઓટીસી) બિઝનેસને લીડ કરે છે. નંદની પીરામલ ગ્રુપના હ્યુમન રિસોર્સ અને આઇટી ફંક્શન્સની હેડ પણ છે. બિઝનેસ ટુડે દ્વારા ભારતની શક્તિશાળી મહિલાઓની યાદીમાં નંદનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2014 માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા નંદનીને ‘યંગ ગ્લોબલ લીડર’ તરીકે પણ સન્માનિત કરવામાં આવી છે. નંદનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની હર્ટફોર્ડ કોલેજમાંથી બી.એ. કર્યું છે. નંદનીએ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું છે.

2.અનન્યા બિરલા

 

View this post on Instagram

 

A post shared by Ananya (@ananyabirla)

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની મોટી પુત્રી અનન્યા બિરલાને આજે ઓળખની કોઈ મોહતાજ નથી. તે એક સફળ ગાયિકા છે. ગીતો પણ લખે છે. યુનીવર્સીટી ઓફ ઓક્સફોર્ડ, યુનાઇટેડ કિંગડમથી ઇકોનોમિકસ અને મેનેજમેન્ટનું ભણી છે.

બીઝનેસ મામલે તે તેના પિતાથી કમ નથી. અનન્યા CuroCarte નામની કંપનીની કો-ફાઉન્ડર છે. જે ઘરની સજાવટ માટે હેન્ડીક્રાફટના બીઝનેસ સાથે જોડાયેલી છે, અનન્યાએ એક માઈક્રોફાઇનાન્સ કંપની Swatantra Private Limitedથી શરુઆત કરી હતી, જે રાજ્યોમાં કામ કરે છે.

દેશના સૌથી મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવારની સાથે અમેરિકાના વોશિંગટનમાં જાતીભેદનો વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. કુમાર મંગલમની દીકરી અનન્યા બિરલાએ પોતે જ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

અનન્યા બિરલાએ પોતાના ટ્વિટની અંદર લખ્યું છે કે: “આ જ રેસ્ટોરન્ટ ‘સ્કોપ ઈટેલીયન રૂટ્સ’ દ્વારા મને અને મારા પરિવારને તેમના પરિસરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા. આ ખુબ જ જાતિભેદ અને દુઃખી કરનારો વ્યવહાર હતો. તમારે તમારા ગ્રાહક સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ, આ યોગ્ય નથી.”

અનન્યાએ એક બીજી ટ્વીટ પણ કરી છે જેમાં તેને લખ્યું છે કે: “અમે રેસ્ટોરન્ટમાં જમવા માટે 3 કલાક સુધી રાહ જોઈ. શેફ એન્ટોનિયો તમારા વેટર જોશુઆ સિલ્વરમેને મારી માતા સાથે ખુબ જ અભદ્ર વ્યવહાર કર્યો. જેને હકીકતમાં જાતિભેદ જ કહેવામાં આવશે. આ યોગ્ય નથી.”

3.વનિષા મિત્તલ

 

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની પુત્રી વનિષા મિત્તલ તેના પિતાની કંપની આર્સેલર મિત્તલમાં બિન-સ્વતંત્ર ડિરેક્ટર છે. લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટ અભ્યાસ પૂરો કર્યા પછી તેણીએ તેના પિતાનો સાથે ધંધામાં ઝંપલાવવાનું શરૂ કર્યું હતું. 2004 માં વનિષાને એલએનએમ હોલ્ડિંગ્સના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં શામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ તે 2011 માં અપીરમમાં જોડાયો હતો જ્યાં તે ચીફ સ્ટ્રેટેજી ઓફિસર બની હતી.

4.અશની બિયાની

ફ્યુચર ગ્રુપના ચેરમેન કિશોર બિયાનીની પુત્રી અશની બિયાની તેના પિતા સાથે ધંધામાં ચાલી રહી છે. પિતાના આટલા મોટા ધંધાનો વારસદાર હોવાથી તેની ઘણી જવાબદારીઓ પણ છે. સ્ટેનફોર્ડ અને પાર્સન સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી કાપડ અને ડિઝાઇન મેનેજમેન્ટ ડિઝાઇન કરનારી અશ્ની તેના પિતા પાસેથી બિઝનેસ શીખી રહી છે.

અશની ફ્યુચર ગ્રૂપમાં ઇનોવેશનથી લઈને પ્લાનિંગ સુધી મોટો રોલ નિભાવતી રહે છે. અશની લીડરશીપમાં ફ્યુચર કન્ઝ્યુમરમાં વેલ્યુ ચેન એક મોટા કંસોલિડેશ અને ઇન્ટિગ્રેશન દરમિયાન સફળતા મળી હતી. એગ્રી સોર્સીંગ નેટવર્કથી લઈને ઉત્પાદક, બ્રાન્ડ ડેવલપમેન્ટ અને રિટેલ બધા પર અશની દેખલ આપે છે.

ભારતીય ખેડૂતોના સમર્થનમાં આવેલી મિયા ખલિફા જંગલમાં મંગલ કરતી દેખાયી, જુઓ તસવીરો

5.નિશાબા ગોદરેજ

 

આદિ ગોદરેજની નાની દીકરી નિસાબા ગોદરેજ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટની એમડી અને ચેરપર્સન છે. નિસાબીએ મુંબઈની Cathedral & John Connon Schoolમાંથી ભણતર પૂરું કર્યું છે. University of Pennsylvaniaના વ્હાર્ટન સ્કૂલથી બેચલર ઓફ સાયન્સનું ભણતર પૂરું કર્યું હતું.બાદમાં હાવર્ડ યુનિવર્સીટીમાંથી એમબીએ કર્યું હતું. નિસાબા ગોદરેજને વર્ષ 2008 માં ગોદરેજ એગ્રોવર્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. બોર્ડમાં જોડાતાંની સાથે જ તેણે ગોદરેજ એગ્રોવર્ટ ખાતેના તેમના હાર્વર્ડના ક્લાસમેટ માર્ક કાહને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી. આ રીતે તેમણે ગોદરેજ ગ્રુપમાં વિદેશી નેતૃત્વની એન્ટ્રી આપી. ધીરે ધીરે કામ કરવાની રીત બદલાઈ ગઈ અને તે એક નફાકારક કંપની બની ગઈ.

6.રોશની નાડર

 

37 વર્ષીય રોશની નાડર ભારતીય અબજોપતિ શિવ નાદરની પુત્રી છે. તે મોટી આઈટી કંપની એચસીએલ ગ્રુપની સીઇઓ છે અને 27 વર્ષની ઉંમરે તે એચસીએલની સીઇઓ બની. 2017 માં મેગેઝિન ફોર્બ્સ દ્વારા તેણીને વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવી હતી.એચસીએલ ટેક્નોલોજી, હેલ્થકેર અને ઇન્ફોસીસ્ટ્મ માટે કામ કરનારી જાણીતી કંપની છે. જેની આજે લગભગ 48 હજાર કરોડ રૂપિયા છે. રોશનીએ 2010માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય રોશની શિવ નાડર ફાઉન્ડેશનમાં પણ યોગદાન આપે છે.

7.જયંતી ચૌહાણ

જયંતિ ચૌહાણ ભારતીય બિઝનેસ રમેશ ચૌહાણની એકલોતી દીકરી છે. જ્યંતી બીસલેરી ઇન્ટરનેશનલની ડાયરેક્ટર છે. જ્યંતીનો કારોબાર 1 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. રમેશ ચૌહાણે તેનો ધંધો તેની દીકરી જ્યંતિને સોંપી દીધો હતો. 24 વર્ષની ઉંમરમાં જ તેને પિતાનો ધંધો જોઈન કરી લીધો હતો.

8.ઈશા અંબાણી

 

ઈશા અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી છે. તેના પિતાની જેમ ઇશા પણ એક સફળ બિઝનેસ મહિલા છે. ઇશાએ ખૂબ જ ઓછા સમયમાં આ પદ પ્રાપ્ત કરી લીધું. 2015 માં ઇશા માત્ર 16 વર્ષની હતી જ્યારે ફોર્બ્સે તેને સૌથી યુવા અબજોપતિ બિઝનેસ મહિલાની યાદીમાં બીજા નંબરે જગ્યા મળી હતી. જિઓ સિવાય પિતા મુકેશ અંબાણીએ તેમને રિલાયન્સ ગ્રુપના ફેશન પોર્ટલના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે, જે 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઇશા અંબાણીનો લગભગ 800 લાખ ડોલરની હિસ્સેદારી છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!