6000 વર્ષ જૂનું વૃક્ષ હજુ પણ જૂનું જીવંત છે. જુઓ તેની તશ્વીરો

Sharing post

6000વર્ષ જૂનું વૃક્ષ

વૃક્ષો તેમની સાથે ભવ્યતા અને શાણપણની ભાવના રાખે છે. કોઈ પ્રાચીન ઝાડની હાજરીમાં, આશ્ચર્ય થવાનું બંધ કરવું 
મુશ્કેલ છે - આ ઝાડએ શું જોયું છે? ઘણાં વૃક્ષો અનેક સંસ્કૃતિઓના ઉદય અને પતનની સાક્ષી ધરાવે છે. તેઓ શાંત લાવણ્ય અને ડહાપણને
પ્રાપ્ત કરે છે જે તેઓ મૂર્તિમંત છે.

તેમના લાંબા જીવનકાળ દરમિયાન, તેઓ વાવાઝોડા, રોગ અને લ logગિંગ સ્પ્રિથી બચી ગયા, સ્થાનિકો માટે સીમાચિહ્ન 
તરીકે સેવા આપતા, વિચિત્ર લોકો માટે પર્યટકનું આકર્ષણ, અને શાબ્દિક રીતે, ઇતિહાસની છાયામાં, બાસ્કની આશા 
રાખનારા યાત્રિકો માટે આધ્યાત્મિક કેન્દ્ર. અહીં આજે પણ વિશ્વના સૌથી પ્રાચીન અને અસામાન્ય વૃક્ષો છે.

આજે મારા મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગ્યા કે વૃક્ષ છ હજાર વર્ષ જૂનું જીવંત છે હજુ, શું વાત છે?!!! ખૂબ આશ્ચર્ય થયું .મારા પિતાશ્રી ૮૮ વર્ષની ઉંમરે સ્વર્ગેસિધાવ્યા તેઓના ૮૮ વર્ષના અનુભવોથી અમોને ઘણા બધા ફાયદા થયા જેવા કે કોઈ અંગ્રેજી શબ્દ નું ગુજરાતી અનુવાદ માટે ડીક્ષનરી ના પાના ઉથલાવવાની જરૂર નહોતી પડતી, કોઈપણ સામાન્ય બિમારીમાં આર્યુવેદીક ઉપાય બતાવી સ્વાસ્થ્ય સુધારવું, તેમની સલાહથી અંધશ્રદ્ધાના વિષયોથી દૂર રહેવાતું, કોઈપણ દેશની ભૌગોલિક, રાજકારણની પરિસ્થિતિથી વાકેફ ,સમાજના ઘણા વ્યક્તિઓ પોતાની સમસ્યાનું સમાધાન કરાવવા આવતા, કોઈપણ ગ્રાહકને સાચી ને સરળ સલાહ આપી સ્વનિર્ભર બનવાનું માર્ગદર્શન ,ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરીને એક જૂથ થઈને રહેવાની કળા શીખવી.વિગેરે વિગેરે….

એક ધારણા કરવામાં આવે જો વૃક્ષ બોલતું હોય અને તેની ભાષા જો આપણે જાણતા હોઈએ તો કેવું સારું,
મારા પિતાશ્રીના 88 વર્ષના જ અનુભવ થી અમને ઘણા બધા ફાયદા થયા હોય તો આ વૃક્ષો નો 6000 વર્ષનો અનુભવ કેટલો બધો ઉપયોગી થાય.મારી એક ખરા હદય પૂર્વક અપીલ મહાન વૈજ્ઞાનિકો ને, વૃક્ષોની કોઇ ભાષા શોધી કાઢે, આપણા બહું પુરાણા ગ્રંથોનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓની શોધ થઈ છે.તો આશા રાખું છું કે આ વૃક્ષોની ભાષાની શોધ મા આપને સફળતા મળે.
મારી કોઇ ફિલ્મ મેકર ને અપીલ છે કે આ ઇમેજીનેશન પર કોઇ મૂવી બનાવે તો પણ ખુબ આનંદ થશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!