મિત્રો દીકરી ની વાત જરૂર વાંચજો રડવું આવી જશે

Sharing post

મિત્રો દીકરી ની વાત જરૂર વાંચજો ….

!!૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણબદલાવવાનું છે

૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતીનથી!

૪. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાનીઆંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!! ! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…

૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાનબની જાય છે… પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!