હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ.

Sharing post

હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ.

 • કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો, ન હોય તો કાંણા પાડો.
 • નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો.
 • નવી માટી બનાવવા…. ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

 • કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો,
 • છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી.
 • સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો.
 • લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકૂળ થવા દો.
 • રોપતી વખતે ઠાંસી ઠાંસીને માટી ન ભરો….

 • રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી કૂંડાની નીચેના કાણાંમાંથી નીકળે નહીં, આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મૂળ કહોવાશે, છોડના મૂળને પાણી નહીં ભેજની જરુર છે.
 • ઉપરોક્ત ક્રિયા બાદની એક અતિ મહત્વની વાત…..સૌથી અગત્યની ટીપ્સ. …..કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતિ ધારદાર કાતરથી એના 50% પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીયો, ફૂલ કે ફળ (જો હોય તો) કાતરથી દૂર કરો….
 • યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફૂલ, કળી, ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાના છે…

Read More : તમને પણ નવરાશમાં ટચાકા ફોડવાની ટેવ છે? તો ચેતી જજો, લાંબા ગાળે થશે આ નુકસાન

 • આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન, કળીઓ, ફૂલ અને ફળને વિકસાવવામાં નહી પણ મૂળને વિકસાવવા વાપરશે, જો આમ નહીં કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેઘણે અંશે ક્ષતિ પામેલા મૂળ (રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળને પોષણ પુરું પાડવાની જવાબદારી વધશે અને તે મુરઝાશે…
 • ચોમાસામાં કેક્ટસના કૂળના છોડને સીધા વરસાદથી દૂર રાખો અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.
 • જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, અને એ છોડ સાચા માણસના હાથમાં જશે તો જ પર્યાવરણમાં જીવ આવશે .
 • #બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહીં પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણ કે આ ધીરજ માંગી લે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.
 • એને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટનું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો………

@Gujjumarket

તો તૈયાર રહો સીઝન આવી રહી છે…..
ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે ,
નયે અંકુર ખીંચવાને કે દીન હે,
જીગર કે તાર છીડ જાને કે દીન હે,
અચ્છે બાગબાં બન જાને કે દિન હે…

જેમ પ્રાણીઓને પાળીયે છીએ એમ બહુ પ્રેમ અને લાડકોડથી પાળો, છોડ અને ઝાડને

કેમ કે……દુનિયામાં આ એક જ સજીવ એવું છે જે ઝાડો પેશાબ કરતું નથી…

એટલે એ ગંદી સફાઇ અને પાળનારે કરવાની નથી…..

ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફતમાં….

લુંટાય એટલું લુંટો….દિલ ખોલીને.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!